Saturday, April 27, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટપ્રયાગરાજ: મંદિર નજીક ગંગામાં હોડીમાં હુક્કા-નોનવેજ પાર્ટી: હસ્સાન, ફૈઝાન સહિત આઠ સામે...

    પ્રયાગરાજ: મંદિર નજીક ગંગામાં હોડીમાં હુક્કા-નોનવેજ પાર્ટી: હસ્સાન, ફૈઝાન સહિત આઠ સામે FIR, 3 પકડાયા

    પ્રયાગરાજમાં મંદિર પાસે જ ગંગા નદીમાં માંસ રાંધવામાં આવતાં હિંદુ સંગઠનોમાં રોષ.

    - Advertisement -

    તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર ઉત્તરપ્રદેશના પ્રયાગરાજના સંગમ ક્ષેત્રનો એક વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં કેટલાક લોકો ગંગા નદીમાં હોડીમાં બેસીને હુક્કા પીતા અને માંસ ખાતા જોવા મળી રહ્યા છે. જે બાદ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જે બાદ પોલીસે હસ્સાન અને ફૈઝાન સહિત આઠ લોકો સામે એફઆઈઆર દાખલ કરી હતી. 

    પ્રયાગરાજનો આ વિડીયો સામે આવ્યા બાદ હિંદુ સંગઠનોમાં રોષ વ્યાપી ગયો હતો અને પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આઠ આરોપીઓ સામે એફઆઈઆર દાખલ કર્યા બાદ કેટલાક આરોપીઓ ફરાર થઇ ગયા છે. જોકે, પોલીસે ત્રણને ઝડપી લીધા હતા, જ્યારે અન્યો વિશે પૂછપરછ કરવામાં આવી રહી છે.

    વાયરલ વીડિયો પ્રયાગરાજના દારાગંજ પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. મળતી માહિતી મુજબ, આ વીડિયો જ્યાં બનાવવામાં આવ્યો છે તે હિંદુ સમાજના આસ્થાના કેન્દ્ર નાગવાસુકી મંદિર પાસેનો વિસ્તાર છે. વીડિયોમાં બોટમાં કુલ 8 લોકો જોવા મળી રહ્યા છે. આજુબાજુમાં બીજી ઘણી બોટ પણ જોવા મળે છે, જેમાં ઘણા ભક્તો બેઠેલા જોવા મળે છે. હોડીમાં પર હુક્કા રાખવામાં આવ્યો છે અને એક વાસણમાં માંસ રંધાઈ રહ્યું છે. સફેદ શર્ટ પહેરેલો વ્યક્તિ હુક્કો પી રહ્યો છે અને મોબાઈલમાં સંગીત પણ વાગી રહ્યું છે. 

    - Advertisement -

    અનુમાન મુજબ, આરોપીઓએ પોતે જ આ વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. પ્રયાગરાજના એસએસપી શૈલેષ પાંડેએ 31 ઓગસ્ટ 2022ના રોજ વીડિયોમાં દેખાતા લોકોની ઓળખ કરવા માટે નિર્દેશ આપ્યા હતા. તપાસ બાદ 1 સપ્ટેમ્બરના રોજ કુલ 8 આરોપીઓનાં નામ સામે આવ્યાં હતાં. ફૈઝાન અને હસન સિવાયના બાકીના 6 આરોપીઓની ઓળખ હજુ સુધી કરી શકાઈ નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હસન અને ફૈઝાન ફરાર છે. હાલ પોલીસ તેમની શોધખોળ કરી રહી છે.

    નોંધનીય છે કે થોડા દિવસો અગાઉ ઝારખંડના રાજમહલના સાહિબગંજમાં મૌલાના નવાબ શેખનો એક સંદેશ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તે હિંદુ દેવી-દેવતાઓને ફર્જી સૌને તમામને ઇસ્લામ કબૂલ કરવાની ચેતવણી આપતો જોવા મળ્યો હતો. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં