Thursday, May 2, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘તમે સરકાર ‘ફોર્મ’ કરી તો મોદીમાં ‘રિફોર્મ’ કરવાની હિંમત આવી…’: રાષ્ટ્રજોગ સંબોધનમાં...

    ‘તમે સરકાર ‘ફોર્મ’ કરી તો મોદીમાં ‘રિફોર્મ’ કરવાની હિંમત આવી…’: રાષ્ટ્રજોગ સંબોધનમાં PM મોદીનો હુંકાર- આવતી 15 ઓગસ્ટે આ જ લાલ કિલ્લા પરથી ફરી દેશની ઉપલબ્ધિઓ પ્રસ્તુત કરીશ

    “હું તમારામાંથી આવું છું. તમારા માટે જીવું છું. સપનું પણ આવે છે તો તમારા માટે આવે છે. પરસેવો તો વહેવડાવું છું તો તમારા માટે વહેવડાવું છું. એટલા માટે નહીં કે તમે જવાબદારી સોંપી છે. એટલે કરી રહ્યો છું કે તમે મારા પરિજનો છો."

    - Advertisement -

    77મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે દિલ્હી સ્થિત લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સતત 10મી વખત દેશને નામ સંબોધન કર્યું. સંબોધનમાં પીએમ મોદીએ અનેક મુદ્દાઓ પર વાતચીત કરી તેમજ દેશની ઉપલબ્ધિઓ પણ ગણાવી. આ સાથે તેમણે બબ્બે વખત વિશ્વાસ મૂકવા બદલ દેશવાસીઓનો આભાર પણ માન્યો. 

    વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “હું દેશવાસીઓને એટલે પણ અભિનંદન કરું છું કે તેમનામાં નીરક્ષીર વિવેકનું સામર્થ્ય છે. સમસ્યાઓના મૂળને સમજવાનું સામર્થ્ય છે. 2014માં દેશવાસીઓએ 30 વર્ષના અનુભવ બાદ નક્કી કર્યું કે દેશ આગળ લઇ જવો હશે તો સ્થિર અને મજબૂત સરકાર જોઈશે અને દેશવાસીઓએ એક મજબૂત સરકાર બનાવી અને ત્રણ દાયકાના અસ્થિરતાના કાળખંડમાંથી દેશને મુક્તિ અપાવી.”

    આગળ તેમણે કહ્યું, “2014માં તમે એક મજબૂત સરકાર બનાવી અને 2014 અને 2019માં તમે સરકાર ‘ફોર્મ’ કરી તો મોદીમાં ‘રિફોર્મ’ કરવાની હિંમત આવી. મોદીએ એક પછી એક રિફોર્મ કર્યાં તો બ્યુરોક્રેસીએ પણ ટ્રાન્સફોર્મ અને પરફોર્મ કરવાની જવાબદારી બખૂબી નિભાવી. જનતા-જનાર્દન તેમાં જોડાઈ તો ટ્રાન્સફોર્મ પણ થતું દેખાઈ રહ્યું છે. આ કાળખંડ ભારતના ભવિષ્યને ઘડી રહ્યો છે.”

    - Advertisement -

    વડાપ્રધાને કહ્યું કે, મારી સરકાર અને મારા દેશવાસીઓનું મન એક જ વાત સાથે જોડાયેલાં છે- અમારા દરેક નિર્ણય અને દરેક દિશાનું એક જ માપદંડ છે- રાષ્ટ્રપ્રથમ. તેમણે કહ્યું કે, દેશના સામર્થ્યમાં કોઈ અછત નથી અને મને અતૂટ વિશ્વાસ છે કે 2047માં જ્યારે દેશ સ્વતંત્રતાનાં 100 વર્ષ ઉજવી રહ્યો હશે ત્યારે વિકસિત ભારતનો ઝંડો લહેરાશે. આ હું દેશના સામર્થ્ય અને ઉપલબ્ધ સંસાધનોના આધારે કહી રહ્યો છું, યુવાશક્તિ અને મહિલા-શક્તિના સામર્થ્યના આધારે કહી રહ્યો છું. 

    રાષ્ટ્રપ્રથમના ભાવ સાથે કઠોર પરિશ્રમ કર્યો છે: મોદી 

    PM મોદીએ ઉમેર્યું. “2014માં હું તમારી પાસે આવ્યો હતો ત્યારે પરિવર્તનનો વાયદો લઈને આવ્યો હતો. 2014માં મેં વાયદો કર્યો હતો કે હું પરિવર્તન લાવીશ અને 140 કરોડ મારા પરિજનોએ મારી ઉપર વિશ્વાસ મૂક્યો તો મેં સાકાર કરવાના પ્રયાસો કર્યા. 5 વર્ષમાં જે વાયદો હતો એ વિશ્વાસમાં બદલાઈ ગયો, કારણ કે મેં પરિવર્તનનો જે વાયદો કર્યો હતો, રિફોર્મ-પરફોર્મ અને ટ્રાન્સફોર્મ દ્વારા એ વાયદાને વિશ્વાસમાં બદલ્યો. કઠોર પરિશ્રમ કર્યો, દેશ માટે કર્યો છે, શાનથી કર્યો છે, માત્રને માત્ર રાષ્ટ્રપ્રથમ, રાષ્ટ્ર સર્વોપરિના ભાવ સાથે કર્યો છે.” 

    વડાપ્રધાને કહ્યું, “2019માં પ્રદર્શનના આધારે તમે મને ફરીથી આશીર્વાદ આપ્યા. પરિવર્તનનો વાયદો અને પરફોર્મન્સ મને ફરી લઇ આવ્યો. આવનારા 5 વર્ષ અભૂતપૂર્વ વિકાસનાં છે. 2047નાં સપનાં સાકાર કરવાનો સ્વર્ણિમ સમય આવનારા 5 વર્ષ છે. આવતી 15 ઓગસ્ટે હું આ જ લાલ કિલ્લા પરથી તમને દેશની ઉપલબ્ધિઓ, તમારા સામર્થ્ય અને તમારા સંકલ્પો, પ્રગતિ અને સફળતાંનાં ગૌરવગાન પ્રસ્તુત કરીશ.”

    તમારા સંકલ્પોને સિદ્ધિ સુધી પહોંચાડવા માટે હું ઝઝૂમતો રહીશ: વડાપ્રધાન 

    પીએમે કહ્યું, “હું તમારામાંથી આવું છું. તમારા માટે જીવું છું. સપનું પણ આવે છે તો તમારા માટે આવે છે. પરસેવો વહેવડાવું છું તો તમારા માટે વહેવડાવું છું. એટલા માટે નહીં કે તમે જવાબદારી સોંપી છે. એટલે કરી રહ્યો છું કે તમે મારા પરિજનો છો. હું તમારા દુઃખને જોઈ નથી શકતો, તમારા સપનાં તૂટતાં નથી જોઈ શકતો, તમારા સંકલ્પોને સિદ્ધિ સુધી પહોંચાડવા કરવા તમારો એક સાથી બનીને, એક સેવક બનીને, તમારા માટે ઝઝૂમવા માટેનો સંકલ્પ લઈને ચાલતો માણસ છું.” 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં