ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે એક્શન પ્લાન તૈયાર કરીને તેના પર કામ કરવામાં આવી રહ્યું છે. PMOની ટીમની આગેવાની હેઠળ તમામ બચાવ કામગીરી થઈ રહી છે. જરૂરી ભોજનથી લઈને પાણી પણ શ્રમિકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. સાથે જ ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવાની રણનીતિ પણ બદલવામાં આવી છે. જે વચ્ચે એવા સમાચાર આવી રહ્યા છે કે PM મોદીએ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંઘ ધામી સાથે ટેલિફોનિક વાત કરીને બચાવ કામગીરીની જાણકારી મેળવી છે.
ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા શ્રમિકોને આજે 8 દિવસ થઈ ગયા છે. 12 નવેમ્બર એટલે કે દિવાળીના દિવસથી શ્રમિકો ફસાયા છે. તેમને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે સરકાર તમામ પ્રયત્નો કરવા પ્રતિબદ્ધ છે. દિલ્હીમાં યોજાયેલી હાઈ લેવલ મિટિંગમાં પણ કહેવામાં આવ્યું હતું કે, શ્રમિકોને બચાવવા માટે જે કઈ પણ થઈ શકે છે, તે કરવાનું છે. આ ઘટનાક્રમ વચ્ચે સોમવારે (20 નવેમ્બરે) સવારે PM નરેન્દ્ર મોદીએ ઉત્તરખંડના CM પુષ્કર સિંઘ ધામી સાથે વાત કરીને ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા શ્રમિકોને બહાર કાઢવા માટે ચાલી રહેલી બચાવ કામગીરીની અપડેટ મેળવી હતી.
ટનલના ફસાયેલા તમામ શ્રમિકોને સીરક્ષિત બહાર કઢાશે
PM મોદીએ CM પુષ્કર સિંઘ ધામી સાથે ફોન પર વાત કરીને ઉત્તરકાશીના સિલ્કયારા પાસેની ટનલમાં ફસાયેલા શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યો વિશે જાણકારી મેળવી હતી. PM મોદીએ કહ્યું હતું કે “કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓના પરસ્પર સમન્વયથી શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવશે. ફસાયેલા શ્રમિકોનું મનોબળ જાળવી રાખવાની જરૂર છે.” આ ઉપરાંત તેમને હમણાં સુધી ચાલેલા બચાવ કામગીરીની અપડેટ પણ લીધી હતી. CM ધામીએ સ્થિતિની જાણકારી આપતા જણાવ્યું હતું કે, “રાજ્ય અને કેન્દ્રીય એજન્સીઓ પરસ્પર સમન્વય અને તત્પરતાની સાથે રાહત અને બકહવ કાર્યમાં જોડાઈ છે.” તેમણે વધુમાં કહ્યું કે, “ટનલમાં ફસાયેલા શ્રમિકો સુરક્ષિત છે. તેમને ઓક્સિજન, પૌષ્ટિક આહાર અને પાણી આપવામાં આવી રહ્યું છે.”
Uttarkashi (Uttarakhand) Tunnel rescue | Prime Minister Narendra Modi had a telephonic conversation with Uttarakhand CM Pushkar Singh Dhami. PM took information about the ongoing relief and rescue operations of the workers trapped in the Silkyara tunnel in Uttarkashi. PM Modi…
— ANI (@ANI) November 20, 2023
નોંધવા જેવી વાત એ છે કે હમણાં સુધીમાં PM મોદી શ્રમિકોના બચાવ કાર્યની જાણકારી માટે CM ધાનીને ત્રણ વાર ફોન કરી ચૂક્યા છે. તેઓ દરેક વખતે શ્રમિકોની ચિંતા કરી આશ્વાસન આપ્યું છે. તેમ છતાં વિરોધીઓ વારંવાર PM મોદી પર પ્રહાર કરતા રહે છે કે તેમને દેશની જનતાની કોઈ ચિંતા નથી. પરંતુ વડાપ્રધાન શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ચાલી રહેલા તમામ બચાવ કાર્યોની અપડેટ લઈ રહ્યા છે.
PMOની ટીમે સાંજ સુધીમાં રિપોર્ટ જમા કરવા કહ્યું
20 નવેમ્બર એટલે કે સોમવારની સવારે PMO અધિકારી અને PM મોદીના ભૂતપૂર્વ સલાહકાર ભાસ્કર ખુબ્લે અને PMOના ઉપસચિવ મંગેશ ધિલ્ડિયાલે બચાવ કામગીરીમાં સામેલ તમામ સંબંધિત વિભાગો (RVNL, NavYug, ONGC, રાજ્ય PWD, BRO અને THDC)ને અપીલ કરી છે અને તેમને શ્રમિકોને બચાવવા માટે ચાલી રહેલા રેસ્ક્યૂ ઓપરેશનનો રિપોર્ટ સાંજ સુધીમાં જમા કરવા કહ્યું છે.
#WATCH | Uttarkashi (Uttarakhand) Tunnel rescue | Morning visuals from Silkyara Tunnel where 41 workers are stranded after a part of the tunnel collapsed on November 12.
— ANI (@ANI) November 20, 2023
The former advisor of PMO Bhaskar Khulbe and Deputy Secretary of PMO Mangesh Ghildiyal appealed to all the… pic.twitter.com/1DYPqUzWmM
શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવા માટે ચાલી રહેલા ઓપરેશનની આગેવાની PMOની ટીમ કરી રહી છે. કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ પરસ્પર સમન્વય સાધીને બચાવ કામગીરીની દિશામાં આગળ વધી રહી છે.