Monday, September 9, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ભારત ઈચ્છે તો ચડાઈ કરીને POK પરત લઇ શકે’: પ્રોફેસર મુક્તદર ખાન,...

    ‘ભારત ઈચ્છે તો ચડાઈ કરીને POK પરત લઇ શકે’: પ્રોફેસર મુક્તદર ખાન, કહ્યું- પાકિસ્તાન ટુકડા થવાની અણીએ

    યુ.એસ.એ.ની યુનિવર્સિટી ઓફ ડેલાવેરમાં ઇસ્લામિક સ્ટડીઝ પ્રોગ્રામના સ્થાપક નિર્દેશક પ્રોફેસર મુક્તદાર ખાન કહે છે કે એવાં 6 પરિબળો છે જેની કટોકટી પાકિસ્તાના ટુકડા કરી શકે છે.

    - Advertisement -

    હાલ પાકિસ્તાન ચારેબાજુ મુશ્કેલીઓથી ઘેરાયેલું છે. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે પાકિસ્તાન હવે દુનિયાભરમાંથી મદદ માંગી રહ્યું છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાનની તસ્વીરો દેશની દુર્દશા જણાવવા માટે પૂરતી છે. નિષ્ણાતોના મતે પાકિસ્તાનની સ્થિતિ જલ્દી સુધરવાની નથી. તેવામાં એક મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનના ટુકડા થવાની અણીએ છે. POK અંગે પ્રોફેસર મુક્તદર ખાને કહ્યું કે, ભારત ઇચ્છે તો પીઓકે પર આક્રમણ કરી તેને પરત લઈ શકે છે.

    પાકિસ્તાનની સ્થિતિને જોતાં યુએસએની ડેલાવેર યુનિવર્સિટીમાં ઇસ્લામિક સ્ટડીઝ પ્રોગ્રામના ડાયરેક્ટર પ્રોફેસર મુક્તદર ખાને કહ્યું છે કે જો ભારત ઇચ્છે તો યુદ્ધની ઘોષણા કરીને POK અને અન્ય વિસ્તારોને પોતાની સાથે જોડી શકે છે. હિન્દી ન્યૂઝ વેબસાઈટ આજ તક અનુસાર પીઓકે પર પ્રોફેસર મુક્તદાર ખાન દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ભારત તેને પરત લઇ શકે છે, કારણકે હાલમાં પાકિસ્તાન ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. તે છ પ્રકારના સંકટનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં દેશના ટુકડે-ટુકડા થઈ જવાની પૂરેપૂરી શક્યતાઓ છે.

    યુ.એસ.એ.ની યુનિવર્સિટી ઓફ ડેલાવેરમાં ઇસ્લામિક સ્ટડીઝ પ્રોગ્રામના સ્થાપક નિર્દેશક પ્રોફેસર મુક્તદાર ખાન કહે છે કે એવાં 6 પરિબળો છે જેની કટોકટી પાકિસ્તાના ટુકડા કરી શકે છે. તેમના મતે, તે 6 કટોકટીઓ છે રાજકીય કટોકટી, આર્થિક કટોકટી, સુરક્ષા કટોકટી, સિસ્ટમ કટોકટી, ઓળખની કટોકટી અને પર્યાવરણીય કટોકટી.

    - Advertisement -

    પાકિસ્તાને ભારતનો આભાર માનવો જોઈએ – મુક્તદાર ખાન

    આ અગાઉ મુક્તદાર ખાને કહ્યું હતું કે, ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરના નિવેદનો પર ‘ટિટ ફોર ટેટ’ જેવી પ્રતિક્રિયા આપવાને બદલે, પાકિસ્તાને પહેલાં ભારતનો આભાર માનવો જોઈએ કે તે તેના પાડોશી દેશની આર્થિક દુર્દશાનો લાભ નથી લઈ રહ્યું. પાકિસ્તાનના નેતાઓએ આ વાત પોતાના ધ્યાનમાં રાખવી જોઈએ કે ભારતીય નેતાઓ તેમના કરતા વધુ સન્માનિત છે અને તેમના જેવા નથી.

    નોંધનીય છે કે હાલના સમયમાં પાડોશી દેશ પાકિસ્તાન કપરા આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આને લગતા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે, જેમાં જોઈ શકાય છે કે દેશના લોકો રોજબરોજના કામો માટે પણ સખત મહેનત કરી રહ્યા છે. કેટલાક વીડિયોમાં લોકો ખાવા-પીવા માટે લાંબી લાઈનોમાં ઉભેલા જોઈ શકાય છે. પાકિસ્તાનમાં અનાજના ભાવ આસમાને છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં