Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાહુલ ગાંધીને દોષિત ઠેરવનાર સુરતના જજનું પ્રમોશન અટકાવવા અંગે સુપ્રિમ કોર્ટના જજની...

    રાહુલ ગાંધીને દોષિત ઠેરવનાર સુરતના જજનું પ્રમોશન અટકાવવા અંગે સુપ્રિમ કોર્ટના જજની મહત્વની સ્પષ્ટતા

    બાર એન્ડ બેંચ વેબસાઈટમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર સુપ્રિમ કોર્ટના જે જજે આ બાબતે ઓર્ડર કર્યો હતો તેમણે આ સમાચાર પૂર્ણ પણે સત્ય ન હોવાની અને તેને ટ્વિસ્ટ કરવામાં આવ્યા હોવાની પુષ્ટિ કરી છે.

    - Advertisement -

    થોડા દિવસો અગાઉ મીડિયામાં સમાચાર આવ્યા હતા કે સુરતના જજ જેમણે મોદી સમાજ અંગે કરેલી ટીપ્પણી અંગે ચુકાદો આપ્યો હતો તેમનું પ્રમોશન અટકાવી દેવામાં આવ્યું છે. હવે સમાચાર આવી રહ્યાં છે કે કેટલાક મીડિયા હાઉસ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આ સમાચાર સંપૂર્ણપણે સત્ય નથી.

    બાર એન્ડ બેંચ વેબસાઈટમાં પ્રકાશિત એક સમાચાર અનુસાર સુપ્રિમ કોર્ટના જે જજે આ બાબતે ઓર્ડર કર્યો હતો તેમણે આ સમાચાર પૂર્ણ પણે સત્ય ન હોવાની અને તેને ટ્વિસ્ટ કરવામાં આવ્યા હોવાની પુષ્ટિ કરી છે. જે ઓર્ડર ચર્ચા છે તેણે ગુજરાત હાઈકોર્ટ અને ત્યારબાદ રાજ્ય સરકારના એ નોટિફિકેશન પર સ્ટે મુક્યો હતો જેમાં જજોના પ્રમોશન માટે યોગ્યતા કરતાં વરિષ્ઠતાને અગ્રક્રમ આપવામાં આવ્યો હતો.

    મીડિયામાં સુપ્રિમ કોર્ટના જજ એમ આર શાહ જેમણે આ ઓર્ડર આપ્યો હતો તેમણે ઉપરોક્ત વેબસાઈટને જણાવ્યું હતું કે તેમના દ્વારા આપવામાં આવેલા ઓર્ડરને મીડિયા દ્વારા ખોટી રીતે રીપોર્ટ કરવામાં આવ્યો છે આજે જે જજ જેમણે રાહુલ ગાંધીને ગુનેગાર ઠેરવ્યા હતાં તેઓ આ ઓર્ડરની મર્યાદામાં આવતા નથી.

    - Advertisement -

    જજ શાહે સ્પષ્ટ કહ્યું હતું કે જે જજોને ફક્ત યોગ્યતાને આધારે પ્રમોશન મળ્યું છે તેમનાં પર આ ઓર્ડરની અસર થશે નહીં.

    વેબસાઈટને આપેલા પોતાના નિવેદનમાં જજ એમ આર શાહે કહ્યું હતું કે, “મેં વાંચ્યું છે કે એ સજ્જનને (સુરત કોર્ટના જજ હરીશ હસમુખભાઈ વર્મા જેમણે રાહુલ ગાંધીને દોષિત ઠેરવ્યા હતાં) પણ પ્રમોશન નથી મળ્યું. તેઓ એ 68 જજોમાંથી પહેલા છે જેમને યોગ્યતાને આધારે પ્રમોશન મળ્યું છે.”

    જજ એમ આર શાહે કહ્યું હતું કે તેમને એવું લાગે છે કે લોકોએ (જેમણે આ ખોટા સમાચાર ફેલાવ્યા હતાં) આ ઓર્ડરને વાંચ્યો નથી.

    સુપ્રિમ કોર્ટે ઉપરોક્ત ઓર્ડર ગુજરાતના કેટલાક ડીસ્ટ્રીક્ટ જજોની અપીલ પર સંભળાવ્યો હતો જેમણે ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાત સરકારને એ નિર્ણયને પડકાર્યો હતો જેમાં જજોની નિમણુંક યોગ્યતાને બદલે તેમની વરિષ્ઠતાને અગ્રતા આપી હતી.

    અગાઉ મોદી સમાજના અપમાન બદલ સુરતના વિધાનસભ્ય પુર્ણેશ મોદી દ્વારા કરવામાં આવેલા કેસમાં સુરતની કોર્ટે રાહુલ ગાંધીને દોષિત ઠેરવતાં બે વર્ષની સાદી સજા સંભળાવી હતી. આ સજા બાદ નિયમાનુસાર રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્યપદ રદ્દ થઇ ગયું હતું. સુરતની સેશન્સ કોર્ટે પણ નીચલી કોર્ટના ચુકાદાને જાળવી રાખતા રાહુલ ગાંધી ગુજરાત હાઈકોર્ટમાં ગયા છે જ્યાં સુનાવણી પૂર્ણ થઇ ગઈ છે અને ચુકાદો આ મહિનાના અંતમાં અથવાતો આવતા મહીને આવવાની સંભાવના છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં