Sunday, April 21, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટરાહુલ ગાંધીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું અપમાન કર્યું: 'ઠગ' જેવો નિમ્ન શબ્દ વાપરવા...

  રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું અપમાન કર્યું: ‘ઠગ’ જેવો નિમ્ન શબ્દ વાપરવા બદલ ભાજપ આકરા પાણીએ

  આદિત્યનાથને ઠગ કહેવા બદલ રાહુલ પર વળતો પ્રહાર કરતા કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું, "રાહુલ ગાંધીએ પોતાનું નિવેદન પાછું ખેંચવું જોઈએ. ઉત્તર પ્રદેશ આવી વાત સ્વીકારશે નહીં અને સહન કરશે નહીં. રાહુલ ગાંધી સંસદમાં સિનિયર છે, પરંતુ તેઓ હજુ સુધી ગંભીર નથી. "

  - Advertisement -

  કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ઠગ કહી અપમાન કર્યું હોવાની ઘટના સામે આવ્યાં બાદ પ્રદેશનું રાજકારણ ગરમાયું છે. રાહુલે સીએમ યોગીનો ઉલ્લેખ કરીને કહ્યું હતું કે તેઓ કોઈ ધાર્મિક નેતા નહિ પણ એક “મામુલી ઠગ” છે. રાહુલના આ નિવેદન બાદ ભાજપ હવે કોંગ્રેસ પર આકરા પાણીએ છે, તેવામાં ભાજપના અનેક નેતાઓએ તીખી પ્રતિક્રિયાઓ આપી છે.

  અહેવાલો અનુસાર દિલ્હી ખાતે યોજાયેલા કોંગ્રેસના એક કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને “ઠગ” કહ્યાં હતા, આ કાર્યક્રમ ભારત જોડો યાત્રાને અનુલક્ષીને યોજવામાં આવ્યો હતો. જેમાં ઉત્તર પ્રદેશને લાગતો સવાલ કરતા રાહુલે આ વિવાદિત નિવેદન આપ્યું હતું. પોતાના નિવેદનમાં રહુલે કહ્યું હતું કે, “દેશના સહુથી વધુ આબાદી વાળા રાજ્યમાં ભાજપ અધર્મ કરી રહી છે. ઉત્તર પ્રદેશમાં કોઈ પણ ધર્મ હિંસાને ભડકાવવામાં નથી માંગતો, યોગી આદિત્યનાથને તેમની ભાષાને લઈને ધાર્મિક નેતા કહી શકાય નહી, અને ખાલી ભગવો પહેરીને કોઈ ધાર્મિક નેતા નથી નથી બની જતું. તે કોઈ ધાર્મિક નેતા નહિ પણ એક “મામુલી ઠગ” છે.”

  આઘ્લ રાહુલે કહ્યું હતું કે, “પ્રદેશમાં કોઈ ધર્મની આંધી નથી ચાલી રહી” રાહુલે કહ્યું કે તેમણે ઇસ્લામ પઢેલો છે, ઈસાઈ ધર્મ પઢેલો છે, બૌદ્ધ ધર્મના પણ પાઠ ભણેલા છે, પણ કોઈ ધર્મ નફરત ફેલાવાનું નથી કહેતો. “જયારે કોઈ તપસ્વી તપસ્યા કરવાનું બંધ કરી દે છેમ તે ભ્રમની સ્થિતિમાં ચાલ્યો જાય છે, ” આમ કહીને રાહુલે કોંગ્રેસને તપસ્વીઓની પાર્ટી કહી હતી.

  - Advertisement -

  રાહુલ ગાંધીના નિવેદન બાદ ભાજપ આકરા પાણીએ

  રાહુલ ગાંધીના અપમાનજનક નિવેદન બાદ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ રાહુલ ગાંધીને મુંગેરીલાલના સપના જોવા વાળા કહ્યાં હતા, યોગી આદિત્યનાથને ઠગ કહેવા બદલ રાહુલ પર વળતો પ્રહાર કરતા કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું, “રાહુલ ગાંધીએ પોતાનું નિવેદન પાછું ખેંચવું જોઈએ. ઉત્તર પ્રદેશ આવી વાત સ્વીકારશે નહીં અને સહન કરશે નહીં. રાહુલ ગાંધી સંસદમાં સિનિયર છે, પરંતુ તેઓ હજુ સુધી ગંભીર નથી. “

  રાહુલ પર આકરા પ્રહાર કરતા તેમણે એમ પણ કહ્યું કે, “જે વ્યક્તિ આટલી જૂની પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે, 4થી વધુ વખત સાંસદ રહી ચૂક્યા છે. તે મુંગેરીલાલ વડા પ્રધાન બનવાનું સપનું જોઈ રહ્યા છો. તેના મોઢે આવી વાતો નથી શોભતી. ઉત્તર પ્રદેશ ઝડપથી આગળ વધી રહ્યું છે. જ્યારે આવું થાય છે, ત્યારે કોંગ્રેસ અને તેના નેતાઓને સહન નથી થતું. એટલા માટે તેઓ આવી વાતો કરે છે. ” કેશવ પ્રસાદ મૌર્યએ વધુમાં કહ્યું છે કે, “રાહુલે હિન્દુત્વના માસ્ટર ન બનવું જોઈએ. શું છે શાસ્ત્રો, શું છે ગંગા-યમુના-સરસ્વતી સંગમ, રામ જન્મભૂમિ પર કેવી રીતે બની રહ્યું છે મંદિર. તેમને આ બધું ખબર નથી. આવા નિવેદનોથી તેઓ ઉત્તર પ્રદેશનું અપમાન કરી રહ્યા છે. “

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં