Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટટેક્નોલોજીનો ઉપયોગ કરવાને બદલે AAP સરકારે પ્રદુષણ માટે દોષનો ટોપલો કેન્દ્ર પર...

    ટેક્નોલોજીનો ઉપયોગ કરવાને બદલે AAP સરકારે પ્રદુષણ માટે દોષનો ટોપલો કેન્દ્ર પર ઢોળી મૂક્યો: પંજાબમાં પરાળ સળગાવવાની વધતી ઘટનાઓ

    વાયુ પ્રદૂષણ પર કેન્દ્ર સરકારની પેનલ દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકન મુજબ, AAPની આગેવાની હેઠળની પંજાબ સરકારે સળગતા પરાળને રોકવા માટે કોઈ નક્કર પગલાં લીધાં નથી.

    - Advertisement -

    રાજધાની દિલ્હીની હવા વધુને વધુ ઝેરી બની રહી છે. ગુરુવારે (3 નવેમ્બર 2022) વાયુ ગુણવત્તા સૂચકાંક 400 અને 900ની વચ્ચે નોંધવામાં આવ્યો હતો. જે ખતરનાક શ્રેણીમાં આવે છે. રાષ્ટ્રીય રાજધાની ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગઈ છે. બીજી તરફ, આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓ તેમની જવાબદારીઓથી છટકીને દોષનો ટોપલો કેન્દ્ર પર ઢોળી રહ્યા છે.

    વાયુ પ્રદૂષણ પર કેન્દ્ર સરકારની પેનલ દ્વારા કરવામાં આવેલા મૂલ્યાંકન મુજબ, AAPની આગેવાની હેઠળની પંજાબ સરકારે સળગતા પરાળને રોકવા માટે કોઈ નક્કર પગલાં લીધાં નથી. કેન્દ્રએ એ પણ માહિતી આપી કે યુપી, હરિયાણા અને દિલ્હીમાં બાયો-ડિગ્રેડેબલનો ઉપયોગ સફળ રહ્યો છે. પરંતુ પંજાબમાં સ્ટબલ મેનેજમેન્ટની તકનીકોનો ઉપયોગ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કોઈ પ્રયાસ કરવામાં આવ્યો ન હતો અને દોષનો ટોપલો કેન્દ્ર પર ઢોળી મૂકવામાં આવ્યો હતો.

    પંજાબથી વિપરીત હરિયાણા અને ઉત્તર પ્રદેશે અનુક્રમે 500,000 એકર અને 138,000 એકરમાં બાયો-ડિગ્રેડેબલનો ઉપયોગ કરવાનું પસંદ કર્યું. પંજાબે તેનો ઉપયોગ માત્ર 7,500 એકરમાં કર્યો હતો. Nurture Farms એ CSR પહેલ દ્વારા રાજ્યમાં અન્ય 250,000 એકરમાં બીજા બાયો ડિકમ્પોઝરનો ઉપયોગ કર્યો. પેનલે નોંધ્યું હતું કે માત્ર બાયો-ડિકોમ્પોઝર જ નહીં પરંતુ સરકાર પણ શેષ વ્યવસ્થાપન મશીનોને અસરકારક રીતે ગોઠવવામાં નિષ્ફળ રહી છે.

    - Advertisement -

    પંજાબમાં પરાળ સળગાવવાના કેસમાં વધારો

    હાલના ડેટા મુજબ ગયા વર્ષની સરખામણીમાં 15 સપ્ટેમ્બરથી 1 નવેમ્બર વચ્ચે 33.5% નો વધારો નોંધાયો છે. ગયા વર્ષે 15,065 કેસ નોંધાયા હતા, જ્યારે 2022 માં આવા 17,846 કેસ નોંધાયા હતા. ET અનુસાર, 2021માં 1 નવેમ્બરના રોજ પરાળ સળગાવવાની 1796 ઘટનાઓ બની હતી. જે 2022માં વધીને 1,846 થઈ. નોંધનીય છે કે પંજાબમાં હજુ 40% પાક લણવાનો બાકી છે અને આગામી સપ્તાહોમાં આવી વધુ ઘટનાઓ વધવાની ધારણા છે.

    ડેટા દર્શાવે છે કે અમૃતસર, સંગરુર, ફિરોઝપુર, ગુરદાસપુર, કપૂરથલા, પટિયાલા અને તરનતારન જિલ્લામાં 70% ખેતરોમાં આગ લાગી હતી. આ જિલ્લાઓને 2021માં પણ લાલ ધ્વજ આપવામાં આવ્યો હતો.

    હરિયાણા-યુપીમાં પરાળ સળગાવવાના કેસમાં ઘટાડો

    મળતી માહિતી મુજબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પરાળ સળગાવવાના મામલાઓને ઘટાડવા માટે મોટા પાયે કામ કરવામાં આવી રહ્યું છે. 2021 માં, હરિયાણામાં 3,038 સ્ટબલ સળગાવવાના કેસ નોંધાયા હતા. જ્યારે આ વર્ષે આવા માત્ર 2,083 કેસ નોંધાયા છે. એટલે કે 24%નો સીધો ઘટાડો છે. એનસીઆરની આસપાસ 2021માં 53 સ્ટબલ બાળવાના કેસ હતા, જે આ વર્ષે ઘટીને 33 થઈ ગયા છે.

    ‘આપ’નો કેન્દ્ર પર આરોપ

    પંજાબમાં AAP સરકારે ખેડૂતો માટે રોકડ પ્રોત્સાહન (પરાળ ન બાળવા માટે) માટે કેન્દ્રનો સંપર્ક કર્યો હતો, જેને નકારી કાઢવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં ‘આપ’ સરકારે કેન્દ્ર પર દિલ્હીને ગેસ ચેમ્બરમાં ફેરવવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ કેન્દ્ર સરકારે આંકડાઓ રજૂ કરીને AAP સરકારનો પર્દાફાશ કર્યો છે. 1,20,000 પાકના અવશેષોના મશીનો ઇન્સ્ટોલ કરવામાં નિષ્ફળ ગયેલી પંજાબ સરકાર ખુલ્લી પડી છે. કેન્દ્રએ જણાવ્યું હતું કે 2022-23 સહિત છેલ્લા 5 વર્ષમાં 1,347 કરોડ રૂપિયા પંજાબને મોકલવામાં આવ્યા છે જેથી પરાળ સળગવાના કિસ્સાઓ ઘટાડવામાં આવે. પરંતુ સંસાધનોનો અસરકારક ઉપયોગ કરવાને બદલે પંજાબ સરકાર તેની ભૂલ માટે કેન્દ્ર અને પડોશી રાજ્યોને જવાબદાર ઠેરવી રહી છે.

    ઉલ્લેખનીય છે કે દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે 30 ઓક્ટોબર, 2022ના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યમાં પ્રદૂષણ માટે ઉત્તર પ્રદેશની સરકારી બસોને જવાબદાર ઠેરવી હતી. ગોપાલ રાયે કહ્યું હતું કે, “ઉત્તર પ્રદેશની સરકારી બસોને કારણે રાજ્યમાં પ્રદૂષણ વધી રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે યુપી સરકારી બસોમાંથી નીકળતા ધુમાડાને કારણે દિલ્હીના આનંદ વિહાર અને વિવેક વિહારમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) નીચા સ્તરે પહોંચી ગયો છે. આથી, તેઓ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આ બસોની તપાસ કરાવવાની અપીલ કરે છે.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં