Sunday, September 8, 2024
More
    હોમપેજદેશ‘સોશિયલ મીડિયા પ્રોફાઇલ પરથી હટાવો 'મોદી કા પરિવાર'’: સમર્થકો અને કાર્યકર્તાઓને PM...

    ‘સોશિયલ મીડિયા પ્રોફાઇલ પરથી હટાવો ‘મોદી કા પરિવાર’’: સમર્થકો અને કાર્યકર્તાઓને PM મોદીની અપીલ, કહ્યું- તમારા આ અભૂતપૂર્વ પ્રેમના કારણે જ મળી ઊર્જા

    ત્રીજી ટર્મના ત્રીજા જ દિવસે પીએમ મોદીએ પોતાના આધિકારિક X હેન્ડલ પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે, "લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન આખા ભારતના લોકોએ મારા -પ્રત્યે સ્નેહના પ્રતિક સમાન પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર "મોદી કા પરિવાર" લખ્યું હતું. આનાથી મને ખૂબ જ ઊર્જા મળી."

    - Advertisement -

    લોકસભા ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ કરવા માટે લાલુ પ્રસાદ યાદવે આપત્તિજનક ટિપ્પણી કરી હતી. તેમણે વડાપ્રધાનના પરિવારને લઈને અપમાનજનક વાતો કહી હતી. જે બાદ આખા દેશમાં એક જુવાળ ફાટી નીકળ્યો અને ભાજપના ઊંચા દરજ્જાના નેતાઓ સહિત કાર્યકર્તાઓ અને દેશના કરોડો લોકોએ સોશિયલ મીડિયા પર બાયોમાં ‘મોદી કા પરિવાર’ (Modi Ka Parivar) લખીને પીએમને સમર્થન આપ્યું હતું. ત્યારે હવે મોદી કા પરિવાર કેમ્પેઈનને લઈને વડાપ્રધાન મોદીએ દેશની જનતાનો આભાર માનીને અપીલ કરતા કહ્યું છે કે લોકો હવે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી મોદી કા પરિવાર હટાવી શકે છે.

    ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં દેશમાં ફરી એક વાર NDAની સરકાર બની છે. મોદીએ ત્રીજી વાર વડાપ્રધાન પદના શપથ લીધા છે. તેવામાં ત્રીજી ટર્મના ત્રીજા જ દિવસે પીએમ મોદીએ પોતાના આધિકારિક X હેન્ડલ પર એક પોસ્ટ કરી હતી. આ પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે, “લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન આખા ભારતના લોકોએ મારા પ્રત્યે સ્નેહના પ્રતિક સમાન પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ‘મોદી કા પરિવાર’ લખ્યું હતું. આનાથી મને ખૂબ જ ઊર્જા મળી. ભારતના લોકોએ સતત ત્રીજી વાર NDAને બહુમત આપ્યો છે, જે એક રેકોર્ડ છે અને અમને દેશના હિતમાં કામ કરવા માટે જનાદેશ આપ્યો છે.”

    મોદી કા પરિવાર કેમ્પેઈનને લઈને વડાપ્રધાન મોદીએ લખ્યું કે, “આપણે બધા જ એક પરિવાર છીએ, તેવો મજબુતીથી સંદેશ આપવા બદલ ફરી એક વાર ભારતના લોકોનો આભાર માનવા ઈચ્છીશ અને અપીલ કરવા માંગીશ કે હવે જો લોકો ઈચ્છે તો તેઓ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ‘મોદી કા પરિવાર’ લખેલું હટાવી શકે છે અને પોતાનું નામ રાખી શકે છે. પરંતુ ભારતની પ્રગતિ માટે પ્રયાસ કરવાવાળા એક પરિવારના રૂપમાં આપણું બંધન મજબૂત અને અતુટ રહેશે.”

    - Advertisement -

    જયારે લાલુ પ્રસાદ યાદવે પરિવારના નામે વડાપ્રધાન મોદી પર કર્યા અંગત પ્રહાર, ત્યારે શરૂ થયું કેમ્પેઈન

    ઉલ્લેખનીય છે કે ગત માર્ચ મહિનામાં જનવિશ્વાસ રેલીમાં લાલુ યાદવે વડાપ્રધાન મોદી વિશે વાંધાજનક ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, “મોદી ક્યા હૈ? મોદી કોઇ ચીજ નહીં હૈ. મોદી કે પાસ તો પરિવાર હી નહીં હૈ. અરે ભાઈ, તુમ બતાઓ ના કી તુમ્હારે પરિવાર મેં કોઇ સંતાન ક્યોં નહીં હુઆ. જ્યાદા સંતાન હોને વાલે લોગોં કો બોલતા હૈ કી પરિવારવાદ હૈ, પરિવાર કે લિયે લડ રહા હૈ. તુમ્હારે પાસ તો પરિવાર નહીં હૈ.”

    આગળ લાલુ યાદવે કહ્યું હતું કે, “તુમ (મોદી) તો હિંદુ ભી નહીં હો. મોદી કી માતાજી કા જબ નિધન હુઆ તો સબને દેખા કી મોદી ને માં કી મૌત કે બાદ ભી બાલ-દાઢી નહીં બનાવાયા. કિસી કી માં મરતી હૈ તો બેટા બાલ અપના છીલવાતા હૈ. તુમ ક્યોં નહીં છીલવાયે, જબ તુમ્હારી માં કા નિધન હુઆ.”

    તેમના આ પ્રકારના નિવેદનો બાદ વડાપ્રધાન મોદીએ આખા દેશને પોતાનો પરિવાર ગણાવ્યો હતો અને જોત-જોતામાં આ જ્વાળા આખા દેશમાં ફેલાઈ ગઈ. લોકો વડાપ્રધાનની પડખે આવ્યા અને પોતાને મોદીનો પરિવાર ગણાવ્યો. આ આખા ઘટનાક્રમ વચ્ચે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સહિતના તમામ મોટા નેતાઓએ પોતાના આધિકારિક X હેન્ડલ પર બાયો બદલીને તેમાં પોતાના નામની પાછળ ‘મોદી કા પરિવાર’ લખી નાંખ્યું હતું. વડાપ્રધાન મોદીના ‘મેરા ભારત મેરા પરિવાર’ કહ્યા બાદ સેંકડો લોકોએ X પર પોતાનો બાયો બદલીને ફરી એક વાર ‘મૈ ભી ચોકીદાર’ કેમ્પેઈન જેવો માહોલ ઉભો કર્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં