Monday, November 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવીરોનું અપમાન કરી ભારત જોડશે રાહુલ ગાંધી? હિંદુ દેવી દેવતાઓના અપમાન બાદ...

    વીરોનું અપમાન કરી ભારત જોડશે રાહુલ ગાંધી? હિંદુ દેવી દેવતાઓના અપમાન બાદ ક્રાંતિકારીઓ માટે ઓયોજિત કાર્યક્રમમાં ન પહોંચ્યા

    હિંદુ વિરોધી ટિપ્પણી માટે કુખ્યાત પાદરી જ્યોર્જ પોનૈયાને તેમની મળવા બદલ રાહુલ ગાંધી ઉપર સવાલો ઉઠયા છે તેવામાં હવે તેમણે કેરળમાં ક્રાંતિકારીઓના સન્માન સમારોહમાં હાજરી નહોતી આપી.

    - Advertisement -

    વિઘટિત થઈ રહેલી કોંગ્રેસને જોડવાના ઉદ્દેશ્ય સાથે રાહુલ ગાંધી ‘ભારત જોડો’ની યાત્રા કરી રહ્યા છે. જો કે તેમની આ યાત્રા સતત વિવાદોમાં ઘેરાયેલી રહી છે. શુક્રવારે (9 સપ્ટેમ્બર, 2022) હિંદુ વિરોધી ટિપ્પણી માટે કુખ્યાત પાદરી જ્યોર્જ પોનૈયાને તેમની મળવા બદલ રાહુલ ગાંધી ઉપર સવાલો ઉઠયા છે તેવામાં હવે તેમણે કેરળમાં ક્રાંતિકારીઓના સન્માન સમારોહમાં હાજરી નહોતી આપી. આ પછી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષે વીરોનું અપમાન કરનાર રાહુલ ગાંધી વતી માફી માંગવી પડી હતી.

    મીડિયા અહેવાલો અનુસાર કેરળના બે ક્રાંતિકારીઓ કે મેમણ અને પદ્મશ્રી પી ગોપીનાથન નાયરના સ્મારકનું તિરુવનંતપુરમની NIMS હોસ્પિટલમાં અનાવરણ થવાનું હતું. ક્રાંતિકારીઓના પરિવાર વતી રાહુલ ગાંધીને કેરળ પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડા સુધાકરણની હાજરીમાં આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ, આ પછી પણ તેમણે આ કાર્યક્રમમાં પહોંચવાનું યોગ્ય નહોતું સમજ્યું.

    જણાવવામાં આવી રહ્યું છે કે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સુધાકરણ, યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટના નેતા એમએમ હસન અને સ્થાનિક સાંસદ શશિ થરૂર ક્રાંતિકારીઓના સ્મારક અનાવરણ સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા હતા. પરંતુ, ઘણી રાહ જોયા બાદ પણ રાહુલ ગાંધી પહોંચ્યા ન હતા. આ પછી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સુધાકરનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે ક્રાંતિકારીઓના પરિવારજનોની માફી માંગતો જોવા મળી રહ્યા છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે શુક્રવારે રાહુલ ગાંધીએ હિંદુ વિરોધી ટિપ્પણી માટે કુખ્યાત પાદરી જ્યોર્જ પોનૈયા સાથે મુલાકાત કરી હતી. આ મીટિંગ દરમિયાન થયેલી ચર્ચાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. તે જોઈ શકાય છે કે ઈસુ વિશે સમગ્ર ચર્ચા છે. પાદરી રાહુલ ગાંધીને સમજાવી રહ્યા છે કે ઈસુ જ સાક્ષાત ભગવાન છે.

    રાહુલ ગાંધીને પાણીની ત્રણ અવસ્થાઓના ઉદાહરણ આપીને સમજાવવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી ઈશ્વર પુત્ર છે. તે જ સમયે જ્યોર્જ પોન્નૈયા કહે છે કે ઈસુ વાસ્તવિક ભગવાન છે, તે શક્તિ અને હિન્દુ દેવતાઓ જેવા નથી. વીડિયોમાં પોનૈયાને કહેતા સાંભળી શકાય છે કે, “તે (ઈસુ) મનુષ્ય તરીકે જન્મેલા વાસ્તવિક ભગવાન છે. શક્તિ (હિન્દુ દેવી) અને અન્યની જેમ નહીં.”

    પોતાને ‘જનોઈધારી’ ગણાવતા રાહુલ ગાંધી વીડિયોમાં હિન્દુ દેવી-દેવતાઓના આવા અપમાન પર ચૂપચાપ બેસીને પૂજારીના શબ્દો સાંભળતા જોઈ શકાય છે. પાદરીઓ કહી રહ્યા છે કે ઇસુ વાસ્તવિક ભગવાન છે જ્યારે હિન્દુ દેવતાઓ કાલ્પનિક છે. જોકે, રાહુલ ગાંધી આ અંગે કંઈ બોલતા જોવા નહોતા મળ્યા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં