Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઈરાકના રાષ્ટ્રપતિ ભવન પર શિયા મૌલવીના સમર્થકોનો કબજો, શ્રીલંકા જેવા દ્રશ્યો સામે...

    ઈરાકના રાષ્ટ્રપતિ ભવન પર શિયા મૌલવીના સમર્થકોનો કબજો, શ્રીલંકા જેવા દ્રશ્યો સામે આવ્યા: સ્વીમીંગ પુલમાં મસ્તી કરતા ટોળાઓ, આખી રાત રોકેટોનો મારો ચાલ્યો

    બગદાદના ગ્રીન ઝોનમાં શિયા મૌલવીના સમર્થકો એક સપ્તાહથી સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મુક્તદા અલ-સદ્રના રાજીનામા અંગેના નિર્ણયની જાણ થતાં જ તેઓ ઉગ્ર થઈ ગયા હતા. આ પછી સેના અને પોલીસે મોરચો સંભાળીને દેખાવકારોને ગ્રીન ઝોન છોડવાની અપીલ કરી.

    - Advertisement -

    ઈરાકમાં શ્રીલંકા જેવા હાલ થયા છે, ઇરાકના પ્રભાવશાળી મૌલવી મુકતદા અલ-સદ્રના રાજીનામા પછી તેમના સમર્થકો ભડકી ઉઠયા છે. દરમિયાન રાજધાની બગદાદમાં સોમવારે (29 ઓગસ્ટ, 2022) ના રોજ ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ થયા હતા. અચાનક ભારે હિંસા ફાટી નીકળવાની સાથે ઇરાકના રાષ્ટ્રપતિ ભવનની બહાર મોટી સંખ્યામાં મુક્તદાના સમર્થકોએ ધામા નાખ્યા હતા. આ દરમિયાન અલ-સદ્ર અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણ પણ થઈ હતી, જેમાં મૃત્યુઆંક વધીને 20 થઈ ગયો છે.

    ‘સ્પુતનિક’ સમાચાર એજન્સીના અહેવાલો અનુસાર આ અથડામણમાં 300 થી વધુ લોકો ઘાયલ થયા છે . આખી રાત બગદાદના ગ્રીન ઝોનમાં આવેલા વિસ્તારમાં રોકેટ છોડવામાં આવ્યા હતા. ગુસ્સે ભરાયેલા ટોળાએ શ્રીલંકાની જેમ ઇરાકના રાષ્ટ્રપતિ ભવન અને અન્ય સરકારી ઇમારતો પર કબજો કરી લીધો છે. સુરક્ષા દળોએ ભીડને વિખેરવા માટે ટીયર ગેસના શેલ છોડ્યા છતાં તેઓ ટોળાને દૂર કરવામાં નિષ્ફળ રહ્યા હતા. ભીડમાં સામેલ અરાજક તત્વો રાષ્ટ્રપતિ ભવનમાં બનેલા સ્વિમિંગ પુલમાં મોજમસ્તી કરતા જોવા મળ્યા હતા. આ લોકો મુક્તદા અલ-સદ્રના સમર્થક હોવાનું કહેવામાં આવે છે.

    પ્રદર્શન કરતા ટોળાઓની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જેમાં વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવનમાં તોફાન કરતા જોઈ શકાય છે. બગદાદના ગ્રીન ઝોનમાં શિયા મૌલવીના સમર્થકો એક સપ્તાહથી સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મુક્તદા અલ-સદ્રના રાજીનામા અંગેના નિર્ણયની જાણ થતાં જ તેઓ ઉગ્ર થઈ ગયા હતા. આ પછી સેના અને પોલીસે મોરચો સંભાળીને દેખાવકારોને ગ્રીન ઝોન છોડવાની અપીલ કરી.

    - Advertisement -

    પ્રદર્શન કરતા ટોળાઓની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે, જેમાં વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવનમાં તોફાન કરતા જોઈ શકાય છે. બગદાદના ગ્રીન ઝોનમાં શિયા મૌલવીના સમર્થકો એક સપ્તાહથી સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. મુક્તદા અલ-સદ્રના રાજીનામા અંગેના નિર્ણયની જાણ થતાં જ તેઓ ઉગ્ર થઈ ગયા હતા. આ પછી સેના અને પોલીસે મોરચો સંભાળીને દેખાવકારોને ગ્રીન ઝોન છોડવાની અપીલ કરી.

    તંગ વાતાવરણને જોતા સમગ્ર ઈરાકમાં કર્ફ્યુ લાદવો પડ્યો છે અને શહેરના દરેક ખૂણે સેના તૈનાત કરવામાં આવી છે. ઑક્ટોબરની સંસદીય ચૂંટણીઓમાં મુક્તદા અલ-સદરની પાર્ટીએ સૌથી વધુ બેઠકો જીતી હોવાથી ઇરાકની સરકાર સ્થિર હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ તેઓ બહુમતી સુધી પહોંચવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમણે સર્વસંમતિ સરકાર બનાવવા માટે ઈરાન સમર્થિત શિયા પ્રતિસ્પર્ધીઓ સાથે વાટાઘાટો કરવાનો પણ ઇનકાર કર્યો હતો.

    ઉલ્લેખનીય છે કે ઈરાક પહેલા ભારતના પાડોશી દેશ શ્રીલંકામાં અરાજકતાનું વાતાવરણ જોવા મળ્યું હતું . દેશની રાજધાની કોલંબોમાં 9 જુલાઈ 2022 ના રોજ, વિરોધીઓ રાષ્ટ્રપતિ ભવનમાં ઘુસી ગયા હતા. આ પછી રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને પલાયન કર્યું હતું. તે જ સમયે સુરક્ષા દળોની કાર્યવાહીમાં ઘણા પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં