Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઉત્તરપ્રદેશના બદાયુમાં પોલીસની સતર્કતાએ એક હિન્દૂ યુવતીને લવ જેહાદમાંથી બચાવી: મધરાતે હિન્જા...

    ઉત્તરપ્રદેશના બદાયુમાં પોલીસની સતર્કતાએ એક હિન્દૂ યુવતીને લવ જેહાદમાંથી બચાવી: મધરાતે હિન્જા અલી સાથે ભાગવા જઈ રહી હતી

    સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતી એક હિન્દૂ યુવતી છેલ્લા કેટલાક દિવસોથી એક મુસ્લિમ યુવક સાથે વાત કરી રહી હતી. તેના સંબંધીઓને આની આશંકા હતી પરંતુ, તેમને તે કેવી રીતે અને કયા યુવક સાથે વાત કરે છે તે ખબર ન હતી.

    - Advertisement -

    ઉત્તરપ્રદેશના બદાયુમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક હિન્દૂ યુવતી અડધી રાતે ઘરે કોઈને જાણ કાર્ય વગર બરેલીમાં પોતાના પ્રેમી હિન્જા અલી પાસે જય રહી હતી. પોલીસ દ્વારા પુછપરછ કરાતા તમામ હકીકત સામે આવી હતી.

    જાગરણના અહેવાલ અનુસાર ભર ઠંડીમાં અડધી રાતે એક યુવતી લુપાઈ છુપાઈને ક્યાંક જઈ રહી હતી. પોલીસની નજર પડતા તેને અટકાવવામાં આવી હતી. પોલીસને જોઈને તે ડરી ગઈ હતી અને અહીં-તહીં વાત શરૂ કરી હતી. જ્યારે પોલીસને શંકા ગઈ અને તેમણે પરિવારના સભ્યોનો નંબર પૂછ્યો તો તેણે કહ્યું કે તે બરેલીના હિન્જા અલી નામના યુવક સાથે પ્રેમમાં છે, તે તેની પાસે જઈ રહી છે. બાદમાં પોલીસ તેને પોલીસ સ્ટેશન લઈ આવી. તેના સંબંધીઓને બોલાવવામાં આવ્યા અને તેને તેમની સાથે મોકલવામાં આવી હતી.

    સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં રહેતી એક હિન્દૂ યુવતી છેલ્લા કેટલાક દિવસોથી એક મુસ્લિમ યુવક સાથે વાત કરી રહી હતી. તેના સંબંધીઓને આની આશંકા હતી પરંતુ, તેમને તે કેવી રીતે અને કયા યુવક સાથે વાત કરે છે તે ખબર ન હતી. આ બધા વચ્ચે શુક્રવારે (25 નવેમ્બર) રાત્રે તમામ સંબંધીઓ સુઈ ગયા બાદ તે ઘરની બહાર નીકળી ગઈ હતી. તેની પાસે એક બેગ અને થોડો સામાન હતો. તે શહેરમાંથી બસ સ્ટેન્ડ સુધી એકલી જતી હતી.

    - Advertisement -

    મધરાતે એકલી કિશોરીને આ રીતે જતી જોઈ સ્થાનિક ચોકી ઇન્ચાર્જને શંકા ગઈ હતી. જ્યારે તે શહેરના ઈન્દિરા ચોક પર પહોંચી ત્યારે ચોકીના ઈન્ચાર્જ જવાહરપુરી કમલેશ યાદવ પેટ્રોલિંગમાં હતા. તેમણે છોકરીને જોઈને તેને રોકી, તેનું નામ વગેરે પુછ્યા બાદ તે આટલી રાત્રે એકલી ક્યાં જતી હતી તેમ પુછતાં યુવતી અહી-ત્યાં વાત કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે આઉટપોસ્ટ ઈન્ચાર્જે આગ્રહ કર્યો ત્યારે તેણે કહ્યું કે તે તેના મિત્ર પાસે બરેલી જઈ રહી છે. આ માટે તે બસ સ્ટેશનથી બસપકડવા આવી છે.

    આ સાંભળીને ચોકીના ઈન્ચાર્જે તેનો મોબાઈલ નંબર લઈ લીધો જેથી તે ડરી ગઈ હતી. આના પર પોલીસને શંકા હતી કે તે ભાગી રહી છે. પોલીસ તેને પોલીસ સ્ટેશન લઈ ગઈ, જ્યાં યુવતીના સંબંધીઓને બોલાવવામાં આવ્યા. કિશોરીએ જણાવ્યું કે તે બરેલીના હિન્જા અલી નામના યુવકને મળવા જઈ રહી હતી. તે તેને પ્રેમ કરે છે. આ પછી પોલીસે બાળકીને તેના સંબંધીઓને સોંપી દીધી હતી. જોકે સંબંધીઓએ ફરિયાદ કરી ન હતી. પોલીસે યુવતીને લવ જેહાદની જાળમાં ફસતી બચાવી હોવાની આખો દિવસ ચર્ચા હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં