Sunday, April 28, 2024
More
    હોમપેજરાજકારણઆસામના શંકરદેવ મંદિરમાં રાહુલ ગાંધીને No Entry!: નારાજ કોંગ્રેસ નેતાનો દાવો; વાસ્તવમાં...

    આસામના શંકરદેવ મંદિરમાં રાહુલ ગાંધીને No Entry!: નારાજ કોંગ્રેસ નેતાનો દાવો; વાસ્તવમાં મંદિરે 3 વાગ્યા પછી દર્શનનો આપ્યો હતો સમય

    રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હાલ આસામના નગાંવ જિલ્લામાં પહોંચી છે. અહીં પહોંચ્યા બાદ રાહુલે બોર્દોવા થાન તીર્થધામ જવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અહીં સવારના સમયે વધુ ભીડ હોવાના કારણે પ્રશાસને તેમને બપોરે ત્રણ વાગ્યા બાદ આવવા કહ્યું હતું.

    - Advertisement -

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા કરી રહ્યા છે અને હાલ તેઓ આસામમાં છે. તેવામાં આસામના એક પ્રખ્યાત તીર્થધામે રાહુલ ગાંધીને મંદિરમાં પ્રવેશતા રોક્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટનાથી રાહુલ ગાંધી નારાજ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. તેમને રોકવાનો નિર્ણય મંદિર પ્રશાસનનો હોવા છતાં કોંગ્રેસ પાર્ટી આ મામલે ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવી રહી છે. બીજી તરફ મંદિરમાં પ્રવેશ ન મળતા રાહુલ ધરણાં પર બેઠા હોવાનું પણ સામે આવ્યું છે.

    મળતી માહિતી અનુસાર રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા હાલ આસામના નગાંવ જિલ્લામાં પહોંચી છે. અહીં પહોંચ્યા બાદ રાહુલે બોર્દોવા થાન તીર્થધામ જવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ અહીં સવારના સમયે વધુ ભીડ હોવાના કારણે પ્રશાસને તેમને બપોરે ત્રણ વાગ્યા બાદ આવવા કહ્યું હતું. પરંતુ મંદિરમાં જવાની જીદે ચઢેલા રાહુલે સૂચનની અવગણના કરીને મંદિરે જવાનો પ્રયત્ન કરતા પોલીસ અધિકારીઓએ તેમને રોક્યા હતા.

    રાહુલ ગાંધીને બોર્દોવા થાન તીર્થધામ જતા અટકાવવામાં આવતા તેઓ બેરીકેટ પાસે જ ધરણાં પર બેસી ગયા હતા. તેમણે કહ્યું કે, “મેં એવું તો શું કર્યું છે કે મને મંદિરે જતો અટકાવવામાં આવી રહ્યો છે.” સાથે જ તેમણે મીડિયા સામે તેમ પણ કહ્યું હતું કે, “આજે માત્ર એક જ વ્યક્તિને મંદિરમાં જવાનો અધિકાર છે.” બીજી તરફ રાહુલ ગાંધીને મંદિરમાં પ્રવેશ ન મળતા કોંગ્રેસ પાર્ટી પણ ગીન્નાઈ છે. કોંગ્રેસે આ ઘટનાને રાજકારણ સાથે જોડીને ભાજપ પર આરોપ લગાવ્યા હતા.

    - Advertisement -

    કોંગ્રેસ નેતા જયરામ રમેશે રાહુલ ગાંધીને મંદિરમાં જતા રોક્યા તે મામલે કહ્યું હતું કે, “આ બધું સરકારના દબાવના કારણે થઇ રહ્યું છે, કોંગ્રેસના બે ધારાસભ્યોએ પ્રશાસન પાસેથી સમય માંગ્યો હતો. રાજ્ય સરકારના દબાવમાં આવીને મંદિર પ્રબંધક કમિટી આમ કરી રહી છે. અમને બપોરે ત્રણ વાગ્યે આવવાનું કહેવામાં આવી રહ્યું છે.”

    બાર્દોવા થાનનું મહત્વ

    બર્દોવા થાન 15-16મી સદીમાં સુવિખ્યાત સમાજ અને ધાર્મિક સુધારક તેમજ સંત શ્રીમત શંકરદેવની જન્મભૂમિ હોવાનું કહેવામાં આવે છે. વૈષ્ણવ સમાજમાં આ તીર્થ ધામનું અનેરું મહત્વ પણ છે. આ ઘટનાને લઈને મંદિર પ્રબંધક સમિતિના અધ્યક્ષ જોગેન્દ્ર નાથ દેવ મહંતે બર્દોવા કોંગ્રેસી ધારાસભ્ય શિબામોની બોરાને પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે જણાવ્યું હતું કે અયોધ્યા રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા સમારોહને લઈને અનેક સંગઠનો દ્વારા મંદિરમાં ભક્તિ કાર્યક્રમો ગોઠવેલા છે. આ કારણે મંદિરમાં ખૂબ જ ભીડ હશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં