Friday, November 22, 2024
More
    હોમપેજદેશસ્વતંત્રતા દિવસ 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર ફરકાવ્યો તિરંગો, થોડીવારમાં...

    સ્વતંત્રતા દિવસ 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પર ફરકાવ્યો તિરંગો, થોડીવારમાં સતત દસમી વખત દેશને કરશે સંબોધિત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત 10મી વખત આજે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે. તેમના સંબોધનની દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. 

    - Advertisement -

    આજે દેશ 77મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરી રહ્યો છે. પરંપરાગત રીતે દિલ્હી સ્થિત લાલ કિલ્લા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. થોડીવારમાં તેઓ રાષ્ટ્રને સંબોધિત કરશે. 

    સવારે 7 વાગ્યે વડાપ્રધાન રાજઘાટ પહોંચ્યા હતા. અહીં તેમણે મોહનદાસ ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જ્યાંથી તેઓ લાલ કિલ્લા ખાતે આવવા માટે રવાના થયા હતા. અહીં રક્ષામંત્રી રાજનાથસિંહે તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાનને ગાર્ડ ઑફ ઑનર આપવામાં આવ્યું હતું. 

    7:30 વાગ્યે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. આ દરમિયાન 21 તોપોની સલામી પણ આપવામાં આવી. ઉપરાંત હેલિકૉપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવી.

    - Advertisement -

    સવારે PM મોદીએ ટ્વિટ કરીને દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે લખ્યું કે, ‘આપ સૌને સ્વતંત્રતા દિવસની અનેકાનેક શુભકામનાઓ. આવો, આ ઐતિહાસિક પ્રસંગે અમૃતકાળમાં ભારતના સંકલ્પને વધુ સશક્ત બનાવીએ. જય હિન્દ.’

    સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પરથી વડાપ્રધાનનું સંબોધન દેશને દશા અને દિશા આપનારું ગણાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત 10મી વખત આજે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે. તેમના સંબોધનની દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યો છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં