Thursday, May 2, 2024
More
    હોમપેજગુજરાત26-27 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે પીએમ નરેન્દ્ર મોદી: છોટાઉદેપુરમાં 5200 કરોડનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત...

    26-27 સપ્ટેમ્બરે ગુજરાત પ્રવાસે પીએમ નરેન્દ્ર મોદી: છોટાઉદેપુરમાં 5200 કરોડનાં વિકાસકાર્યોનાં લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે

    વડાપ્રધાન મોદી અમદાવાદમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટનાં 20 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે, છોટાઉદેપુરમાં કરોડોનાં વિકાસકામોની ભેટ આપશે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26-27 સપ્ટેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અહીં તેઓ ‘વાઇબ્રન્ટ ગુજરાત’ સમિટનાં 20 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત ખાસ કાર્યક્રમમાં ભાગ લેશે તેમજ છોટાઉદેપુરના બોડેલીમાં 5200 કરોડનાં વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ પણ કરશે. 

    વડાપ્રધાન 26મીના રોજ ગુજરાત આવી પહોંચશે. 27 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યે અમદાવાદ સાયન્સ સિટી ખાતે આયોજિત વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ શરૂ થવાનાં 20 વર્ષ પૂર્ણ થવા પર આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં ઉદ્યોગપતિઓ, વ્યાપારી જગતના અગ્રણીઓ, હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન કોલેજના વિદ્યાર્થીઓ વગેરે ભાગ લેશે. 

    ઉલ્લેખનીય છે કે બરાબર 20 વર્ષ પહેલાં 2003માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ‘વાઇબ્રન્ટ ગુજરાત’ સમિટનો વિચાર અમલમાં મૂક્યો હતો અને એક ગ્લોબલ સમિટનું આયોજન કર્યું હતું. સૌથી પહેલી સમિટ 28 સપ્ટેમ્બર, 2003ના રોજ યોજવામાં આવી હતી. સમય જતાં આ ઇવેન્ટ એક ગ્લોબલ ઈવેન્ટમાં તબદિલ થઈ ગઈ અને વિશ્વની સૌથી મહત્વપૂર્ણ બિઝનેસ સમિટની યાદીમાં સ્થાન પામી. 2003માં યોજાયેલી સમિટમાં 300 આંતરરાષ્ટ્રીય સભ્યોએ ભાગ લીધો હતો, જે સંખ્યા વર્ષ 2019 આવતાં હજારો સુધી પહોંચે અને તે સમિટમાં 135 દેશના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. 

    - Advertisement -

    27મીના રોજ બપોરે વડાપ્રધાન મોદી છોટાઉદેપુરના બોડેલી ખાતે પહોંચશે. અહીં તેઓ ‘મિશન સ્કૂલ ઑફ એક્સલન્સ’ હેઠળ 4500 કરોડનાં કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. જેનાથી સ્કૂલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બમણો વેગ મળશે. વડાપ્રધાન છોટાઉદેપુરથી ગુજરાતભરમાં નિર્માણ પામેલા હજારો નવા વર્ગખંડો, સ્માર્ટ ક્લાસરૂમ, કોમ્પ્યુટર લેબ, STEM (સાયન્સ, ટેક્નોલોજી એન્જિનિયરિંગ એન્ડ મેથ્સ) લેબ અને અન્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું લોકાર્પણ પણ કરશે. 

    અહીં પીએમ મોદી ‘વિદ્યા સમીક્ષા કેન્દ્ર 2.Oનું ખાતમુહૂર્ત પણ કરશે. આ કાર્યક્રમ હેઠળ ગુજરાતના તમામ જિલ્લા અને તાલુકાઓમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવશે. જે એક રીતે કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર છે, જ્યાંથી શાળાઓ અને ત્યાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પર સતત મોનિટરિંગ કરવામાં આવે છે. 

    આ ઉપરાંત, પીએમ વડોદરાના સિનોરમાં નર્મદા નદી પર બનાવવામાં આવેલા નવનિર્મિત પુલ, વડોદરામાં EWS માટે બનાવવામાં આવેલાં 400 નવાં ઘરો, ગુજરાતનાં 7500 ગામડાંમાં વિલેજ વાઇફાઇ પ્રોજેક્ટ, દાહોદમાં નવીનીકરણ પામેલ તળાવ તેમજ નવનિર્મિત જવાહર નવોદય વિદ્યાલયનું પણ લોકાર્પણ કરશે. 

    આ ઉપરાંત, પીએમ મોદી છોટાઉદેપુરમાં વોટર સપ્લાય પ્રોજેક્ટ, ગોધરામાં ફ્લાયઓવર બ્રિજ અને કેન્દ્ર સરકારની યોજના ‘બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ નેટવર્ક ડેવલપમેન્ટ’ હેઠળ દાહોદમાં નિર્માણ પામનાર FM રેડિયો સ્ટુડિયોનું ખાતમુહૂર્ત પણ કરશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં