Tuesday, June 25, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટ‘પયગમ્બર મોહમ્મદનાં વંશજ હતાં મહારાણી એલિઝાબેથ’: અવસાન બાદ દાવો ફરી ચર્ચામાં, શું...

  ‘પયગમ્બર મોહમ્મદનાં વંશજ હતાં મહારાણી એલિઝાબેથ’: અવસાન બાદ દાવો ફરી ચર્ચામાં, શું છે સત્ય?

  બ્રિટનનાં મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું અવસાન થતાં ફરી એ દાવો ચર્ચામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે તેઓ ઇસ્લામિક પયગમ્બર મોહમ્મદનાં વંશજ હતાં.

  - Advertisement -

  ગુરુવારે (8 સપ્ટેમ્બર 2022) બ્રિટિશ રાણી એલિઝાબેથ (દ્વિતીય)નું 96 વર્ષની વયે અવસાન થયું હતું. બ્રિટિશ ક્વીનના અવસાન સાથે જ તેમના ઇસ્લામના પયગમ્બર મોહમ્મદના વંશજો સાથેના સબંધો અંગે વર્ષોથી ચાલતી આવતી ચર્ચાઓ ફરી એકવાર શરૂ થઇ ગઈ છે. બ્રિટિશ રાણીના ફેમિલી ટ્રીનો અભ્યાસ કરનાર ઘણા ઇતિહાસકારો માને છે કે તેઓ ઇસ્લામના સ્થાપકનાં વંશજ હતાં. 

  દાવા મુજબ, બ્રિટિશ રાણી પયગમ્બર મોહમ્મદનાં વંશજ છે. સદીઓ પહેલાં થઇ ગયેલા તેમના વંશજો અંગે માહિતી મેળવવામાં આવતાં ઝૈદા નામની એક મુસ્લિમ રાજકુમારી અને તેનાં સંતાનો સાથે એલિઝાબેથના સંભવિત સબંધ અંગે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. 

  આ દાવો વર્ષ 2018માં ચર્ચામાં આવ્યો હતો, જયારે મોરક્કોના એક અખબારે દાવો કરીને જણાવ્યું હતું કે તેમણે ક્વીન એલિઝાબેથના વંશજોનો સબંધ પયગંબર મોહમ્મદ સાથે શોધી કાઢ્યો છે. મોરક્કોના દૈનિક અખબાર અલ-ઓસ્બોએ માર્ચ 2018ના એક રિપોર્ટમાં બર્કના પિયરેજ પાર્ટનરશિપના પબ્લિશિંગ ડાયરેક્ટર હેરોલ્ડ બી બ્રુક્સ-બેકર દ્વારા કરવામાં આવેલ દાવાઓનું સમર્થન કરીને કહ્યું હતું કે, ક્વીન મોહમ્મદની પુત્રી ફાતિમાના માધ્યમથી પયગંબરના 43મા પ્રત્યક્ષ વંશજ છે. 

  - Advertisement -

  તેમના અભ્યાસ અનુસાર, એલિઝાબેથ દ્વિતીયના વંશજો મધ્યકાલીન મુસ્લિમ સ્પેન અને પયગમ્બરની પુત્રી ફાતિમા થકી 14મી સદીના અર્લ ઑફ કેમ્બ્રિજ સાથે સબંધ ધરાવતા હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, કેટલાક ઇતિહાસકારોને આ દાવા પર સંદેહ છે તો બીજી તરફ પ્રારંભિક-મધ્યકાલીન સ્પેનના વંશવેલાના રેકોર્ડ આ દાવાનું સમર્થન કરે છે તેમજ તેને ઇજિપ્તના પૂર્વ ગ્રાન્ડ મુફ્તી અલી ગોમાએ પણ સમર્થન આપ્યું છે. 

  વર્ષ 2018માં બર્કના પબ્લિશિંગ ડાયરેક્ટર હેરોલ્ડ બી બ્રુક્સ-બેકરે તત્કાલીન વડાપ્રધાન માર્ગરેટ થ્રેચરને પત્ર લખ્યો હતો અને બ્રિટનના રાજપરિવારની સુરક્ષા વધારવાની વિનંતી કરી હતી. તેમજ કહ્યું હતું કે, ‘રાજપરિવારનો સબંધ પયગમ્બર મોહમ્મદ સાથે છે, પરંતુ તેના કારણે એ વાતને લઈને નિશ્ચિંન્ત રહી શકાય નહીં કે મુસ્લિમ આતંકવાદીઓ તેમની ઉપર હુમલો નહીં કરશે.’

  તેમણે કહ્યું હતું કે, “બહુ ઓછા બ્રિટિશ લોકો જાણે છે કે રાણીની નસોમાં મોહમ્મદનું લોહી વહે છે. જેથી આ સબંધ વિશે જાણવું ઘણા લોકો માટે આશ્ચર્યજનક બાબત હશે. જોકે, એ પણ સત્ય છે કે આ બાબત પર તમામ મુસ્લિમ ધર્મગુરુઓ ગર્વ લે છે.”

  પયગમ્બર મોહમ્મદ સાથે એલિઝાબેથના સબંધો અંગે સૌપ્રથમ ઔપચારિક ઉલ્લેખ બર્કના પિયરેજ રિસર્ચમાં કરવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, રાણી મુસ્લિમ રાજકુમારી ઝૈદાનાં વંશજ છે, જે અગિયારમી સદીમાં સેવિલેથી ભાગીને પછીથી ખ્રિસ્તી બની ગઈ હતી. તે સેવિલેના રાજા અલ-મુતામિદ ઇબ્ન અબ્બદની ચોથી પત્ની હતી. તેમને સાંચો નામનો એક પુત્ર થયો હતો. અગિયારમી સદીમાં સાંચોના વંશજે અર્લ ઑફ કેમ્બ્રિજ સાથે લગ્ન કર્યાં હતાં. 

  તસ્વીર: DailyMail UK

  ઉપરાંત, અબ્દેલ-હમિદ અલ-અવની દ્વારા લખવામાં આવેલ મોરક્કન અખબારના લેખ અનુસાર 11મી સદીમાં થઇ ગયેલા સેવિલેના રાજા અબુ અલ-કાસિમ મોહમ્મદ ઈબ્ન અબ્બ્દ ફાતિમાના માધ્યમથી પયગમ્બરનો પ્રયત્ક્ષ વંશજ હતો. 1023માં અલ કાસિમે પોતાના રાજવંશ અબ્બાસિડ્સની સ્થાપના કરી હતી અને સેવિલેનો રાજા બની ગયો હતો. ઝૈદા તેની દીકરીઓ પૈકીની એક હતી. 

  અલ્મોરાવિડ્સ દ્વારા અબબાસિડ્સ સામ્રાજ્ય પર આક્રમણ થતાં મુસ્લિમ રાજકુમારી સ્પેનિશ રાજા મોનાર્ક અલ્ફોન્સો (છઠ્ઠા)ના દરબારમાં ભાગી આવી હતી. જે બાદ તેણે રોમન કેથલિક ધર્મ અપનાવ્યો હતો અને નામ પણ બદલીને ઇસાબેલા કરી નાંખ્યું હતું. જે બાદ તેણે સાંચોને જન્મ આપ્યો, જે કેમ્બ્રિજના ત્રીજા અર્લ રિચર્ડ ઑફ કોનિસબ્રોનો પૂર્વજ હતો, જેના વંશજ પછીથી ઇંગ્લેન્ડના રાજા એડવર્ડ (ચોથા) બન્યા. જે બાદ તેમના વંશજો સ્કોટ્સના રાજા જેમ્સ વી અને ક્વીન મેરી હતા, જેમનો પુત્ર પછીથી ઇંગ્લેન્ડનો રાજા બન્યો. સાંચો કેસ્ટિલેના અલ્ફોન્સોનો પૌત્ર હતો. 

  અહીં એ પણ નોંધવું જરૂરી છે કે, અધિકારીક પુષ્ટિ ન થઇ હોવાના કારણે આ દાવાને માત્ર એક અફવા તરીકે કે હવામાં કહેલી વાતો ગણી કાઢવામાં આવે છે. પરંતુ ખરેખર તેમ નથી અને તેની સંભાવનાઓ પર વિચાર કરી શકાય તેવો છે. કારણ કે યુરોપના મોટાભાગના રાજપરિવાર એકબીજા સાથે સબંધિત છે અને એક સમયે સ્પેનિશ રજવાડાંના ઇસ્લામી રાજપરિવારો સાથે વૈવાહિક અને લોહીના સબંધો પણ હતા. કારણ કે ઇસ્લામી ઉમ્મયદના ઇસ્લામી ખિલાફતે સ્પેનના અનેક વિસ્તારો પર શાસન કર્યું હતું. 

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં