Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઘર પાસેથી મળી આવ્યો બૉમ્બ, પોલીસ-બૉમ્બ સ્ક્વૉડ ઘટનાસ્થળે

    પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઘર પાસેથી મળી આવ્યો બૉમ્બ, પોલીસ-બૉમ્બ સ્ક્વૉડ ઘટનાસ્થળે

    આ બૉમ્બ ભગવંત માનના હેલિપેડ નજીકથી મળી આવ્યો હતો. જ્યાંથી તેમનું નિવાસસ્થાન એક-બે કિલોમીટર દૂર આવેલ છે. આ વિસ્તાર કાયમ સુરક્ષા હેઠળ રહે છે.

    - Advertisement -

    પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ઘરની પાસેથી એક બૉમ્બ મળી આવવાના અહેવાલો મળી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ અને બૉમ્બ સ્ક્વૉડ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી. 

    ચંદીગઢ ડિઝાસ્ટર મેનેજમેન્ટના નોડલ ઓફિસર સંજીવ કોહલીએ જણાવ્યું કે, અહીં એક જીવિત બૉમ્બશેલ મળી આવ્યો હતો. પોલીસ અને બૉમ્બ સ્ક્વૉડની મદદથી તેને સિક્યોર કરી લેવામાં આવ્યો હતો. આર્મીની ટીમને પણ જાણ કરવામાં આવી છે. હાલ વિસ્તારની ઘેરાબંધી કરીને તપાસ ચાલી રહી છે. 

    એક રિપોર્ટ અનુસાર, આ બૉમ્બ ભગવંત માનના હેલિપેડ નજીકથી મળી આવ્યો હતો. જ્યાંથી તેમનું નિવાસસ્થાન એક-બે કિલોમીટર દૂર આવેલ છે. આ વિસ્તાર કાયમ સુરક્ષા હેઠળ રહે છે તેમજ હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરનું નિવાસસ્થાન પણ ત્યાંથી નજીક જ હોવાનું જાણવા મળ્યું છે. ઉપરાંત, પંજાબ અને હરિયાણા સરકારનાં સચિવાલયો અને વિધાનસભા ભવન પણ ત્યાંથી નજીક હોવાનું અહેવાલો જણાવી રહ્યા છે. 

    - Advertisement -

    સ્થાનિક ડીએસપીએ આ મામલે જણાવ્યું કે, બૉમ્બ ડિસ્પોઝલ સ્ક્વૉડે વિસ્તાર સુરક્ષિત કરી લીધો છે, અમે સેનાએને પણ મદદ માટે વિનંતી કરી છે. પોલીસે આગળની તપાસ કરી રહી છે. એમ પણ જણાવવામાં આવ્યું કે, આ સરહદી વિસ્તાર હોવા ઉપરાંત વીઆઈપી લોકોનાં ઘરો પણ નજીકમાં જ આવેલાં હોવાથી ગંભીરતાથી તપાસ કરવામાં આવશે. 

    હજુ સુધી આ બૉમ્બ ત્યાં કઈ રીતે મૂકાયો અને તેની પાછળ કોનો હાથ છે તે જાણી શકાયું નથી. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં