Thursday, July 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટરાહુલ ગાંધીએ લંડન યાત્રા માટે વિદેશ મંત્રાલયની મંજૂરી ન લીધી: પહોંચી ગયા...

  રાહુલ ગાંધીએ લંડન યાત્રા માટે વિદેશ મંત્રાલયની મંજૂરી ન લીધી: પહોંચી ગયા પછી કહ્યું કે ભારત એક રાષ્ટ્ર નથી

  રાહુલ ગાંધી હાલમાં લંડનના પ્રવાસે છે, પરંતુ આ પ્રવાસ અગાઉ તેમણે નિયમ અનુસાર વિદેશ મંત્રાલયની રાજકીય મંજૂરી લીધી ન હતી. આમ થવું ક્યારેક ગંભીર બાબત બની શકે છે.

  - Advertisement -

  રાહુલ ગાંધીએ લંડન યાત્રા માટે વિદેશ મંત્રાલયની મંજૂરી લીધી ન હતી, તેઓ આ દિવસોમાં બ્રિટનની મુલાકાતે છે. તેઓ લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ગયા હતા. રાહુલ ગાંધીએ લંડન યાત્રા દરમિયાન કહ્યું હતું કે ભારતમાં સ્થિતિ સારી નથી. ભાજપે દેશભરમાં ઘાસલેટ છાંટવાનું કામ કર્યું છે.

  હવે આ મામલામાં માહિતી સામે આવી છે કે રાહુલ ગાંધી રાજકીય મંજૂરી વગર લંડન ગયા હતા. વાસ્તવમાં, તમામ સાંસદોને તેમના વિદેશ પ્રવાસ પહેલા વિદેશ મંત્રાલય પાસેથી રાજકીય મંજૂરી લેવી પડે છે. ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, રાહુલ ગાંધીએ તેમની તાજેતરની લંડન મુલાકાત પહેલા વિદેશ મંત્રાલય પાસેથી રાજકીય મંજૂરી માટે અરજી કરીને મંજુરી લીધી ન હતી.

  વિદેશ મંત્રાલયની મંજૂરી મેળવવી ફરજિયાત

  - Advertisement -

  મહત્વપૂર્ણ છે કે, તમામ સંસદ સભ્યો માટે વિદેશ પ્રવાસ પહેલા વિદેશ મંત્રાલય પાસેથી રાજકીય મંજૂરી લેવી ફરજિયાત છે. પ્રવાસના ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા પહેલા વેબસાઇટ પર માહિતી મૂકીને વિદેશ મંત્રાલયની મંજૂરી મેળવવી પડશે. પરંતુ રાહુલ ગાંધીએ આ પ્રક્રિયાને અનુસરી ન હતી. આ સિવાય તમામ સાંસદોને વિદેશ મંત્રાલય દ્વારા વિદેશી સરકારો, સંસ્થાઓ વગેરે તરફથી આમંત્રણ મેળવવાનું હોય છે. જો કોઈ સીધું આમંત્રણ મળે તો તેની જાણ વિદેશ મંત્રાલયને કરવાની રહે છે. આ પછી તેમને મંત્રાલયમાંથી રાજકીય મંજૂરી લેવાની હોય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ ગાંધીએ વિદેશ પ્રવાસ પહેલા વિદેશ મંત્રાલયની મંજૂરી લેવી જરૂરી નહોતી સમજી.

  વિદેશ પ્રવાસ દરમિયાન રાહુલે કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી. આ દરમિયાન તેણે કહ્યું હતું કે ભારતની સ્થિતિ સારી નથી. ભાજપે આખા દેશમાં ઘાસલેટ ફેલાવ્યું છે. દેશને ભડકે બળવા માત્ર એક સ્પાર્કની જરૂર છે અને અમે મોટી મુશ્કેલીમાં આવીશું. તેને રોકવાની જવાબદારી વિપક્ષની છે. કોંગ્રેસ લોકો, સમુદાયો, રાજ્યો અને ધર્મોને સાથે રાખીને કાર્ય કરશે. આપણે આ તાપમાન ઘટાડવાની જરૂર છે કારણ કે જો આ તાપમાન ઠંડું નહીં થાય તો વસ્તુઓ ખોટી થઈ શકે છે.

  રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “ભારત એવો દેશ ન બની શકે કે જેને બોલવાની મંજૂરી ન હોય. વડાપ્રધાનનું વલણ ‘મારે સાંભળવું છે’ એવું હોવું જોઈએ. પરંતુ આપણા વડાપ્રધાન સાંભળતા નથી. તમારી પાસે એવો દેશ ન હોઈ શકે કે જેને બોલવાની મંજૂરી ન હોય.”

  જોકે, આ પહેલીવાર નથી કે જ્યારે રાહુલ ગાંધી આ રીતે વિદેશ પ્રવાસે ગયા હોય. નવું વર્ષ હોય, સંસદનું સત્ર હોય, ચૂંટણી હોય કે રાહુલ ગાંધીનો જન્મદિવસ હોય… દરેક મોટા પ્રસંગે તેઓ વિદેશ પ્રવાસ કરે છે. તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે એવા પ્રસંગો ગણાવ્યા હતા કે જ્યારે ગાંધી પરિવારના સભ્યોએ એસપીજીનો અનાદર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે 600 પ્રસંગો એવા છે જેમાં રાહુલ ગાંધીએ આવું કર્યું હતું.

  આ સંદર્ભે આંકડા રજૂ કરતાં તેમણે કહ્યું કે, રાહુલ ગાંધીએ ભારતમાં પ્રવાસ દરમિયાન 1892 વખત SPG નિયમોનું ઉલ્લંઘન કર્યું છે, જ્યારે 2015થી અત્યાર સુધી (2019) તેમની વિદેશ મુલાકાતો દરમિયાન તેમણે 247 વખત SPGના નિયમોનો ભંગ કર્યો છે. તેના પર ગૃહમંત્રી શાહે પૂછ્યું કે આ લોકો પોતાની વિદેશ યાત્રાની માહિતી આટલી છુપાવે છે કેમ?

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં