Friday, May 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસવારે રાહુલ ગાંધીનું સભ્યપદ ગયું અને સાંજે કોંગ્રેસના નિર્માણાધીન મુખ્યમથકે પહોંચી ગયાં...

    સવારે રાહુલ ગાંધીનું સભ્યપદ ગયું અને સાંજે કોંગ્રેસના નિર્માણાધીન મુખ્યમથકે પહોંચી ગયાં બુલડોઝર: અતિક્રમણ હટાવાતાં લોકોએ કહ્યું- લાગે છે કોંગ્રેસની કુંડળીમાં રાહુ આવી ગયો છે

    મોહિત નામના યુઝરે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલને ટાંકીને લખ્યું કે, 'PWD દિલ્હી સરકાર હેઠળ આવે છે, દાજ્યા પર મીઠું ભભરાવવાની આ તે કોઈ રીત છે અરવિંદ કેજરીવાલ?'

    - Advertisement -

    આજે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. આ ઝટકામાંથી કોંગ્રેસ પાર્ટીને હજુ કળ વળે તે પહેલાં જ દિલ્હીમાં કોંગ્રેસના નિર્માણધીન મુખ્યમથક પર PWD દ્વારા બુલડોઝર એક્શન હાથ ધરવામાં આવી છે. શુક્રવારે (24 માર્ચ, 2023) સાંજે દિલ્હીના ડીડીયુ રોડ પર બની રહેલા કોંગ્રેસના નવા મુખ્યમથક પર દિલ્હીના લોક નિર્માણ વિભાગ દ્વારા અતિક્રમણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

    મળતી માહિતી મુજબ દિલ્હીમાં કોંગ્રેસના નિર્માણધીન મુખ્યાલય પર PWDએ બુલડોઝર એક્શન લઈને નિર્માણધીન ઈમારતના દાદરને તોડી પાડ્યો છે. રિપોર્ટમાં જણાવ્યા અનુસાર આ બાબતે એક અધિકારીએ જણાવ્યું હતું કે આ દાદર અતિક્રમણ કરીને બનાવવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સર્વેક્ષણ કરતા સામે આવ્યું હતું કે ઈમારતનાં અમુક પગથિયાં ડીડીયુ રોડના ફૂટપાથ પર અતિક્રમણ કરીને બનાવવામાં આવ્યાં હતાં. જેના કારણે આ કાર્યવાહી કરવી જરૂરી હતી.

    ઉલ્લેખનીય છે કે આજે જ (24 માર્ચ 2023) કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને લોકસભાના સભ્યપદેથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. તેવામાં કોંગ્રેસ પાર્ટીના નિર્માણધીન મુખ્યાલય પર કરવામાં આવેલી આ કાર્યવાહી બાદ તેની માહિતી ન્યુઝ એજન્સી ANI દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી હતી. એક જ દિવસમાં કોંગ્રેસ પર થયેલી આ બેવડી કાર્યવાહીથી નેટિઝન્સ પણ પોતાને પ્રતિક્રિયા આપવાથી રોકી શક્યા ન હતા અને ANIના ટ્વીટના કમેંટ સેક્શનમાં ટિપ્પણીઓ કરી હતી.

    - Advertisement -

    પ્રીતિ ગર્ગ નામના યુઝરે હાસ્યના ઈમોજી સાથે પ્રતિક્રિયા આપતા લખ્યું, ‘અરે એક દિવસમાં કેટલાં શોક આપશો!’

    એક યુઝરે કોંગ્રેસી સમર્થકોની પીડાને વાચા આપવાના પ્રયાસ કર્યા હતા. આ માટે તેમણે એક જાણીતા મીમનો ઉપયોગ કર્યો. જેના દ્વારા તેમણે દરરોજ નવા-નવા મુદ્દાઓ પર ધરણાં કરતા કોંગ્રેસી કાર્યકરોની ‘પીડા’ દર્શાવવાના પ્રયાસ કર્યા હતા.

    અન્ય એક ટ્વિટર યુઝરે પીએમ મોદીને સંબોધીને રમૂજી ટિપ્પણી કરી હતી.

    તો મોહિત નામના યુઝરે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલને ટાંકીને લખ્યું કે, ‘PWD દિલ્હી સરકાર હેઠળ આવે છે, દાજ્યા પર મીઠું ભભરાવવાની આ તે કોઈ રીત છે અરવિંદ કેજરીવાલ?’

    તો સોહમે લખ્યું, ‘લાગે છે કોંગ્રેસની કુંડળીમાં રાહુ આવી ગયો છે.’

    ઉલ્લેખનીય છે કે ગઈકાલે સુરતની કોર્ટે બદનક્ષીના એક કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 2 વર્ષની સજા સંભળાવી હતી. જે પછી આજે લોકસભા દ્વારા તેમને ડિસ્ક્વોલિફાય કરવામાં આવ્યા હતા. લોકસભાના સેક્રેટરી દ્વારા જાહેર કરવામાં આવેલા પત્રમાં સુરતની કોર્ટના આદેશનો ઉલ્લેખ કરીને જણાવવામાં આવ્યું કે વાયનાડથી સાંસદ રાહુલ ગાંધી તેઓ દોષિત જાહેર થયાના દિવસથી એટલે કે 23 માર્ચ, 2023થી સભ્યપદેથી બરખાસ્ત થાય છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં