Friday, April 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ભારતીય રેલવેની 151 ટ્રેનોનું કરાઈ રહ્યું છે ખાનગીકરણ, અદાણીને અપાયું સંચાલન’: રાહુલ...

    ‘ભારતીય રેલવેની 151 ટ્રેનોનું કરાઈ રહ્યું છે ખાનગીકરણ, અદાણીને અપાયું સંચાલન’: રાહુલ ગાંધી ટ્વિટર પર ફેલાવી રહ્યા હતા દુષ્પ્રચાર, PIBએ પકડી પાડ્યા

    ટ્વિટમાં રાહુલ ગાંધી લખે છે કે, ‘12 લાખ લોકોને  રોજગાર, 2.5 કરોડ દેશવાસીઓની રોજની સેવા- દેશને જોડે છે ભારતીય રેલ.’ પ્રધાનમંત્રીજી, રેલવે દેશની સંપત્તિ છે, તેને ખાનગીકરણ નહીં પરંતુ સશક્તિકરણની જરૂર છે. વેચો નહીં.’

    - Advertisement -

    કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી ફરી ચર્ચામાં છે. ટ્વિટર પર તેમણે દાવો કર્યો હતો કે ભારતીય રેલવ સંપત્તિ, ટ્રેનો, અને સ્ટેશનોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. તેમણે એક વિડીયો શૅર કરીને આ દાવો કર્યો હતો. પરંતુ ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ ટ્વિટર પર જ રાહુલ ગાંધીના આ દાવાનું ફેક્ટચેક કરીને તેની પોલ ખોલી નાંખી હતી. 

    વાયનાડથી કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ શનિવારે (12 નવેમ્બર 2022) 4:09 વાગ્યે એક ટ્વિટ કર્યું હતું. આ ટ્વિટમાં રાહુલ ગાંધી લખે છે કે, ‘12 લાખ લોકોને  રોજગાર, 2.5 કરોડ દેશવાસીઓની રોજની સેવા- દેશને જોડે છે ભારતીય રેલ.’ આગળ રાહુલ ગાંધીએ લખ્યું, ‘પ્રધાનમંત્રીજી, રેલવે દેશની સંપત્તિ છે, તેને ખાનગીકરણ નહીં પરંતુ સશક્તિકરણની જરૂર છે. વેચો નહીં.’

    વિડીયોમાં ‘ભારત જોડો યાત્રા’માં પદયાત્રા કરતી વખતે રાહુલ ગાંધી સાથે ચાલતા કેટલાક લોકો સાથે વાત કરતા સાંભળવા મળે છે. રાહુલ પૂછે છે કે ભારતીય રેલવેના કયા ભાગોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે? જેના જવાબમાં એક વ્યક્તિ કહે છે કે, રેલવે સ્ટેશનો, રેલવે વર્કશોપ, રેલવે હોસ્પિટલનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદ તે વ્યક્તિ ઇન્ટરવ્યુમાં કહે છે કે,  ભારતના ઇતિહાસમાં અમે ક્યારેય રેલવેનું ખાનગીકરણ જોયું નથી, જેથી અમે તેનો વિરોધ કરી રહ્યા છીએ. 

    - Advertisement -

    ત્યારબાદ આગળ વાત કરતાં રાહુલ ગાંધી પૂછે છે કે, તેઓ આ ક્યારથી કરી રહ્યા છે અને તેઓ મોટી કંપનીઓને તેનું સંચાલન આપી રહ્યા છે કે નાની કંપનીઓને? જેના જવાબમાં સાથેના લોકો અંબાણી, અદાણીનું નામ લેતા જોવા મળે છે અને કહે છે કે મોદી સરકાર આમ કરી રહી છે. ત્યારબાદ રાહુલ ગાંધી તેમને પૂછે છે કે, અદાણીને હવે રેલવે પણ મળી છે? જેના જવાબમાં કહેવામાં આવે છે કે, તેમની ટ્રેનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને ભારતની 151 ટ્રેનનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે. 

    રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ આ ટ્વિટ બાદ ભારત સરકારના પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ દાવાની પોલ ખોલી નાંખી હતી. PIB ફેક્ટચેક ટ્વિટર અકાઉન્ટ પરથી આ દાવાને ફર્જી ગણાવીને કહેવામાં આવ્યું કે, ભારતીય રેલવેની 151 ટ્રેન, રેલવે સંપત્તિ, સ્ટેશનો અને હોસ્પિટલોનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યું હોવાનો દાવો સંપૂર્ણ રીતે ફર્જી અને તથ્યહીન છે. સરકારે એમ પણ જણાવ્યું કે, રેલવે મંત્રાલય પોતાની કોઈ સંપત્તિનું ખાનગીકરણ કરવા જઈ રહ્યું નથી. 

    અહીં ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસ નેતાઓ અવારનવાર મોદી સરકાર પર સરકારી સંપત્તિ અદાણી-અંબાણી જેવા ઉદ્યોગપતિઓને વેચી નાંખવાનો આરોપ લગાવતા રહે છે. હવે તેમણે આ પ્રચાર આગળ વધારવા માટે ફેક ન્યૂઝનો સહારો લેવા માંડ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં