Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘અમારા વિશે બોલીશ તો બૉમ્બથી ઉડાવી દઈશ, જીવતો સળગાવીશ’: લોકપ્રિય કથાકાર દેવકીનંદન...

    ‘અમારા વિશે બોલીશ તો બૉમ્બથી ઉડાવી દઈશ, જીવતો સળગાવીશ’: લોકપ્રિય કથાકાર દેવકીનંદન મહારાજને ધમકી, સાઉદી અરબથી આવ્યો ફોન

    કથાકાર દેવકીનંદન ઠાકુરે આ ઘટનાનો એક વિડીયો પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે કથાકાર પોતાના ફોનમાં કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે અને સામેવાળો વ્યક્તિ દેવકીનંદન મહારાજને ધમકી આપી રહ્યો છે.

    - Advertisement -

    ઠાકુર પ્રિયકાંતજૂ મંદિરના સંસ્થાપક અને સનાતન ધર્મનો પ્રચારપ્રસાર કરતા કથાકાર દેવકીનંદન મહારાજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. તેમના અંગત મોબાઈલ પર સાઉદી અરબના નંબર પરથી આવેલા કોલથી તેમને મુસ્લિમો વિરુદ્ધ નિવેદનો આપવા બદલ અપશબ્દો કહીને ધમકી આપવામાં આવી છે.

    અહેવાલો અનુસાર, જે નંબર પરથી કથાકાર દેવકીનંદન મહારાજને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી તે નંબર સાઉદી અરબનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ધમકી મળ્યા બાદ મુંબઈ પોલીસે કથાકાર દેવકીનંદન મહારાજની અને કથા સ્થળની સુરક્ષામાં વધારો કર્યો છે, આ સાથે જ ધમકી ભર્યો કોલ કરનાર વ્યક્તિ કોણ છે તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. કથાકાર દેવકીનંદન ઠાકુરે આ ઘટનાનો એક વિડીયો પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે કથાકાર પોતાના ફોનમાં કોઈ વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છે અને સામેવાળો વ્યક્તિ દેવકીનંદન મહારાજને મુસ્લિમો વિશે બોલવા પર ચોકમાં જાહેરમાં સળગાવી દેવાની અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી રહ્યો છે.

    ધમકીઓ મને સનાતનનું કાર્ય કરતા રોકી શકશે નહીં: દેવકીનંદન ઠાકુર

    ધમકી મળ્યા બાદ કથાકાર દેવકીનંદન મહારાજે મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, “હું મારા ધર્મ માટે કામ કરું છું અને હું કોઈ ધર્મની વિરુદ્ધ નથી કે હું કોઈ ધર્મની ટીકા કરતો નથી. હું હંમેશા મારી સભ્યતા અને સંસ્કૃતિ માટે કાર્ય કરતો રહીશ. કોઈની ધમકીઓ મને રોકી શકશે નહીં.” મહારાષ્ટ્ર પોલીસ પ્રશાસનનો આભાર વ્યક્ત કરતાં ધર્મગુરુએ કહ્યું કે પોલીસે અમારી સુરક્ષાની બાબતને ગંભીરતાથી લીધી છે અને કથા પંડાલમાં મારી સુરક્ષા વધારી દીધી છે.”

    - Advertisement -

    આ પહેલા પણ મળી ચૂકી છે આ પ્રકારની ધમકીઓ

    નોંધનીય છે કે વૃંદાવનના કથાકાર દેવકીનંદન મહારાજ ભગવાન કૃષ્ણ અને અન્ય હિંદુ દેવી દેવતાઓની કથા કાર્યક્રમો કરી રહ્યા છે અને હજારોની સંખ્યામાં લોકો તેમને સાંભળવા આવતા રહે છે. તેમને ધમકી મળી હોય તેવો આ પ્રથમ કિસ્સો નથી, આ પહેલા પણ દેવકીનંદન ઠાકુરને અનેક વખત ધમકીઓ મળી છે. તાજેતરમાં જ તેમના વૃંદાવનના પ્રિયકાંતજુ મંદિરમાં મુસ્લિમ સંગઠનના નામે એક પત્ર મળ્યો હતો. જેમાં હિંદુત્વના પ્રચાર પર સામૂહિક નરસંહારની ધમકી લેખિતમાં મોકલવામાં આવી હતી. આ ઉપરાંત એક વ્યક્તિ દ્વારા વીડિયો બનાવીને તેમના ટુકડા કરવાની ધમકી આપવામાં આવી હતી. જેની ફરિયાદ વૃંદાવન કોતવાલીમાં નોંધાયેલા છે. આ સિવાય કથા માટે દિલ્હી જતા સમયે તેમનું વાહન રોકીને પણ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં