Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવાયનાડમાં રાહુલ ગાંધીની ઓફિસે મહાત્મા ગાંધીની તસ્વીર ફાડનારા કોંગ્રેસના જ કાર્યકરો નીકળ્યા:...

    વાયનાડમાં રાહુલ ગાંધીની ઓફિસે મહાત્મા ગાંધીની તસ્વીર ફાડનારા કોંગ્રેસના જ કાર્યકરો નીકળ્યા: પીએ સહિત ચારની ધરપકડ

    કોંગ્રેસ કાર્યકરોએ SFI પર મહાત્મા ગાંધીની તસ્વીરને નુકસાન પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો, પણ હવે પાર્ટીના જ કાર્યકરોની કરતૂત હોવાનું સામે આવ્યું છે.

    - Advertisement -

    થોડા સમય પહેલાં વાયનાડમાં સાંસદ અને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ઓફિસમાં તોડફોડ થયાનો મામલો સામે આવ્યો હતો. જેમાં મહાત્મા ગાંધીની તસ્વીર ફાડી નાંખવાનો પણ મામલો સામે આવ્યો હતો. હવે આ મામલે ચાર કોંગ્રેસી કાર્યકર્તાઓની જ ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાહુલ ગાંધીની ઓફિસના સ્ટાફનો સભ્ય પણ સામેલ છે. નોંધવું જોઈએ કે કોંગ્રેસે અગાઉ SFI કાર્યકરો પર તોડફોડનો આરોપ લગાવ્યો હતો. 

    કલપેટ્ટા પોલીસે શુક્રવારે રાહુલ ગાંધીના પીએ રથીશ કુમાર, ઓફિસ સ્ટાફ રાહુલ તેમજ કોંગ્રેસ નેતાઓ નૌશાદ અને મુજીબની ધરપકડ કરી લીધી હતી. રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસ કાર્યકરોની એક મહિના લાંબી પૂછપરછ બાદ આ ધરપકડ કરી લેવામાં આવી હતી. 

    ગત જૂન મહિનામાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની વાયનાડની ઓફિસ ખાતે તોડફોડ થઇ હતી. જેની તસ્વીરો અને વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. યુથ કોંગ્રેસે આ હુમલાનો આરોપ SFI કાર્યકરો પર લગાવ્યો હતો અને કહ્યું હતું કે, ગુંડાઓ SFIના ઝંડા લઈને આવ્યા હતા અને દીવાલ કૂદીને ઓફિસમાં ધસી આવ્યા અને તોડફોડ કરી હતી. સ્ટૂડન્ટ ફેડરેશન ઑફ ઇન્ડિયા (SFI) ડાબેરી પક્ષ કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા (માર્ક્સિસ્ટ)ની વિદ્યાર્થી પાંખ છે. 

    - Advertisement -

    કોંગ્રેસના વરિષ્ઠ નેતા કેસી વેણુગોપાલે SFI કાર્યકરો પર આરોપ લગાવતાં કહ્યું હતું કે, તેઓ બળજબરીપૂર્વક રાહુલ ગાંધીની ઓફિસમાં ધસી આવ્યા હતા અને ઓફિસમાં હાજર લોકો પર પણ હુમલો કર્યો હતો અને રાહુલ ગાંધીના સ્ટાફને પણ ઇજા પહોંચાડી હતી. અમને કારણ ખબર નથી.

    કોંગ્રેસ નેતાએ સીપીઆઈ નેતૃત્વ પર ષડ્યંત્ર રચવાનો આરોપ લગાવતાં કહ્યું હતું કે, પોલીસની હાજરીમાં આ હુમલો થયો હતો. ઉલ્લેખનીય છે કે ઇકો-સેન્સેટિવ ઝોનના મુદ્દે SFI કાર્યકરોએ રાહુલ ગાંધીની ઓફિસ સુધી માર્ચનું આયોજન કર્યું હતું. જે બાદ તેમણે હુમલો કર્યો હોવાનો આરોપ લાગ્યો હતો. 

    આ હુમલા બાદ કોંગ્રેસી કાર્યકરોએ કેટલાક વિડીયો જારી કરીને દાવો કર્યો હતો કે SFIના કાર્યકરોએ તોડફોડ દરમિયાન ઓફિસમાં રહેલી મહાત્મા ગાંધીની તસ્વીર ફાડી નાંખીને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જોકે, તે વખતે ટ્વિટર પર અમુક યુઝરોએ દાવો કર્યો હતો કે SFI કાર્યકરોના હુમલા બાદ પણ ગાંધીની તસ્વીરને નુકસાન પહોંચ્યું ન હતું પરંતુ આરોપ લગાવવા માટે કોંગ્રેસી કાર્યકરોએ જ તસ્વીર ફર્શ પર મૂકીને તસ્વીરો ખેંચી લીધી હતી. 

    આ ઉપરાંત, સીએમ વિજયને પણ કહ્યું હતું કે, “મહાત્મા ગાંધીની તસ્વીર ક્ષતિગ્રસ્ત કરવામાં આવી ત્યાં સુધીમાં પોલીસ SFI કાર્યકરોને ત્યાંથી હટાવી ચૂકી હતી. જેથી આ ઘટનામાં કોંગ્રેસ કાર્યકરોનો હાથ છે.”

    ઘટના બાદ પોલીસે કેટલાક SFI કાર્યકરોને હિરાસતમાં પણ લીધા હતા. જે બાદ કોંગ્રેસ નેતા ટી સિદ્દીકીની આગેવાનીમાં પાર્ટીના કાર્યકરોએ કલપેટ્ટામાં વિરોધ પ્રદર્શન આયોજિત કર્યું હતું, જેમાં હિંસા અને રોડબ્લોક કરવામાં આવ્યા હતા. ઘટના મામલે મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા બાદ જિલ્લાના પોલીસવડાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેમજ રિપોર્ટ પણ માંગવામાં આવ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં