Friday, October 18, 2024
More
    હોમપેજદુનિયારશિયા બાદ હવે યુક્રેન જઈ શકે વડાપ્રધાન મોદી, ઑગસ્ટમાં યાત્રા સંભવ: રાષ્ટ્રપતિ...

    રશિયા બાદ હવે યુક્રેન જઈ શકે વડાપ્રધાન મોદી, ઑગસ્ટમાં યાત્રા સંભવ: રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરશે, યુદ્ધ બાદ પ્રથમ વખત કરશે યાત્રા

    પીએમ મોદી આગામી 23 ઑગસ્ટના રોજ યુક્રેનની યાત્રા કરી શકે છે. અહીં તેઓ ત્યાંના રાષ્ટ્રપતિ વોલિડિમિર ઝેલેન્સ્કી સાથે પણ મુલાકાત કરશે. જો પીએમ મોદીની આ યાત્રા શક્ય બને તો તે રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારબાદ તેમની પ્રથમ મુલાકાત હશે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ રશિયાની મુલાકાત લીધી હતી. અહીં તેઓ રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનને મળ્યા. હવે તેઓ આગલા મહિને યુક્રેન જઈ શકે તેવા અહેવાલો મળી રહ્યા છે. જોકે, હજુ સત્તાવાર જાણકારીની રાહ જોવામાં આવી રહી છે. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીએમ મોદી આગામી 23 ઑગસ્ટના રોજ યુક્રેનની યાત્રા કરી શકે છે. અહીં તેઓ ત્યાંના રાષ્ટ્રપતિ વોલિડિમિર ઝેલેન્સ્કી સાથે પણ મુલાકાત કરશે. જો પીએમ મોદીની આ યાત્રા શક્ય બને તો તે રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું ત્યારબાદ તેમની પ્રથમ મુલાકાત હશે. જોકે, આ પહેલાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી અનેક આંતરરાષ્ટ્રીય સમિટમાં એકબીજા સાથે મુલાકાત કરી ચૂક્યા છે. તાજેતરમાં જ ઇટલીમાં યોજાયેલી G7 સમિટમાં પણ બંને નેતાઓ મળ્યા હતા. 

    નોંધવું જોઈએ કે લાંબો સમય તણાવપૂર્ણ પરિસ્થિતિ રહ્યા બાદ આખરે ફેબ્રુઆરી, 2022માં રાષ્ટ્રપતિ પુતિનના આદેશથી રશિયાની સેના યુક્રેનમાં ઘૂસી ગઈ હતી અને સૈન્ય ઑપરેશન શરૂ કર્યું હતું. ત્યારથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. પશ્ચિમી દેશોએ રશિયા પર અનેક નિયંત્રણો પણ લાદ્યાં છે, પરંતુ હજુ સુધી રશિયાએ પીછેહઠ કરી નથી. બીજી તરફ, ભારતનું વલણ અત્યાર સુધી તટસ્થ રહ્યું છે અને કાયમ શસ્ત્રો મૂકીને શાંતિપૂર્ણ વાતચીતથી સમાધાન લાવવા માટે અપીલ થતી રહી છે. 

    - Advertisement -

    ભારતના બંને દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો રહ્યા છે અને પીએમ મોદી વ્યક્તિગત રીતે પણ અનેક મંચ પરથી યુદ્ધનો અંત લાવીને શાંતિપૂર્ણ સમાધાન માટે પહેલ કરતા રહ્યા છે. તાજેતરમાં જ તેમણે રશિયાની મુલાકાત લીધી હતી. તેઓ 8-9 જુલાઈ એમ બે દિવસ માટે મૉસ્કોમાં હતા, જ્યાં તેમણે રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી તેમજ બંને નેતાઓએ અનેક બેઠકો પણ કરી હતી. 

    બેઠકમાં બંને રાષ્ટ્રાધ્યક્ષોએ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો સુધારવાની દિશામાં પ્રયાસો કરવા સહમતી વ્યક્ત કરી અને સાથોસાથ વ્યાપાર વધારવાની દિશામાં પણ કામ કરવા માટે બંને દેશો સહમત થયા. રશિયામાં જ વડાપ્રધાન મોદીને ત્યાંનો સર્વોચ્ચ નાગરિક સન્માન પુરસ્કાર ‘ઑર્ડર ઑફ સેન્ટ એન્ડ્રૂ, ધ અપોસલ’ એનાયત કરવામાં આવ્યો હતો. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં