Sunday, October 13, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘ધ કેરાલા સ્ટોરી ફિલ્મમાં આતંકી ષડ્યંત્રનો ખુલાસો થયો’: કર્ણાટકમાં બોલ્યા પીએમ મોદી,...

    ‘ધ કેરાલા સ્ટોરી ફિલ્મમાં આતંકી ષડ્યંત્રનો ખુલાસો થયો’: કર્ણાટકમાં બોલ્યા પીએમ મોદી, કોંગ્રેસ પર પણ સાધ્યું નિશાન

    કેરળમાં ચાલતા આતંકી ષડ્યંત્રનો ખુલાસો આ ‘કેરાલા સ્ટોરી’ ફિલ્મમાં કરવામાં આવ્યો છે: પીએમ

    - Advertisement -

    કેરળની હજારો યુવતીઓના ધર્માંતરણ પર આધારિત ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ હાલ ચર્ચામાં છે. ફિલ્મ આજે સિનેમાઘરોમાં રિલીઝ પણ થઇ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે આ ફિલ્મનો ઉલ્લેખ પોતાના ભાષણમાં કર્યો હતો. તેમણે કહ્યું કે, આ ફિલ્મમાં કેરળમાં ચાલતા આતંકી ષડ્યંત્રનો ખુલાસો કરવામાં આવ્યો છે. આ સિવાય તેમણે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું હતું. 

    કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે એક જનસભા સંબોધતાં વડાપ્રધાને કહ્યું, “છેલ્લાં કેટલાંક વર્ષોમાં આતંકનું વધુ એક ભયાનક સ્વરૂપ પેદા થઇ ગયું છે. બૉમ્બ, બંદૂક અને પિસ્તોલનો અવાજ તો સંભળાય છે પરંતુ સમાજને અંદરથી ખોખલો કરવાના આતંકી ષડ્યંત્રનો કોઈ અવાજ નથી હોતો અને કોર્ટે પણ આતંકના આ સ્વરૂપ પર ચિંતા વ્યક્ત કરી છે.” 

    તેમણે ઉમેર્યું, “આવા જ આતંકી ષડ્યંત્ર પર બનેલી ફિલ્મ ‘કેરાલા સ્ટોરી’ હમણાં ચર્ચામાં છે. કહેવાય છે કે ‘કેરાલા સ્ટોરી’ આતંકવાદીઓની છદ્મ નીતિઓ પર આધારિત છે. દેશનું આટલું સુંદર રાજ્ય, જ્યાંના લોકો આટલા પરિશ્રમી અને પ્રતિભાશાળી હોય છે, એ કેરળમાં ચાલતા આતંકી ષડ્યંત્રનો ખુલાસો આ ‘કેરાલા સ્ટોરી’ ફિલ્મમાં કરવામાં આવ્યો છે.”

    - Advertisement -

    કોંગ્રેસ પર નિશાન સાધતાં તેમણે કહ્યું, “દેશનું દુર્ભાગ્ય જુઓ કે કોંગ્રેસ આજે સમાજને તહસનહસ કરનારી આ આતંકી પ્રવૃત્તિ સાથે ઉભેલી જોવા મળે છે. એટલું જ નહીં, આવી આતંકી પ્રવૃતિઓ કરનારાઓ સાથે કોંગ્રેસ પાછળના દરવાજેથી રાજકીય સોદાબાજી પણ કરી રહી છે. કર્ણાટકના લોકોએ કોંગ્રેસથી સાવચેત રહેવાની જરૂર છે.” 

    તેમણે આતંકવાદને માનવતાવિરોધી, જીવનમૂલ્ય વિરોધી અને વિકાસવિરોધી ગણાવીને કહ્યું કે, “હું એ જોઈને હેરાન છું કે પોતાની વોટબેન્ક ખાતર કોંગ્રેસે આતંકવાદ સામે ઘૂંટણ ટેકવી દીધાં છે. આવી પાર્ટી કર્ણાટકની કે તેના નાગરિકોની રક્ષા કરી શકે નહીં.” આગળ ઉમેર્યું કે, વોટ બેન્કના ડરના કારણે આજે કોંગ્રેસ આતંકવાદ વિરુદ્ધ એક શબ્દ બોલવાની હિંમત પણ ખોઈ બેઠી છે. વોટ બેન્કના રાજકારણના કારણે કોંગ્રેસે આતંકવાદને પાળ્યો અને તેને પોષણ આપ્યું તેમ પણ તેમણે અંતે ઉમેર્યું હતું. 

    ઉલ્લેખનીય છે કે કર્ણાટકમાં આગામી 10 મેના રોજ વિધાનસભા ચૂંટણી માટે મતદાન હાથ ધરવામાં આવનાર છે. જ્યારે 13 મેના રોજ ચૂંટણીનાં પરિણામો ઘોષિત કરવામાં આવશે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં