કર્ણાટક વિધાનસભા ચૂંટણીઓ માટે પ્રચારના પૈડા થંભી ગયા છે, 224 સભ્યોવાળી વિધાનસભા માટે આવતી કાલે એટલે કે 10 મે 2023ના રોજ મતદાન કરવામાં આવશે, અને પરિણામો 13 મે 2023ના રોજ જાહેર કરવામાં આવશે. આ ચૂંટણીને લઈને ગત દિવસોમાં મોટાપાયે ધમાસાણ જોવા મળ્યું હતું. તેવામાં કોંગ્રેસ પાર્ટી પોતાના મેનીફેસ્ટોમાં સત્તા પર આવ્યાં બાદ બજરંગ દળને બૅન કરી દેવાની જાહેરાત કરીને આખા દેશના હિંદુઓના ટાર્ગેટમાં આવી ગઈ હતી. જોકે બાદમાં પાર્ટીએ પોતાના જ મેનીફેસ્ટોને ખોટું સાબિત કરીને હિંદુ સંગઠન પર બૅન લગાવવાની વાત પરથી ફેરવી તોળ્યું હતું. તેવામાં હવે ટ્વિટર પર જય બજરંગબલી લખીને પ્રિયંકા વાડ્રા બજરંગબલીના શરણે આવી ગયા હોય તેવું લાગી રહ્યું છે.
પ્રિયંકા વાડ્રાએ જેઠ મહિનાના પ્રથમ મોટા મંગળવારની શુભેચ્છા પાઠવતા ભગવાન હનુમાનજીનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટામાં હનુમાનજી મહારાજ બંને હાથોમાં કરતાલ લઈને પ્રભુ શ્રીરામના ભજનમાં લીન જોવા મળી રહ્યાં છે, જયારે તેમની છાતીમાં ભગવાન રામ સ્વયં પ્રગટી રહ્યા હોય તેવું દ્રશ્ય નજરે પડે છે. પ્રિયંકા વાડ્રાએ પર જય બજરંગબલી લખીને જેઠ મહિનાના વધામણા આપતા લખ્યું કે, “જ્યેષ્ઠ માસના પ્રથમ મોટા મંગળવારની હાર્દિક શુભકામનાઓ, સંકટમોચક હનુમાનજી સૌનું કલ્યાણ કરે, જય બજરંગબલી.”
ज्येष्ठ मास के पहले बड़े मंगल की हार्दिक शुभकामनाएं।
— Priyanka Gandhi Vadra (@priyankagandhi) May 9, 2023
संकमोचक हनुमान जी सबका कल्याण करें।
जय बजरंग बली। pic.twitter.com/Ndh8itgUvw
અહીં વિચાર તે આવે કે જે પાર્ટી પહેલેથી જ ભગવાન રામના અસ્તિત્વ ઉપર પ્રશ્નો ઉભા કરતી આવી હોય, જે પાર્ટીના નેતાઓ હિંદુ સંસ્કૃતિ અને સમાજ બંનેને કાયમ હાંસિયામાં ધકેલવાની વાત કરતા હોય. જેમનુ પરિવાર અને પ્રિયંકા વાડ્રા પોતે પણ હિંદુ સમાજની લાગણીઓને ઠેસ પહોંચે તે પ્રકારની વિચારધારાને વળગી રહેનાર આજે “જય બજરંગબલી” કહી રહ્યાં છે, પ્રિયંકા વાડ્રા બજરંગબલીના શરણે આવ્યાં તેની પાછળનું કારણ શું?
નોંધનીય અત્યારે જે સમય ચાલી રહ્યો છે તે મુજબ વિચારવા જઈએ તો કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટકની ચૂંટણીઓને લઈને જે બફાટો કર્યા, અને ત્યાર બાદ ઉભા થયેલા પાર્ટી વિરોધી વાતાવરણની અસર ચૂંટણીઓમાં ન દેખાય તે માટે સતત ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયત્નના ભાગરૂપે પ્રિયંકા વાડ્રા આ પ્રકારનું ટ્વિટ કરી રહ્યાં હોય તેવું લાગી રહ્યું છે.
સહુથી પહેલા કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને “ઝેરીલા સાપ” કહ્યાં, ત્યાર બાદ કર્ણાટકના ચૂંટણીના ઘોષણા પત્રમાં બજરંગ દળ જેવા હિંદુ સંગઠનને આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને પ્રતિબંધિત કટ્ટર ઇસ્લામી સંગઠન પોપ્યુલર ફ્રંટ ઓફ ઈન્ડીયા એટલે કે PFI સાથે સરખાવીને બજરંગ દળ પર પ્રતિબંધ લાદવાની જાહેરાત કરી. કોંગ્રેસને તેમ હતું કે આ જાહેરાત તેમના માટે મત મેળવવા માટેનું મોટું પરિબળ બનશે, પરંતુ તેમની ધારણા ખોટી સાબિત થઈ અને પ્રતિબંધનું રોકેટ અવળું ઉડ્યું. જે બાદ કોંગ્રેસે પ્રતિબંધની વાતો નકારી દીધી અને ઉલ્ટાનું રાજ્યના દરેક જીલ્લામાં હનુમાન મંદિર બનાવવાનું વચન આપ્યું.
તેવામાં પ્રિયંકા વાડ્રાએ કરેલા આ ટ્વિટ પાછળનો હેતું નાનું બાળક પણ સમજી જાય કે આ માત્ર કર્ણાટકમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસને મત અપાવવા માટેનો કીમિયો માત્ર છે.
યુઝર્સોએ પણ યાદ અપાવ્યા જુના અપમાન
ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા વાડ્રા બજરંગબલીના શરણે તો આવ્યાં, પરંતુ તેમના ભૂતકાળના કર્યો તેમનો પીછો ન છોડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. તેમની આ પોસ્ટ પર કેટલાક લોકોએ તેમણે યાદ અપાવ્યું હતું કે કઈ રીતે તેમની પાર્ટીએ બજરંગ દળને બૅન કરવાની વાતો કરી હતી.
सुख में सुमिरन ना किया,दुख में किया है याद
— Dr. Anno Srivastava (@AnuPrakash18) May 9, 2023
कह कबीर ता दास की कौन सुने फरियाद।
जय बजरंगबली 🙏
अखंड रामायण करवा दीजिएगा वो भी लाईव टेलीकास्ट और अंत में भोज करवा दीजिए कांग्रेसियों का बेड़ा पार हो जाएगा 😀😀😀
— अभिषेक सिंह बैस 🇮🇳 (@AbhishekAIF) May 9, 2023
जय श्री राम 🚩🚩