Sunday, November 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વાયુસેનાના સુખોઇ ફાઈટર જેટમાં ભરી ઉડાન: બ્રહ્મપુત્ર ખીણ અને...

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ વાયુસેનાના સુખોઇ ફાઈટર જેટમાં ભરી ઉડાન: બ્રહ્મપુત્ર ખીણ અને હિમાલયની ઉપરથી 30 મિનિટ સુધી હવાઈ સફર કરી

    રાષ્ટ્રપતિ આજે સવારે આસામનાં તેજપુર એરફોર્સ સ્ટેશને પહોંચ્યાં હતાં, જ્યાં તેમને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું. ત્યારબાદ તેમણે ફાઈટર જેટ સુખોઇ 30 MKIની સફર કરી હતી.

    - Advertisement -

    આસામના પ્રવાસે ગયેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ (President Draupadi Murmu) શનિવારે (8 એપ્રિલ, 2023) તેમણે અહીંના તેજપુર એર ફોર્સ સ્ટેશન પરથી ભારતીય વાયુસેનાના સુખોઇ (Sukhoi) 30 MKI ફાઈટર જેટમાં ઉડાન ભરી હતી. આમ કરનારાં તેઓ દેશનાં ત્રીજા રાષ્ટ્રપતિ બન્યાં છે. 

    રાષ્ટ્રપતિ આજે સવારે આસામનાં તેજપુર એરફોર્સ સ્ટેશને પહોંચ્યાં હતાં, જ્યાં તેમને ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું. ત્યારબાદ તેમણે ફાઈટર જેટ સુખોઇ 30 MKIની સફર કરી હતી. અહીં નોંધનીય છે કે રાષ્ટ્રપતિ ભારતીય સૈન્યબળોનાં સુપ્રીમ કમાન્ડર પણ હોય છે. 

    30 મિનિટ સુધી હવાઈ સફર કરી, 800 કિમિ/કલાકની ઝડપે ઉડ્યું જેટ 

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ સુખોઇ જેટમાં એરબેઝ પરથી ઉડાન ભરીને લગભગ 30 મિનિટ સુધી હવાઈ સફર કરી. જે દરમિયાન બ્રહ્મપુત્રા અને તેજપુર ખીણ અને હિમાલયને આવરી લેવામાં આવ્યાં હતાં. તેમના ફાઈટર જેટે સમુદ્ર સ્તરથી 2 કિલોમીટર અને 800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સફર કરી હતી. ત્યારબાદ જેટ ફરી તેજપુર એરબેઝ પર લેન્ડ થયું હતું. 

    - Advertisement -

    રાષ્ટ્રપતિનું ફાઈટર જેટ 106 સ્ક્વોડ્રનના કમાન્ડિંગ ઓફિસર ગ્રુપ કેપિટન નવીન કુમાર ઉડાવી રહ્યા હતા. સફર પહેલાં તેમને એરક્રાફ્ટ વિશે તેમજ તેની ક્ષમતાઓ વિશે જાણકારી પણ આપવામાં આવી હતી. રાષ્ટ્રપતિ ભવન દ્વારા જાણકારી આપવામાં આવ્યા અનુસાર, આ પ્રકારની સફર કરનારાં મુર્મૂ દેશનાં ત્રીજાં રાષ્ટ્રપતિ અને બીજાં મહિલા રાષ્ટ્રપતિ બન્યાં છે. આ પહેલાં દેશનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલે વર્ષ 2009માં સુખોઇમાં ઉડાન ભરી હતી.  

    વિઝિટર્સ બુકમાં શું લખ્યું?

    આ સફર બાદ વિઝિટર્સ બુકમાં રાષ્ટ્રપતિએ લખ્યું કે, ‘આ આયોજન કરવા બદલ હું ભારતીય વાયુ સેના અને તેજપુર એર ફોર્સ સ્ટેશનને અભિનંદન પાઠવું છું. ભારતીય વાયુસેનાના સુખોઇ-30 MKI ફાઈટર જેટમાં ઉડાન ભરવી એ મારા માટે રોમાંચકારી અનુભવ રહ્યો.’ તેમણે ઉમેર્યું કે, જળ, ભૂમિ અને આકાશ- આ ત્રણેયને આવરી લેવા માટે ભારતીય સંરક્ષણ ક્ષમતાઓમાં અભૂતપૂર્વ વધારો થયો છે, જે ગર્વની બાબત છે.

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ 5થી 8 એપ્રિલ, ત્રણ દિવસ માટે આસામનાં પ્રવાસે ગયાં હતાં. શુક્રવારે તેમણે ગુવાહાટી હાઇકોર્ટના 75 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે હાજરી આપી હતી. યાત્રાના બીજા દિવસે તેમણે આસામના કાઝીરંગા નેશનલ પાર્ક ખાતે ગજ ઉત્સવ 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. શનિવારે તેઓ પરત દિલ્હી આવવા માટે રવાના થયાં છે. 

    સુખોઇ ફાઈટર જેટ વિશે 

    સુખોઇ ભારતીય વાયુસેનાનું અગત્યનું અંગ છે. તે 57 હજાર ફિટની ઊંચાઈ સુધી ઉડી શકે છે. તેમાં 30 mmની એક ઓટોકેનન લગાવવામાં આવી છ, જે એક મિનિટમાં 150 રાઉન્ડ ફાયર કરી શકે છે. તેમાં 12 હાર્ડ પોઈન્ટ્સ લગાવવામાં આવ્યા છે, જ્યાં હથિયાર લગાવી શકાય છે. તેમાં 4 પ્રકારના રોકેટ, ચાર પ્રકારની મિસાઈલ અને 10 પ્રકારના બૉમ્બ લગાવી શકાય તેવી વ્યવસ્થા હોય છે. આ ફાઈટર જેટમાં બ્રહ્મોસ મિસાઈલ પણ લગાવી શકાય છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં