Saturday, April 20, 2024
More
    હોમપેજદુનિયાપીએમ મોદીએ એશિયાની સૌથી મોટી ખાનગી હોસ્પિટલ 'અમૃતા'નું ઉદ્ઘાટન કર્યું: જાણો 6000...

    પીએમ મોદીએ એશિયાની સૌથી મોટી ખાનગી હોસ્પિટલ ‘અમૃતા’નું ઉદ્ઘાટન કર્યું: જાણો 6000 કરોડના ખર્ચે તૈયાર થયેલી હોસ્પીટલની ખાસિયતો

    આ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 4,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમાં એક 4 સ્ટાર હોટેલ, મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ, કોલેજ ફોર એલાઈડ હેલ્થ સાયન્સ, રિહેબિલિટેશન સેન્ટર, દર્દીઓ માટે હેલિપેડ અને દર્દીઓના પરિવારના સભ્યો માટે 498 રૂમનું ગેસ્ટહાઉસ અને અન્ય ઘણી સુવિધાઓનો સમાવેશ થાય છે.

    - Advertisement -

    પીએમ મોદીએ એશિયાની સૌથી મોટી ખાનગી હોસ્પિટલ ‘અમૃતા’નું ઉદ્ઘાટન કર્યું હતું, હરિયાણાના ફરીદાબાદમાં અમ્મા તરીકે ઓળખાતા માતા અમૃતાનંદમયી દેવી દ્વારા સ્થાપના કરાયેલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી પ્રાઇવેટ હોસ્પિટલ છે. રાષ્ટ્રીય રાજધાનીની બહારના વિસ્તાર ફરિદાબાદમાં 133 એકરમાં બનેલી આ હોસ્પિટલ 2,600 બેડની કેપેસીટી ધરાવે છે. હાલ હોસ્પીટલનું બાંધકામ તેના અંતિમ તબક્કામાં છે. આ હોસ્પિટલ બનાવવા માટે લગભગ 6000 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. અહીં 500 ICU બેડ, 81 સ્પેશીયાલીટીઝ અને 8 એક્સીલેંસ સેન્ટરો હશે. તેમાં 64 સંપૂર્ણ નેટવર્કવાળા મોડ્યુલર ઓપરેશન થિયેટર્સ અને 534 ક્રિટિકલ કેર બેડ પણ હશે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર સારવાર માટે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલનું સંચાલન માતા અમૃતાનંદમયી મઠ દ્વારા કરવામાં આવશે. આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું હતું કે, “મા અમૃતાનંદમયીએ આપણને અમૃતા હોસ્પિટલના રૂપમાં આશીર્વાદ આપ્યા છે. થોડા દિવસો પહેલા જ દેશ આઝાદીના અમૃતમાં પ્રવેશ્યો છે. હું ખુશ છું કે અમૃતકાલના પ્રથમ બેલામાં રાષ્ટ્રને માતા અમૃતાનંદમયીના આશીર્વાદનું અમૃત મળ્યું છે.”

    વધુમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “આધુનિકતા અને આધ્યાત્મિકતાના સમન્વયથી આ હોસ્પિટલ ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે સેવા, સુલભ અને અસરકારક સારવારનું માધ્યમ બનશે. અમ્મા એ પ્રેમ, કરુણા, સેવા અને બલિદાનનું પ્રતિક છે. તે ભારતની આધ્યાત્મિક પરંપરાના વાહક છે. તેમનો જીવન સંદેશ આપણને મહાઉપનિષદોમાં મળે છે.”

    - Advertisement -

    આ પ્રસંગે પીએમ મોદીએ કહ્યું કે, “સ્વચ્છ ભારત અને નમામિ ગંગે અભિયાનમાં પણ અમ્માએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.” પીએમ મોદીએ કહ્યું હતું કે, “આ પણ પ્રાચીન સમયની જેમ એક પ્રકારનું પીપીપી મોડલ છે. હું તેને જાહેર-ખાનગી ભાગીદારી તરીકે નહીં પણ પરસ્પર પ્રયાસ તરીકે જોઉં છું, PM એ કહ્યું કે શિક્ષણ અને સ્વાસ્થ્ય માટે અસરકારક PPP મોડલ તૈયાર કરવામાં આવી રહ્યું છે.

    નોંધપાત્ર છે કે આ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં કુલ 4,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. તેમાં એક 4 સ્ટાર હોટેલ, મેડિકલ કોલેજ, નર્સિંગ કોલેજ, કોલેજ ફોર એલાઈડ હેલ્થ સાયન્સ, રિહેબિલિટેશન સેન્ટર, દર્દીઓ માટે હેલિપેડ અને દર્દીઓના પરિવારના સભ્યો માટે 498 રૂમનું ગેસ્ટહાઉસ અને અન્ય ઘણી સુવિધાઓનો સમાવેશ થાય છે.

    પ્રથમ તબક્કામાં હોસ્પિટલનું લક્ષ્ય 550 પથારી શરૂ કરવાનું છે અને પછી આગામી 18 મહિનામાં તેને 750 સુધી અપગ્રેડ કરવામાં આવશે. હોસ્પિટલ 2027-2029 ની વચ્ચે તેનું સંપૂર્ણ લક્ષ્ય હાંસલ કરશે. ઉલ્લેખનીય છે કે ઉદ્ઘાટન પ્રસંગે હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય, મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર, ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા, કેન્દ્રીય મંત્રી અને ફરીદાબાદના સાંસદ કૃષ્ણ પાલ ગુર્જર, ગુરુ માતા અમૃતાનંદમયી પણ વડાપ્રધાન સાથે હાજર હતા.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં