Thursday, April 25, 2024
More
    હોમપેજફેક્ટ-ચેક‘ભાજપ હિંદુઓને મુસ્લિમોના વેશમાં મોકલીને રમખાણ કરાવે છે’: પ્રશાંત ભૂષણે ‘આપ’ નેતા...

    ‘ભાજપ હિંદુઓને મુસ્લિમોના વેશમાં મોકલીને રમખાણ કરાવે છે’: પ્રશાંત ભૂષણે ‘આપ’ નેતા યતિન ઓઝાનો જૂનો વિડીયો શૅર કર્યો, ‘ભાજપ MLA’ ગણાવીને ખોટી માહિતી ફેલાવી

    પ્રશાંત ભૂષણે વિડીયો ટ્વિટ કરીને લખ્યું, ‘ચૂંટણી જીતવા માટે હિંદુઓને મુસલમાનોના વેશમાં મોકલીને ભાજપ કેવી રીતે રમખાણો કરાવે છે, સાંભળી લો ભાજપ ધારાસભ્યના મુખેથી જ.’

    - Advertisement -

    અગાઉ પણ અનેક વખત ફેક ન્યૂઝ ફેલાવી ચૂકેલા વકીલ પ્રશાંત ભૂષણે ફરી એક વખત ટ્વિટર પર ખોટી માહિતી ફેલાવી છે. તેમણે ગુજરાતના આમ આદમી પાર્ટીના નેતા યતિન ઓઝાનો એક વિડીયો ટ્વિટ કરીને દાવો કર્યો હતો કે ચૂંટણી જીતવા માટે હિંદુઓને મુસ્લિમોના વેશમાં મોકલીને ભાજપ તોફાનો કરાવે છે. તેમણે યતિન ઓઝાને ભાજપના ધારાસભ્ય ગણાવ્યા હતા. 

    પ્રશાંત ભૂષણે વિડીયો ટ્વિટ કરીને લખ્યું, ‘ચૂંટણી જીતવા માટે હિંદુઓને મુસલમાનોના વેશમાં મોકલીને ભાજપ કેવી રીતે રમખાણો કરાવે છે, સાંભળી લો ભાજપ ધારાસભ્યના મુખેથી જ.’

    ભૂષણે ટ્વિટ કરેલા વિડીયોમાં યતિન ઓઝા કહેતા સંભળાય છે કે, હવેથી પાંચ દિવસ બહુ મહત્વના છે. તેમાં રમખાણો પણ થઇ શકે છે. તેમની આ સ્ટ્રેટર્જી રહી છે. ત્યારબાદ તેમણે અમુક કિસ્સાઓ કહીને એવો દાવો કર્યો છે કે ભારતીય જનતા પાર્ટી હિંદુઓને મુસ્લિમોના વેશમાં મોકલે છે અને તોફાનો કરાવે છે. 

    - Advertisement -

    શું છે આ વિડીયો પાછળનું સત્ય? 

    પ્રશાંત ભૂષણે શૅર કરેલો વિડીયો હાલનો નહીં પરંતુ પાંચ વર્ષ જૂનો છે. 2017માં પણ આ વિડીયો સોશિયલ મીડિયા પર ફરતો જોવા મળ્યો હતો. 

    આ ઉપરાંત, એ પણ નોંધવું અગત્યનું છે કે યતિન ઓઝા હાલ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પણ નથી. વર્ષ 1995માં તેઓ ભારતીય જનતા પાર્ટીમાંથી સાબરમતી વિધાનસભા બેઠક પરથી ચૂંટાયા હતા. ત્યારબાદ 1998માં ફરી ચૂંટાયા હતા. જોકે, 2001માં તેમણે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું ધરી દીધું હતું. 

    ત્યારબાદ તેઓ વર્ષ 2002માં કોંગ્રેસની ટિકિટ પરથી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે મણિનગરથી લડ્યા હતા, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2012માં તેઓ ફરી ભાજપમાં આવ્યા હતા. 

    વર્ષ 2016માં ભારતીય જનતા પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં સામેલ થઇ ગયા હતા. તેઓ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલને મળી તેમની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. જોકે, યતિન ઓઝા આમ આદમી પાર્ટીમાં હોવા છતાં ખાસ ચર્ચામાં રહેતા નથી. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓની ચર્ચા થાય ત્યારે પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા તેમજ પત્રકારમાંથી નેતા બનેલા ઈસુદાન ગઢવી વગેરે જેવા ત્રણ-ચાર નેતાઓની જ ચર્ચા થતી રહે છે. 

    બીજી તરફ, યોગાનુયોગ એવો છે કે પ્રશાંત ભૂષણ પણ એક સમયે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હતા. તેઓ અન્ના હજારે સાથે પણ જોડાયેલા રહ્યા હતા, ત્યારબાદ આમ આદમી પાર્ટીના સ્થાપક સભ્યો પૈકીના એક રહ્યા હતા. પરંતુ વર્ષ 2015માં તેમણે કેજરીવાલ વિરુદ્ધ વિવિધ આરોપો લગાવ્યા હતા. ત્યારબાદ તેમને રાષ્ટ્રીય કાર્યકારિણીમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા અને ત્યારબાદ પાર્ટીમાંથી પણ બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા. 

    ટ્વિટર પર ઘણા યુઝરોએ પ્રશાંત ભૂષણના દાવાને ખુલ્લો પાડ્યો હતો તેમજ કેટલાકે પોલીસને ટેગ કરીને કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. 

    એક યુઝરે ગુજરાત પોલીસને ટેગ કરી પ્રશાંત ભૂષણ સામે કાર્યવાહી કરવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું કે, આ વિડીયો યતિન ઓઝાનો છે, જેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. તેઓ ધારાસભ્ય પણ નથી. આ વિડીયો ગુજરાતમાં અશાંતિ ફેલાવવા માટે શૅર કરવામાં આવ્યો છે.

    યુઝર ઋષિ બાગરીએ પણ પ્રશાંત ભૂષણનું ધ્યાન દોરતાં લખ્યું કે, તમે એ લખવાનું ભૂલી ગયા છો કે આ યતિન નરેન્દ્રભાઈ ઓઝા છે, જેઓ ભાજપના પૂર્વ ધારાસભ્ય છે અને નવી દિલ્હીમાં અરવિંદ કેજરીવાલની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં સામેલ થયા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં