Monday, May 20, 2024
More
  હોમપેજદેશપૂણેમાં PM મોદીને લોકમાન્ય તિલક એવોર્ડ એનાયત: વડાપ્રધાને પુરસ્કારની રાશિ નમામિ ગંગે...

  પૂણેમાં PM મોદીને લોકમાન્ય તિલક એવોર્ડ એનાયત: વડાપ્રધાને પુરસ્કારની રાશિ નમામિ ગંગે પરિયોજનામાં આપી, તેમની સાથે મંચ પર જોવા મળ્યા શરદ પવાર

  પ્રધાનમંત્રી મોદીએ ધન રાશિની રકમ દાન કરતાં કહ્યું કે, "જેના નામમાં જ ગંગાધર હોય, એના નામ પર મળેલી રાશિને પણ ગંગાજીને સમર્પિત કરું છું. મે પુરસ્કાર રાશિ નમામિ ગંગે પરિયોજના માટે દાન કરવાનો નિર્ણય કર્યો છે."

  - Advertisement -

  1લી ઓગસ્ટ, મંગળવારે મહારાષ્ટ્રના પૂણેમાં PM નરેન્દ્ર મોદીને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રના વિકાસ અને પ્રગતિ માટે કાર્યરત વ્યક્તિઓને આપવામાં આવે છે. આ પુરસ્કારની ધન રાશિ પ્રધાનમંત્રી મોદી દ્વારા નમામિ ગંગે પરિયોજનામાં દાન કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીએ આ ક્ષણને અવિસ્મરણીય ગણાવી હતી. નરેન્દ્ર મોદીની સાથે મંચ પર મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, બંને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારની સાથે જ શરદ પવાર પણ જોવા મળ્યા હતા.

  અહેવાલોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના પૂણે શહેરમાં તિલક સ્મારક મંદિર ટ્રસ્ટ દ્વારા PM મોદીને લોકમાન્ય તિલક પુરસ્કાર એનાયત કરાયો હતો. PM મોદીએ આ ક્ષણને અવિસ્મરણીય ગણાવી હતી અને કહ્યું હતું કે, “હું આ એવોર્ડને 140 કરોડ દેશવાસીઓને સમર્પિત કરું છું.” આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પુરસ્કારની સાથે મળેલી ધન રાશિ ને નમામિ ગંગે પરિયોજનામાં દાન કરવાની ઘોષણા કરી હતી.

  શું બોલ્યા PM મોદી ?

  પૂણેમાં યોજાયેલ કાર્યક્રમમાં PM મોદીએ કહ્યું કે, “આજનો આ દિવસ મારા માટે ખૂબ જ અગત્યનો છે , હું અહિયાં આવીને જેટલો ઉત્સાહિત છું એટલો જ ભાવુક પણ છું. હમણાં થોડા સમય પહેલા મે મંદિરમાં ગણપતિજીના આશીર્વાદ લીધા. લોકમાન્ય તિલક પુરસ્કાર મળવો એ સન્માનની વાત છે. આ છત્રપતિ શિવાજીની ધરતી છે.”

  - Advertisement -

  પ્રધાનમંત્રી મોદીએ ધન રાશિની રકમ દાન કરતાં કહ્યું કે, “જેના નામમાં જ ગંગાધર હોય, એના નામ પર મળેલી રાશિને પણ ગંગાજીને સમર્પિત કરું છું. મે પુરસ્કાર રાશિ નમામિ ગંગે પરિયોજના માટે દાન કરવાનો નિર્ણય કર્યો છે.” આ સાથે જ પ્રધાનમંત્રી મોદીએ લોકમાન્ય તિલકને યાદ કરીને કહ્યું હતું કે, ભારતની આઝાદીમાં લોકમાન્ય તિલકની ભૂમિકાને, એમના યોગદાનને કોઈ ઘટના કે શબ્દોમાં વર્ણવી નથી શકાતી.

  PM મોદીની સાથે મંચ પર જોવા મળ્યા શરદ પવાર

  પૂણેમાં યોજાયેલ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદીની સાથે મંચ પર મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે, બંને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ,અજીત પવાર અને સાથે શરદ પવાર પણ જોવા મળ્યા હતા. આ ચિત્ર જોઈને જરૂર તાજા જન્મેલા વિરોધપક્ષના ગઠબંધન I.N.D.I.A ને પેટમાં દુખ્યું હશે તેમ મનાઈ રહ્યું છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં