Monday, September 16, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપંજાબમાં તલવંડી સાબોના AAP ધારાસભ્યને પતિ દ્વારા થપ્પડ મારવાનો વિડીયો વાઇરલ, મહિલા...

    પંજાબમાં તલવંડી સાબોના AAP ધારાસભ્યને પતિ દ્વારા થપ્પડ મારવાનો વિડીયો વાઇરલ, મહિલા આયોગ હરકતમાં

    વિડીયોમાં તલવંડી સાબોના બે વખતના AAP ધારાસભ્ય, બલજિંદર કૌરને દલીલ દરમિયાન તેમના પતિ સુખરાજ સિંહની નજીક જતા જોઈ શકાય છે. તેનો પતિ, ગુસ્સામાં, તેની ખુરશી પરથી ઉભો થાય છે અને તેને થપ્પડ મારે છે.

    - Advertisement -

    પંજાબમાં AAP ધારાસભ્ય બલજિન્દર કૌરને તેના પતિ દ્વારા થપ્પડ મારવામાં આવી હોવાનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. 10 જુલાઈના રોજ 50-સેકન્ડના વિડિયોમાં કોઈ અજાણ્યા મુદ્દા પર બોલાચાલી પછી બલજિન્દર કૌરને તેના પતિ દ્વારા કથિત રૂપે થપ્પડ મારવામાં આવી હતી.

    વીડિયોમાં કૌરને તેના પતિ સુખરાજ સિંહ સાથે દલીલ કરતા સાંભળી શકાય છે. અચાનક, સિંહ ઉભો થાય છે અને ગુસ્સામાં કૌરને થપ્પડ મારી દે છે, જેના પગલે દંપતીની નજીક ઉભેલા કેટલાક લોકો દરમિયાનગીરી કરે છે અને તેને દૂર ધકેલવાનો પ્રયાસ કરે છે.

    દેખીતી રીતે, તલવંડી સાબોમાં તેમના ઘરમાં રેકોર્ડ કરાયેલા સીસીટીવી ફૂટેજ વાયરલ થયા છે. તેમ છતાં ધારાસભ્ય અને તેમના પતિ બંનેએ વાયરલ વિડિયો પર હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી, પંજાબ મહિલા આયોગ મનીષા ગુલાટીએ મીડિયાને કહ્યું કે આ વિષયમાં કમિશન સુઓમોટો નોટિસ લેશે.

    - Advertisement -

    ગુલાટીએ કહ્યું, “જો કોઈ શિક્ષિત વ્યક્તિ કે જે ચૂંટાયેલા ધારાસભ્ય બને છે તે આ ઘરેલું હિંસામાંથી પસાર થાય છે, તો કલ્પના કરો કે સેંકડો મહિલાઓ કે જેઓ બોલવા માટે પૂરતી શક્તિશાળી નથી તેઓ શું કરશે.” કથિત ઘટના વિશે વાત કરવા આગળ વારંવાર પ્રયત્નો કરવા છતાં, કૌર તેની ટિપ્પણી માટે ઉપલબ્ધ ન હતા.

    પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા પ્રતાપ બાજવાએ કહ્યું, “તે એક વિચલિત કરનાર વીડિયો છે. જો કે આ એક પારિવારિક મામલો છે અને તેઓએ પરિવારમાં જ તેનો ઉકેલ લાવવો જોઈએ, પરંતુ તે જ સમયે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે એક ચૂંટાયેલી મહિલા ધારાસભ્ય આમાંથી પસાર થઈ રહી છે. AAP મહિલાઓના સશક્તિકરણની બડાઈ કરીને સત્તામાં આવી હતી. સરકાર તરીકે, તેઓએ તેને ઉકેલવું જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે આ રાજ્યના યુવાનોની ખોટી છબી ન બને.”

    પતિ પત્ની બંને છે પંજાબ AAPમાં મોટા હોદ્દા પર

    AAPની વેબસાઇટ અનુસાર, કૌર AAPની રાષ્ટ્રીય કાર્યકારિણીની સભ્ય છે અને પંજાબમાં પાર્ટીની મહિલા પાંખની અધ્યક્ષ છે. ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શન મુવમેન્ટ સાથે સંકળાયેલા પછી, તે આમ આદમી પાર્ટીમાં જોડાઈ અને તલવંડી સાબો મતવિસ્તારમાંથી 2017ની પંજાબની ચૂંટણી લડી જ્યાં તે 19,293 મતોના માર્જીનથી જીતી ગઈ હતી.

    AAP ધારાસભ્ય બલજિન્દર કૌરે 2009માં પંજાબ યુનિવર્સિટી, પટિયાલામાંથી એમ ફિલ કર્યું હતું. રાજકારણમાં જોડાતા પહેલા, કૌર ફતેહગઢ સાહિબ ખાતે માતા ગુજરી કૉલેજમાં અંગ્રેજીના પ્રોફેસર હતા.

    નોંધનીય છે કે AAP ધારાસભ્ય બલજિન્દર કૌરનો પતિ સુખરાજ સિંહ પણ પંજાબના માઝા વિસ્તારનો આમ આદમી પાર્ટીનો યુવા મોરચાનો કન્વીનર છે. બંનેએ ફેબ્રુઆરી 2019માં લગ્ન કર્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં