Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ40 કિલોમીટર, 14 વિધાનસભાઓ, 35 જગ્યાએ સ્વાગત: અમદાવાદમાં પીએમ મોદી કરશે અત્યાર...

    40 કિલોમીટર, 14 વિધાનસભાઓ, 35 જગ્યાએ સ્વાગત: અમદાવાદમાં પીએમ મોદી કરશે અત્યાર સુધીનો સૌથી લાંબો રોડ શૉ: વિગતો

    વડાપ્રધાન આજે જુદા-જુદા શહેરોમાં ત્રણ મહાસભા સંબોધશે, ત્યારબાદ અમદાવાદ ખાતે અંદાજીત 40 કોલોમીટર લાંબી પુષ્પાંજલિ યાત્રા પણ કરશે. જેમાં તેઓ અનેક મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે.

    - Advertisement -

    આજે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર-મધ્ય ગુજરાતમાં સભાઓ અને રોડ શૉ કરવા માટે જઈ રહ્યા છે. વડાપ્રધાન આજે જુદા-જુદા શહેરોમાં ત્રણ મહાસભા સંબોધશે, ત્યારબાદ અમદાવાદ ખાતે અંદાજીત 40 કોલોમીટર લાંબો રોડ શૉ કરશે. વડાપ્રધાન મોદી આ દરમિયાન વિવિધ જગ્યાએ મહાનુભાવોની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરશે, જેથી રોડ શૉને ‘પુષ્પાંજલિ યાત્રા’ નામ આપવામાં આવ્યું છે. વડાપ્રધાન મોદીની આ ‘પુષ્પાંજલિ યાત્રા’ માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

    પીએમ મોદીએ પંચમહલના કલોલ ખાતે પહેલી જનસભા સવારે 10 વાગ્યે સંબોધી હતી. ત્યારબાદ બીજી જાહેર સભા છોટા ઉદેપુર જિલ્લાના બોડેલીમાં સવારે 11.30 કલાકે યોજાશે. ત્રીજી જાહેર સભા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે બપોરે 1.45 કલાકે યોજાશે. ત્યારબાદ અમદાવાદમાં વડાપ્રધાન મોદીની પુષ્પાંજલિ યાત્રા માટે રવાના થશે.

    અમદાવાદમાં અંદાજીત 40 કિમી લાંબી પુષ્પાંજલિ યાત્રા

    - Advertisement -

    પીએમ મોદીની આ યાત્રા અમદાવાદના નરોડાથી  શરૂ થશે, જે નરોડા પાટિયા, કૃષ્ણનગર ચાર રસ્તા, સુહાના રેસ્ટોરેન્ટ, હીરાવાળી અને શ્યામશિખર ચારરસ્તા વગેરે સ્થળોએથી પસાર થશે. જ્યાં પીએમ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. વડાપ્રધાનનો આ 40 કિલોમીટર લાંબો રોડ શૉ તેમનો ગુજરાતમાં અત્યાર સુધીનો સૌથી લાંબો રોડ શૉ હશે.

    ત્યારબાદ યાત્રા બાપુનગર ચાર રસ્તા, ખોડિયારનગર ચાર રસ્તા, વિરાટનગર ચાર રસ્તા, સોનીની ચાલી ચાર રસ્તા, રાજેન્દ્રનગર ચાર રસ્તા, રબારી કોલોની, હાટેકેશ્વર ચાર રસ્તા, ખોખરા સર્કલ અને અનુપમ બ્રિજ પર પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પ્રતિમા સુધી આગળ વધશે.

    વડાપ્રધાનની પુષ્પાંજલિ યાત્રાનો ત્રીજો તબક્કો અનુપમ બ્રિજથી ભુલાભાઈ ચાર રસ્તા, ચંદ્રનગર ચાર રસ્તા, ધરનીધર ચાર રસ્તા, જીવરાજ ચાર રસ્તા, શ્યામલ ચાર રસ્તા, શિવરંજની ચાર રસ્તા, હેલ્મેટ સર્કલ, પલ્લવ ચાર રસ્તા, પ્રભાત ચોક, અખબારનગર ચાર રસ્તા, વ્યાસવાડી અને આરટીઓ સર્કલ સ્થિત સુભાષચંદ્ર બોઝની પ્રતિમા. જ્યારે આ યાત્રાનો છેલ્લો તબક્કો સુભાષ પ્રતિમાથી સાબરમતી પાવર હાઉસ, સાબરમતી પોલીસ સ્ટેશન, વિસત અને IOC ચાર રસ્તા સુધીનો રહેશે.

    35 જગ્યાએ વડાપ્રધાન મોદીનું સ્વાગત થશે

    પીએમ મોદીની પુષ્પાંજલિ યાત્રામાં અમદાવાદ શહેરની 13 વિધાનસભા અને ગાંધીનગર જિલ્લાની ગાંધીનગર દક્ષિણ વિધાનસભા એમ કુલ 14 વિધાનસભા બેઠકો સમાવી લેવામાં આવશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કુલ 35 જગ્યાએ સ્વાગત કરવામાં આવશે. જેમાં અલગ અલગ વિધાનસભાના ભાજપના ઉમેદવારો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ વડાપ્રધાનનું ઠેરઠેર સ્વાગત કરશે.

    નરેન્દ્ર મોદીની પુષ્પાંજલિ યાત્રાનો રૂટ

    નરોડા ગામ બેઠક – નરોડા પાટિયા સર્કલ – કૃષ્ણનગર ચાર રસ્તા હીરાવાડી – સુહાના રેસ્ટોરન્ટ – શ્યામ શિખર ચાર રસ્તા – બાપુનગર ચાર રસ્તા – ખોડિયારનગર – BRTS રૂટ વિરાટનગર – સોનીની ચાલી – રાજેન્દ્ર ચાર રસ્તા – રબારી કોલોની – CTMથી જમણી બાજુ – હાટકેશ્વર ચાર રસ્તા – ખોખરા સર્કલ – અનુપમ બ્રિજ – પંડિત દિન દયાલ ઉપાધ્યાય પ્રતિમા – ફૂટબોલ ગ્રાઉન્ડ – ભુલાભાઈ ચાર રસ્તા – ડાબી બાજુ – શાહ આલમ ટોલનાકા – દાણીલીમડા ચાર રસ્તા – મંગલ વિકાસ ચાર રસ્તા – ખોડિયારનગર બહેરામપુરા – ચંદ્રનગર – ધરણીધર ચાર રસ્તા – જીવરાજપાર્ક ચાર રસ્તા – શ્યામલ ચાર રસ્તા – શિવરંજની ચાર રસ્તા – હેલ્મેટ ચાર રસ્તા AEC ચાર રસ્તા – પલ્લવ ચાર રસ્તા – પ્રભાત ચોક – પાટીદાર ચોક અખબારનગર ચાર રસ્તા – વ્યાસવાડી – ડી માર્ટ – આર.ટી.ઓ સર્કલ સાબરમતી પાવર હાઉસ – સાબરમતી પોલીસ સ્ટેશન – વિસત ચાર રસ્તા – જનતાનગર ચાર રસ્તા – IOC ચાર રસ્તા ચાંદખેડા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં