Thursday, April 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સુરતીલાલાઓએ ખુલ્લા મને આવકાર્યા, મોદીએ પણ સંસ્મરણો વાગોળ્યા: 3472...

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને સુરતીલાલાઓએ ખુલ્લા મને આવકાર્યા, મોદીએ પણ સંસ્મરણો વાગોળ્યા: 3472 કરોડની 59 યોજનાઓનું લોકાર્પણ

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ગૃહરાજ્ય ગુજરાત આવી પહોંચ્યા છે. આજે સવારે તેમણે સુરત અને બાદમાં ભાવનગર ખાતે સભાઓ સંબોધી હતી અને અસંખ્ય સરકારી કાર્યોનું લોકાર્પણ પણ કર્યું હતું.

  - Advertisement -

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. મોદીની સુરત એરપોર્ટ પર ઉતર્યા બાદ હેલિકોપ્ટરમાં ગોડાદરાના હેલિપેડ પર પહોંચ્યા હતા. ત્યાર બાદ હેલિપેડથી રોડ-શોની શરૂઆત થઈ હતી. રોડ-શો બાદ ખુલ્લી કારમાં સભા સ્થળે પહોંચ્યા હતા.

  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતાં જણાવ્યું હતું કે સુરતમાં નવરાત્રિમાં દિવાળી જેવો માહોલ છવાયો છે. વડાપ્રધાન મોદીના હસ્તે શહેરમાં 3472.54 કરોડનાં 59 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

  2.70 કિલોમીટરનો રોડ શો યોજાયો

  આજે ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. જેના કાર્યક્રમ માટે પાલિકા દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી હતી. સવારથી જ સુરતીલાલાઓ વડાપ્રધાનના સ્વાગતમાં આવી પહોંચ્યા હતાં.

  - Advertisement -

  મહર્ષિ આસ્તિક સ્કુલની બાજુમાં બનાવેલા હેલીપેડ પર ઉતરીને ત્યાંથી 2.70 કિલોમીટર દુર લિંબાયત નીલગીરી ખાતે સભા મંડપ છે ત્યાં સુધી વડાપ્રધાન રોડ શો કરીને પહોંચ્યા હતા.

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને જોવા માટે લાખોની સંખ્યામાં લોકો રસ્તાની બંને તરફ ભેગા થયા હતા. સમર્થકોએ ભગવા રંગના કપડા પહેર્યા હતા. આખુંય શહેર જાણે ભગવા રંગે રંગાયું હોય તેવો માહોલ સર્જાયો હતો. ઘણા લોકો નવરાત્રિના ચણિયાચોળી, કુર્તા પહેરી તેમજ નવરાત્રિમાં ગરબા રમતી વખતે જોવા મળતી હોય તેવી રંગબેરંગી છત્રી લઈને ઉભા હતા. બાળકો પણ સવારથી જ રોડ શો જોવા માટે પહોંચી ગયા હતા અને નાચીને ખુશી વ્યક્ત કરી હતી.

  મોદીએ કહ્યું સુરત ચાર ‘P’નું ઉદાહરણ

  પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશમાં ત્રણ P પર કામ ચાલી રહ્યું છે. જ્યારે સુરત ચાર ‘P’નું ઉદાહરણ બન્યું છે. પીપલ, પબ્લિક, પ્રાઈવેટ, પાર્ટનરશિપનું ઉદાહરણ બન્યું છે. દુનિયાના વિકસતાં સિટીમાં સુરતને સ્થાન મળ્યું છે.

  તેમણે આગળ કહ્યું કે ઇલેક્ટ્રિક ગાડીના વપરાશ માટે પણ સુરત ઓળખીતું થશે. ડાયમંડ સિટી, બ્રિજ સિટી અને હવે ઈલેક્ટ્રીક વ્હિકલવાળું સિટી તરીકે ઓળખાશે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં ઇલેક્વ્હિટ્કરિકલ ચલાવવા માટે પ્રોત્સાહન આપી રહી છે. સુરતને હું અભિનંદન પાઠવું છું. 25 ચાર્જિંગ સ્ટેશનોનું લોકાર્પણ થયું છે. આગામી દિવસોમાં 500 જેટલાં ચાર્જિંગ સ્ટેશન સ્થાપવામાં આવશે આ ખૂબ મોટી વાત છે.

  ગુજરાત પ્રવાસે આવેલ મોદીએ જણાવ્યું હતું કે, નવરાત્રિના ઉપવાસમાં સુરત આવું અને સુરતનાં જમણ વિના જાઉં એ કઠિન છે. સુરતે ચાર ‘P’નું ઉદાહરણ પુરૂ પાડ્યું છે અને ડાયમંડ સિટી, બ્રિજ સિટી અને હવે ઈલેક્ટ્રીક વ્હિકલવાળું સિટી તરીકે ઓળખાશે.

  3472.54 કરોડનાં 59 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

  • ડ્રીમ સિટી પ્રોજેક્ટના રૂા.370 કરોડનાં કાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
  • રૂા.139 કરોડના ખર્ચે સુરતમાં બનશે નવો બાયોડાઇવર્સિટી પાર્ક
  • રૂા.324.66 કરોડના ખર્ચની ચાર જેટલી પાણીપુરવઠા યોજનાઓનાં અપગ્રેડેશનના કાર્યનું ખાતમુહૂર્ત
  • સિવિલ હોસ્પિટલમાં123.47 કરોડના ખર્ચે બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલ બનશે
  • રૂા.108 કરોડના ખર્ચે સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઈમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરનું લોકાર્પણ
  • રૂા.52 લાખના ખર્ચે ‘ખોજ- વિજ્ઞાન+કળા+નવીનીકરણ મ્યુઝિયમ’નું લોકાર્પણ
  • રૂા.108 કરોડના ખર્ચે સુરત અર્બન ઓબ્ઝર્વેટરી એન્ડ ઈમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરનું લોકાર્પણ
  • સ્મિમેરના G-H બ્લોક, મેડિકલ કોલેજના A-B બ્લોક મોટા કરાશે
  • સ્મિમેરમાં રોજ 3500 દર્દી આવે છે, વર્ષે 200 અન્ડર ગ્રેજ્યુએટ અને 123 પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ હોય છે, જેથી પાલિકાએ 13.47 કરોડના ખર્ચે G-H બ્લોક અને કોલેજના A-B બ્લોકના વિસ્તૃતીકરણનું ખાતમુહૂર્ત

  સુરાત બાદ ભાવનગર પહોંચેલ મોદીનો ભવ્ય રોડ શો

  સુરતમાં વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા બાદ ગુજરાત પ્રવાસે આવેલ વડાપ્રધાન હવે ભાવનગર આવી પહોંચ્યા છે. જ્યાં વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાયો હતો. હવે ટૂંક સમયમાં પીએમ સભા સ્થળે પહોંચી લોકોનેસંબોધી રહ્યા છે. સાથે જ ભાવનગરમાં કરોડોના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરવાના છે.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં