Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદેશના ખાતામાં વધુ એક ગોલ્ડ: ફાઇનલમાં કેનેડિયન શટલરને હરાવીને પીવી સિંધુએ પોતાનો...

    દેશના ખાતામાં વધુ એક ગોલ્ડ: ફાઇનલમાં કેનેડિયન શટલરને હરાવીને પીવી સિંધુએ પોતાનો પહેલો કોમનવેલ્થ ગોલ્ડ જીત્યો

    10મા દિવસે ભારતીય ખેલાડીઓએ 15 ગોલ્ડ મેડલ જીત્યા બાદ 11મા દિવસે પણ ગોલ્ડ સાથે ખાતું ખૂલ્યું છે.

    - Advertisement -

    હાલ ચાલતી કોમનવેલ્થ ગેમ્સમાં એક પછી એક ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે હવે ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ગોલ્ડ જીત્યાં છે. કોમનવેલ્થ ગેમ્સમાં આ તેમનો પહેલો ગોલ્ડ મેડલ છે. તેમણે સોમવારે વિમેન્સ સિંગલ્સની ફાઇનલમાં કેનેડાની ખેલાડીને હરાવીને મેચ જીતી લીધી હતી અને જેની સાથે ગોલ્ડ મેડલ પણ કબજે કરી લીધો હતો. 

    કોમનવેલ્થ ગેમ્સમાં વિમેન સિંગલ્સમાં ભારતનો આ બીજો ગોલ્ડ મેડલ છે. જ્યારે સિંધુ વ્યક્તિગત રીતે પોતાનો પહેલો કોમનવેલ્થ ગોલ્ડ જીત્યાં છે. બે વખતનાં ઓલમ્પિક ચેમ્પિયન પીવી સિંધુએ કોમનવેલ્થ ગેમ્સની પાછલી બે સિઝનમાં 2014માં બ્રોન્ઝ અને 2018માં સિલ્વર મેડલ જીત્યા હતા. 

    સિંધુએ ફાઇનલ મેચમાં કેનેડાની ખેલાડી મિશેલ લીને 2-0થી હરાવી દીધી હતી. તેમણે શાનદાર શરૂઆત કરતાં પહેલી મેચ 21-15થી જીતી લીધી હતી. જે બાદ બીજી મેચમાં પણ તેમણે સારી શરૂઆત કરી હતી. જોકે, મિશેલે પણ લડત આપી પરંતુ તે જીતવામાં સફળ રહી ન હતી અને સિંધુએ બીજી ગેમ પણ જીતી લીધી હતી. જેમાં તેમણે 21-13 સાથે જીત મેળવી લીધી હતી. 

    - Advertisement -

    આ પહેલાં સિંધુએ કોમનવેલ્થની સેમીફાઇનલ મેચમાં સિંગાપોરની જિયા મિનને હરાવી હતી. જેમાં સિંધુએ 21-19, 21-17થી જીતીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જે બાદ ફાઇનલમાં પણ બંને મેચ જીતીને ગોલ્ડ મેડલ જીતી લીધું છે. આ ભારતનો બેડમિન્ટનમાં પહેલો ગોલ્ડ છે. 

    10મા દિવસે ભારતે કુલ 15 મેડલ જીતી લીધા હતા. જયારે 11મા દિવસે ગોલ્ડ સાથે ખાતું ખુલ્યું છે. 

    ભારત અત્યાર સુધીમાં 19 ગોલ્ડ મેડલ જીતીને ટેલીમાં ચોથા ક્રમે પહોંચી ચૂક્યું છે. 19 ગોલ્ડ સાથે, ભારતે 15 સિલ્વર અને 22 બ્રોન્ઝ મેડલ પણ જીતી લીધા છે. હવે ભારત પસે કુલ 56 મેડલ આવી ગયા છે. ટેબલમાં ત્રીજા સ્થાને કેનેડા (26 ગોલ્ડ મેડલ), બીજા ક્રમે 55 મેડલ સાથે ઇંગ્લેન્ડ અને ત્રીજા ક્રમે 66 મેડલ સાથે ઓસ્ટ્રેલિયા પહેલા ક્રમે છે. 

    પીવી સિંધુએ ગોલ્ડ જીત્યા બાદ હવે બીજા ગોલ્ડ પર ભારતની નજર છે. આ લખાય રહ્યું છે ત્યાં સુધીમાં મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેનની મેચ શરૂ થઇ ગઈ છે. તેઓ મલેશિયાના યોંગ સામે રમી રહ્યા છે. જોકે, લક્ષ્યે પહેલી ગેમમાં 11-9 સાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ગોલ્ડ જીતવા માટે તેમણે વધુ જોર લગાવવું પડશે. 

    આ ઉપરાંત, બપોરે ત્રણ વાગ્યે મેન્સ ડબલ્સ મેચ શરૂ થશે. જેમાં સાત્વિક સાઇરાજ રાંકીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી દેશનું પ્રતિનિધિત્વ  કરશે. તદુપરાંત, ભારતીય હોકી ટીમ ગોલ્ડ માટે ઓસ્ટ્રેલિયા સામે રમવા ઉતરશે. આ મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે પાંચ વાગ્યે શરૂ થવા જઈ રહી છે. આ ઉપરાંત ટેબલ ટેનિસ મુકાબલો સાંજે ચાર વાગ્યે શરૂ થશે. આ બ્રોન્ઝ મેડલ મેચ છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં