Saturday, October 5, 2024
More
    હોમપેજરાજકારણકર્ણાટકમાં કાર્યક્રમ દરમિયાન CM સિદ્ધારમૈયાની સામે જ લાગ્યા મોદી-મોદીના નારા, વડાપ્રધાને હસતાં-હસતાં...

    કર્ણાટકમાં કાર્યક્રમ દરમિયાન CM સિદ્ધારમૈયાની સામે જ લાગ્યા મોદી-મોદીના નારા, વડાપ્રધાને હસતાં-હસતાં કહ્યું- મુખ્યમંત્રીજી, ઐસા હોતા રહેતા હૈ!- વિડીયો વાયરલ

    શુક્રવારે (19 જાન્યુઆરી) વડાપ્રધાન મોદી બેંગલુરુમાં બોઈલ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટરના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પણ ઉપસ્થિત હતા.

    - Advertisement -

    વડાપ્રધાન મોદી શુક્રવારે (19 જાન્યુઆરી) કર્ણાટકના પ્રવાસ પર હતા. જે દરમિયાન તેમણે બેંગલુરુમાં બોઈલ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટરના નવા કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ સમયે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પણ ત્યાં ઉપસ્થિત હતા. PM મોદી જ્યારે કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે લોકોએ સિદ્ધારમૈયાની સામે જ અચાનક ‘મોદી-મોદી’ના નારા લગાવવાના ચાલુ કરી દીધા. જે બાદ PM મોદીએ હસતાં-હસતાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સામે જોયું અને કટાક્ષ કરતાં કહ્યું કે, “મુખ્યમંત્રીજી ઐસા હોતા રહેતા હૈ.” PM મોદીના આવા કટાક્ષ બાદ મુખ્યમંત્રી સિદ્ધરમૈયા પોતાના માથા પર હાથ રાખતા જોવા મળ્યા હતા.

    શુક્રવારે (19 જાન્યુઆરી) વડાપ્રધાન મોદી બેંગલુરુમાં બોઈલ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટરના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પણ ઉપસ્થિત હતા. PM મોદી કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, “ભારત STEM શિક્ષણનું કેન્દ્ર છે. મારી વિદેશ યાત્રા દરમિયાન એક નેતાએ પૂછ્યું કે, શું મહિલાઓ STEM ભણે છે, મેં કહ્યું કે છાત્રાઓ પુરુષોની સરખામણીએ STEM વધુ ભણે છે.” આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે, “ભારતમાં એક સ્થિર સરકાર છે.” તો સભામાં હાજર લોકોએ સિદ્ધારમૈયાની સામે જ જોરજોરથી ‘મોદી-મોદી’ના નારા લગાવવાના શરૂ કરી દીધા. જેના પર PM મોદીએ હસતાં-હસતાં સિદ્ધારમૈયા પર કટાક્ષ કરતાં કહ્યું કે, “મુખ્યમંત્રીજી, ઐસા હોતા રહેતા હૈ.” જે બાદ તેઓ ફરીથી કાર્યક્રમને સંબોધિત કરવા લાગ્યા હતા.”

    વડાપ્રધાન મોદીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ છે.

    - Advertisement -

    બોઈંગના નવા સેન્ટર પર ખર્ચ થયા છે ₹1,600 કરોડ

    બેંગલુરુમાં વિકસિત આયધુનિક બોઈંગ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સેન્ટર પરિસર લગભગ ₹1,600 કરોડના ખર્ચથી નિર્માણ પામ્યું છે. આ વિશાળ પરિસર 43 એકર જમીન પર ફેલાયેલો છે. બોઈંગનું નવું સેન્ટર કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટની પાસે બેંગલુરુના બહારના વિસ્તારમાં બનાવાયું છે. કાર્યક્રમમાં વડપ્રધાને કહ્યું હતું કે, બોઈંગનું ટેક કેમ્પસ બેંગલુરુની છબીને મજબૂત કરશે. આ કર્ણાટક માટે મોટો દિવસ છે.

    PMએ વધુમાં કહ્યું હતું કે, “ગત વર્ષે એશિયાનું સૌથી મોટું હેલિકોપ્ટર વિનિર્માણ સેન્ટર ખૂલ્યું છે. કર્ણાટક વિમાન કેન્દ્ર તરીકે વિકસિત થઈ રહ્યું છે. તેનાથી યુવાનોને નવા કૌશલો શીખવામાં મદદ મળશે. દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. ચંદ્રયાન-3ની સફળતાએ વૈજ્ઞાનિક અભિગમને પ્રોત્સાહન આપ્યું છે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં