Wednesday, April 24, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનની સ્પષ્ટ વાત ‘સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંકમાં...

    અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનની સ્પષ્ટ વાત ‘સિલિકોન વેલી બેંક અને સિગ્નેચર બેંકમાં રોકાણ કરનારાઓને એક કાણી કોડી પણ નહીં મળે!’

    જો બેંકને FDIC દ્વારા પોતાનાં તાબામાં લઇ લેવામાં આવશે તો આ બેંકોને ચલાવનારાઓએ હવે તેમનું કામ આગળ ચાલુ રાખવાનું આવશે નહીં.” તેમ જો બાઇડને આગળ જણાવ્યું હતું.

    - Advertisement -

    ત્રણ દિવસમાં ન્યુયોર્ક સ્થિત અને રાજ્યની માલિકી ધરાવતી સિગ્નેચર બેંક અને કેલીફોર્નિયા સ્થિત સિલિકોન વેલી બેંકનું ઉઠમણું થઇ જતાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને સોમવારે તેના રોકાણકારોને કહ્યું હતું કે તેમને કાણી કોડી પણ નહીં મળે.

    બાઈડને રાષ્ટ્રજોગા પ્રવચનમાં જણાવ્યું હતું કે, “આ બેંકોમાં જેમણે પોતાનાં નાણાં રોક્યા છે એવાં રોકાણકારોનાં હિતોનું રક્ષણ કરવામાં નહીં આવે, પરંતુ કાયદાથી ઉપર કોઈજ નથી. તેમને (બંને બેંકોના રોકાણકારોને) ખબર હતી કે તેઓ જોખમ ઉઠાવી રહ્યાં છે અને જ્યારે આ પ્રકારનું જોખમ સફળ થતું નથી ત્યારે રોકાણકારો તેમનાં નાણાં ગુમાવી બેસતાં હોય છે. મૂડીવાદ આ જ રીતે કાર્ય કરતો હોય છે.”

    અમેરિકન નાગરિકોને સિગ્નેચર બેંક અને સિલિકોન વેલી બેંક જેવી બે મોટી બેંકોના નિષ્ફળ ગયા બાદ ફેડરલ એજન્સીઓ હરકતમાં આવતાં સધિયારો આપતાં જો બાઇડને ઉમેર્યું હતું કે આ પ્રકારની ખોટને અમેરિકન કરદાતાઓ પુરી નહીં કરે.

    - Advertisement -

    વ્હાઈટ હાઉસથી કરવામાં આવેલાં લાઈવ ટેલિકાસ્ટમાં બાઈડને આગળ કહ્યું હતું કે, “અમેરિકનોએ બાબતની ખાતરી રાખે કે આપણી બેન્કિંગ સિસ્ટમ સુરક્ષિત છે. તમારી થાપણો પણ સુરક્ષિત છે. હું તમને ખાતરી આપું છું કે આપણે આ બધાંથી રોકાઈ જઈશું નહીં. અમે એ બધું જ કરી છૂટીશું જેની જરૂર પડશે.”

    “નિયમોનું પાલન કરાવતી સંસ્થાઓ દ્વારા પગલાંઓ લેવાનાં શરુ થઇ ચુક્યા છે અને આથી જ દરેક અમેરિકનને એ વિશ્વાસ હોવો જોઈએ કે તેમની થાપણોમાંથી તેઓ જ્યારે ઈચ્છે ત્યારે અને તે સમયે તેમણે મળશે જ. બીજું, આ બેંકોનાં સમગ્ર મેનેજમેન્ટને બરખાસ્ત કરવામાં આવશે. જો બેંકને FDIC દ્વારા પોતાનાં તાબામાં લઇ લેવામાં આવશે તો આ બેંકોને ચલાવનારાઓએ હવે તેમનું કામ આગળ ચાલુ રાખવાનું આવશે નહીં.” તેમ જો બાઇડને આગળ જણાવ્યું હતું.

    ત્યારબાદ બાઈડને એ બાબત પર પ્રકાશ પાડ્યો હતો કે આ બેંકને કયા સંજોગોમાં પોતાનાં નાણાં ગુમાવવા પડ્યા હતાં તે બાબતના પ્રશ્નો પર વિચારણા કરવાની આવશે. જે કોઇપણ આ બાબતે જવાબદાર ગણવામાં આવશે તેણે તેની જવાબદારી પુરી કરવી જ પડશે. અમેરિકાના બેંક નિયમનકારે રવિવારે ન્યુયોર્ક સ્થિત સિગ્નેચર બેંક બંધ કરી દીધી હતી. આ ઘટનાનાં ફક્ત બે જ દિવસ અગાઉ કેલીફોર્નિયાનાં અધિકારીઓએ સિલિકોન વેલી બેંકને પણ બંધ કરી દીધી હતી.

    આમ આ રીતે અમેરિકાનાં બેન્કિંગ ઈતિહાસમાં ત્રીજી સહુથી મોટી નિષ્ફળતા સામે આવી હતી. આ બંને બેંકોની નિષ્ફળતા બાદ હવે તેની આડઅસરો અમેરિકાની અન્ય નાણાંકીય સંસ્થાઓ પર પણ પડશે તેવી વકી જોવામાં આવી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં