Sunday, July 21, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટટાઇમ્સ નાઉ નવભારતનાં મહિલા પત્રકારની પંજાબ પોલીસે કરી ધરપકડ, મહિલાને કારથી ટક્કર...

  ટાઇમ્સ નાઉ નવભારતનાં મહિલા પત્રકારની પંજાબ પોલીસે કરી ધરપકડ, મહિલાને કારથી ટક્કર મારવાનો આરોપ: નેટિઝન્સે કહ્યું- ‘કેજરીવાલ સામેના ઓપરેશન શીશમહલનો બદલો’

  શુક્રવારે (5 મે, 2023) ટાઈમ્સ નેટવર્કનાં ગ્રુપ એડિટર નાવિકા કુમારે એક વિડીયો શૅર કર્યો હતો, જેમાં પંજાબ પોલીસ ટાઈમ્સ નાઉ નવભારતનાં પત્રકાર ભાવના કિશોરની અટકાયત કરતી જોવા મળે છે.

  - Advertisement -

  પોતાને ‘આમ આદમી’ ગણાવતા આપ નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાના સમયમાં પોતાના નિવાસસ્થાનનું રિનોવેશન કરવા માટે 45 કરોડ ખર્ચ્યા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. આ ઘટસ્ફોટ ‘ટાઇમ્સ નાઉ નવભારત’ દ્વારા તેમના શો ‘ઓપરેશન શીશમહલ’માં કરવામાં આવ્યો હતો. આ સ્ટોરી કવર કરનારા ટાઈમ્સ નાઉ નેટવર્કના મહિલા પત્રકારની તાજેતરમાં રૅશ ડ્રાઇવિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

  રિપોર્ટ અનુસાર, શુક્રવારે (5 મે, 2023) એક મહિલાને સ્પીડમાં આવતી કારે ટક્કર મારી હતી અને તે ઈજાગ્રસ્ત થઈ હતી. આ મામલે પોલીસે ત્રણ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. આ ત્રણ વ્યક્તિઓની ઓળખ ભાવના કુમારી, મૃત્યુંજય કુમાર અને ડ્રાઈવર પરમિંદર સિંઘ તરીકે થઈ છે. ભાવના ટાઇમ્સ નાઉ નવભારતમાં પત્રકાર છે જેમણે ‘ઓપરેશન શીશમહલ’માં કેજરીવાલ અંગે મોટો ખુલાસો કર્યો હતો. તો તેમની સાથે કારમાં સવાર વ્યક્તિ ક્રૂ મેમ્બર છે.

  પીડિતા મહિલા ગગને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે મોહલ્લા ક્લિનિકના ઉદ્ઘાટનમાં હાજરી આપવા જઈ રહી હતી ત્યારે એક ઇનોવા એસયુવીએ તેને ટક્કર મારી હતી, જેના કારણે તેના જમણા હાથ પર ઈજા થઈ હતી. અકસ્માતમાં તેનો ફોન પણ તૂટી ગયો હતો. મહિલાએ કહ્યું કે, અકસ્માત બાદ પેસેન્જરો (ભાવના કુમારી અને મૃત્યુંજય કુમાર)એ ગાડીમાંથી બહાર નીકળીને તેની સાથે બોલાચાલી કરી હતી અને જાતિવાદી અપશબ્દો ઉચાર્યા હતા.

  - Advertisement -

  પોલીસે કારમાં બેઠેલા લોકો વિરુદ્ધ આઈપીસીની કલમ 279, 337 અને 427 તેમજ SC અને ST એક્ટની કલમ 3 અને 4 હેઠળ લુધિયાણામાં ડિવિઝન નંબર 3 પોલીસ સ્ટેશન, સેન્ટ્રલ સબડિવિઝનમાં કેસ નોંધ્યો છે.

  ભાજપના ગુરુદેવ શર્મા સહિતના કાર્યકરો પત્રકારના સમર્થનમાં પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે, મહિલા પત્રકારની પહેલા અટકાયત કરવામાં આવી હતી અને આ મામલે ચેનલના એડિટર ઉપરાંત નેટિઝન્સે પંજાબ પોલીસ પર એવો આરોપ મૂક્યો હતો કે, તેઓ ‘ઓપરેશન શીશમહલ’નો બદલો લઈ રહ્યા છે.

  શુક્રવારે (5 મે, 2023) ટાઈમ્સ નેટવર્કનાં ગ્રુપ એડિટર નાવિકા કુમારે એક વિડીયો શૅર કર્યો હતો, જેમાં પંજાબ પોલીસ ટાઈમ્સ નાઉ નવભારતનાં પત્રકાર ભાવના કિશોરની અટકાયત કરતી જોવા મળે છે.

  નાવિકા કુમારે ટ્વિટ કરીને પંજાબ સીએમ ભગવંત માન અને AAP ચીફ કેજરીવાલને ટેગ કરીને પત્રકારની મુક્તિ માટેની માંગ કરી હતી અને એમ પણ જણાવ્યું કે પંજાબ પોલીસે તેમને 7 કલાકથી હિરાસતમાં રાખ્યાં છે. તેમણે જણાવ્યું કે, તેમની ઉપર અકસ્માતનો આરોપ લગાવવામાં આવ્યો છે પરંતુ તેઓ તો ગાડી ચલાવી પણ રહ્યાં ન હતાં. તેમણે આ ઘટનાને મીડિયા પર હુમલો પણ ગણાવ્યો.

  આ સાથે તેમણે #Sheeshmahalbadla નામનું એક હૅશટેગ પણ વાપર્યું હતું. તાજેતરમાં ટાઈમ્સ નાઉ ચેનલે ‘ઓપરેશન શીશમહલ’માં ઘટસ્ફોટ કર્યો હતો કે કઈ રીતે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલે લોકોના પૈસે 45 કરોડ રૂપિયાના ખર્ચે ઘરમાં રીનોવેશન કરાવ્યું હતું. નાવિકાએ એ તરફ સંકેત કરીને કહ્યું કે, તેનો બદલો લેવામાં આવી રહ્યો છે.

  ટ્વીટના જવાબમાં ભાજપના નેતા તજિન્દર બગ્ગાએ લખ્યું હતું કે, “ગત વર્ષે 6 મેના રોજ પંજાબ પોલીસે અરવિંદ કેજરીવાલના નિર્દેશ પર મારું અપહરણ કર્યું હતું. આજે 5 મેના રોજ પંજાબ પોલીસે ટાઈમ્સ નાઉના મહિલા રિપોર્ટર ભાવના કિશોરનું કેજરીવાલના શીશમહલનો પર્દાફાશ કરવા બદલ અપહરણ કર્યું છે. રાજ્યમાં ડ્રગ્સને રોકવામાં નિષ્ફળ રહેલી પંજાબ પોલીસ કેજરીવાલના ઈશારે નાચી રહી છે.”

  ‘આમ આદમી પાર્ટી’ના નેતા કેજરીવાલે 45 કરોડના ખર્ચે બનાવ્યો શીશમહેલ

  ઓપરેશન શીશમહલમાં ટાઈમ્સ નાઉએ ખુલાસો કર્યો હતો કે, કોરોનાના સમયમાં કેજરીવાલે 45 કરોડના ખર્ચે ઘરનું રિનોવેશન કરાવ્યું હતું. જેમાં પડદા પાછળ લાખો ખર્ચાયા હતા તો બાથરૂમો બનાવવા પાછળ દોઢ કરોડનો ખર્ચ થયો હતો. ઉપરાંત, ઘરમાં લગાવવા માટેના માર્બલ વિયેતનામથી મંગાવવામાં આવ્યા હતા. આ સિવાય પણ ઉચ્ચ કક્ષાની વસ્તુઓ વાપરીને કેજરીવાલે 45 કરોડનો શીશમહેલ બનાવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

  થોડા દિવસ પહેલાં કેજરીવાલના આ આલીશાન ઘરની તસ્વીરો પણ સામે આવી હતી, જેમાં ઘરની ભવ્યતા જોવા મળે છે. સમગ્ર ઓપરેશન બાદ આમ આદમી પાર્ટી બેકફૂટ પર જોવા મળી રહી છે.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં