Saturday, July 27, 2024
More
    હોમપેજરાજકારણPM મોદીએ MK ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને કર્યા યાદ: કહ્યું- 'જય...

    PM મોદીએ MK ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીને કર્યા યાદ: કહ્યું- ‘જય જવાન, જય કિસાન’નો નારો આજે પણ દેશને આપે છે પ્રેરણા

    PM મોદીએ લખ્યું કે, "લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતી પર યાદ કરું છું. દેશ પ્રત્યેની તેમની સાદગી અને સમર્પણ અને 'જય જવાન, જય કિસાન'ના નારા આજે પણ દેશની પેઢીઓને પ્રેરણા આપે છે."

    - Advertisement -

    દેશભરમાં 2 ઓક્ટોબરે ગાંધી જયંતી અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતી ઉજવવામાં આવે છે. PM નરેન્દ્ર મોદીએ પણ આ દિવસે મોહનદાસ ગાંધી અને ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને યાદ કર્યા છે. તેમણે જણાવ્યું કે એમકે ગાંધી અને લાલ બહાદુર શાસ્ત્રીએ દેશના વિકાસ અને કલ્યાણ માટે કેવું કામ કર્યું છે. PM મોદીએ ટ્વિટ કરીને બંને નેતાઓને શ્રદ્ધાંજલિ આપી છે. સાથે તેમણે એ પણ જણાવ્યું કે ભારતના પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો નારો ‘જય જવાન, જય કિસાન’ આજે પણ દેશની પેઢીઓને પ્રેરણા આપી રહ્યો છે.

    મોહનદાસ ગાંધીને શ્રદ્ધાંજલિ આપતા PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર લખ્યું કે, “ગાંધી જયંતિના આ ખાસ અવસર પર હું મહાત્મા ગાંધી સમક્ષ મસ્તક નમાવું છું. તેમના ઉપદેશોએ હંમેશા આપણાં માર્ગને પ્રકાશિત કર્યો છે. તેમનો પ્રભાવ વૈશ્વિક છે, જે સમગ્ર માનવ જાતિને એકતા અને કરુણાની ભાવનાને અનુસરવા માટે પ્રેરણા આપે છે. તેમના સપના સાકાર કરવા માટે આપણે હંમેશા કામ કરતાં રહીએ. તેમના વિચારો દરેક યુવાનોને તેમણે જે પરિવર્તનનું સપનું જોયું હતું તેના વાહક બનવા માટે સક્ષમ બનાવે, જેથી એકતા અને સંવાદિતાને પ્રોત્સાહન મળે.”

    ‘જય જવાન, જય કિસાન’ના નારા આજે પણ દેશની પેઢીઓને પ્રેરણા આપે છે

    PM મોદીએ મોહનદાસ ગાંધી બાદ પૂર્વ વડાપ્રધાન અને ‘જય જવાન, જય કિસાન’ના નારાના જનક એવા લાલ બહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

    - Advertisement -

    તેમણે લખ્યું કે, “લાલ બહાદુર શાસ્ત્રીને તેમની જન્મજયંતી પર યાદ કરું છું. દેશ પ્રત્યેની તેમની સાદગી અને સમર્પણ અને ‘જય જવાન, જય કિસાન’ના નારા આજે પણ દેશની પેઢીઓને પ્રેરણા આપે છે. ભારતની પ્રગતિ પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને પડકારજનક સમયમાં તેમનું નેતૃત્વ અનુકરણીય છે. અમે હંમેશા મજબૂત ભારતના તેમના વિઝનને સાકાર કરવા માટે કામ કરીશું.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં