Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસિદ્ધુ કેદી નંબર 241383, પહેલી રાતે જેલનું ભોજન ગળે ન ઉતર્યું, માત્ર...

    સિદ્ધુ કેદી નંબર 241383, પહેલી રાતે જેલનું ભોજન ગળે ન ઉતર્યું, માત્ર દવા લીધીઃ પટિયાલા સેન્ટ્રલ જેલમાં નવજોત સિંહ સિદ્ધુને મળી નવી ઓળખ

    દરરોજ કામ કરવાને બદલે 30 થી લઈને 90 રૂપિયા સુધીનું વેતન મળશે. અહીં તેને રહેવા માટે 10×15 ની બેરેક આપવામાં આવી છે, જેમાં પહેલાથી જ ચાર કેદીઓ સજા ભોગવી રહ્યા છે.

    - Advertisement -

    સિદ્ધુ કેદી નંબર 241383 , જી હા, પંજાબ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને પટિયાલા સેન્ટ્રલ જેલમાં નવી ઓળખ મળી છે. આ ઓળખ છે ‘કેદી નંબર 241383’. કોંગ્રેસના નેતા શુક્રવારે (20 મે 2022) 34 વર્ષ જૂના રોડ રેઝ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી એક વર્ષની સજા મેળવ્યા બાદ જેલમાં પહોંચ્યા હતા. જ્યાં સિદ્ધુ કેદી નંબર 241383 તરીકે ઓળખાશે.

    અહેવાલો અનુસાર, જેલમાં રહેલા તમામ કેદીઓને તેમના નંબર દ્વારા ઓળખવામાં આવે છે. જેમાં કોંગ્રેસ નેતા સિદ્ધુને ‘કેદી નંબર 241383’ની ઓળખ મળી છે. અહીં તેમને એક વર્ષની સખત કેદની સજા ભોગવવી પડશે. આ દરમિયાન તેમને દરરોજ કામ કરવાને બદલે 30 થી લઈને 90 રૂપિયા સુધીનું વેતન મળશે. અહીં તેને રહેવા માટે 10×15 ની બેરેક આપવામાં આવી છે, જેમાં પહેલાથી જ ચાર કેદીઓ સજા ભોગવી રહ્યા છે. જેમાંથી બે પૂર્વ પોલીસકર્મી અને બે સામાન્ય નાગરિક છે.

    સિદ્ધુએ શુક્રવારે (20 મે 2022)સાંજે આત્મસમર્પણ કર્યું હતું. તેને જેલમાં મોકલવામાં આવ્યા બાદ, જેલ મેન્યુઅલ મુજબ, તેમને સાંજે 7:15 વાગ્યે જમવાં માટે દાળ અને રોટલી આપવામાં આવી હતી. જોકે તેમણે જમ્યા વગરજ માત્ર દવા લીધી હતી. રિપોર્ટમાં જેલના એક અધિકારી મારફતે જણાવવામાં આવ્યું છે કે “જેલમાં તેમના માટે જમવાંની અલગ કોઈ ખાસ વ્યવસ્થા નથી. જો ડૉક્ટર કોઈ ખાસ ખોરાકની ભલામણ કરે, તો તેઓ જેલની કેન્ટીનમાંથી ખરીદી શકે છે અથવા તે જાતે બનાવી શકે છે.”

    - Advertisement -

    કેદી નંબર 241383ને જેલમાં શું શું મળ્યું?

    જેલમાં સિદ્ધુને એક ખુરશી ટેબલ, કેદીઓના સફેદ કપડાં, એક કબાટ, 2 પાઘડી, એક ધાબળો, એક પલંગ, ત્રણ અન્ડરવેર અને વેસ્ટ, 2 ટુવાલ, એક મચ્છરદાની, નોટબુક અને પેન, 2 જોડી શૂઝ, 4 જોડી લેંઘા-જ્ભ્ભા અને 2 ઓછાળ આપવામાં આવ્યા છે.

    ઉલ્લેખનીય છે કે, 1988ના એક રોડ રેઝ કેસમાં એક વૃદ્ધનું મોત થયું હતું. ચાર વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે આ કેસમાં ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા સિદ્ધુને 1000 રૂપિયાનો દંડ ફટકારીને નિર્દોષ જાહેર કર્યા હતા. રિપોર્ટ અનુસાર, આ કેસમાં મૃત્યુ પામેલા ગુરુનામ સિંહ નામના વૃદ્ધના પરિવારે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટનો તાજેતરનો નિર્ણય આવ્યો હતો જેમાં સિધ્ધુને 1 વર્ષની સખત કેદ ની સજા થઇ હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં