Tuesday, April 23, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઋષિ સુનકને 'માતાની પછેડી' તો ઈટલીના પીએમ જ્યોર્જિયા મેલોનીને 'પાટણનું પટોળુ' વડાપ્રધાન...

  ઋષિ સુનકને ‘માતાની પછેડી’ તો ઈટલીના પીએમ જ્યોર્જિયા મેલોનીને ‘પાટણનું પટોળુ’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G20 સમિટ પ્રવાસ દરમિયાન રાષ્ટ્રાધ્યક્ષોને આપી ખાસ ભેટ

  ઉલ્લેખનીય છે કે આ દિવસોમાં ભારત વિશ્વસ્તરે કુશળતાથી પોતાનું સ્થાન બનાવી રહ્યો છે, અને વિશ્વના તમામ દેશો ભારતની અગ્રેસરતા સ્વીકારી રહ્યા છે, તેવામાં અગામી 1 ડિસેમ્બરથી ભારત જી-20ની અધ્યક્ષતા કરવાનું છે, જેના પર વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ દેશ માટે ખુબ ગૌરવ કરનારી બાબત છે.

  - Advertisement -

  ઈન્ડોનેશિયાના બાલી ખાતે PM નરેન્દ્ર મોદીએ G20 સમિટ દરમિયાન રાષ્ટ્રાધ્યક્ષોને ગુજરાત અને હિમાચલ પ્રદેશની ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતી ખાસ ભેટ-સોગાદો આપી હતી, જેમાં બ્રિટનના ભારતીય મૂળના વડાપ્રધાન ઋષિ સુનકને ‘માતાની પછેડી’ અને ઈટલીના પ્રથમ મહિલા વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને વિશ્વ વિખ્યાત ‘પાટણનું પટોળુ’ ભેટમાં આપ્યું હતું. PM નરેન્દ્ર મોદીએ G20 સમિટ દરમિયાન આપેલી આ ખાસ ભેટ દેશના સંસ્કૃતિક વારસાને ગૌરવ અપાવવાનો અનોખો પ્રયાસ માની શકાય.

  બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને ભેટમાં પવિત્ર ‘માતાની પછેડી’

  G-20 સમિટ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકને કાપડ પર ગુજરાતી હાથ ગુંથણ કરીને બનાવટની પવિત્ર ‘માતા ની પછેડી’ ભેટ કરી હતી. ગુજરાતમાં આજે પણ આ પછેડીને ખુબ પવિત્ર માનવામાં આવે છે, અને દેવીઓના મંદિરમાં અર્પણ કરવામાં આવે છે.

  - Advertisement -

  અમેરિકાના રાષ્ટ્રપતિ જો-બાઈડનને રાધાકૃષ્ણ ભેટ

  ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો-બાઈડનને ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીનું ‘શ્રૃંગાર રસ’ દર્શાવતું કાંગડાનું એક લઘુચિત્ર ચિત્ર ભેટ આપ્યું હતું. આ સુંદર ચિત્ર હિમાચલ પ્રદેશના ચિત્રકારોએ કુદરતી રંગોથી તૈયાર કર્યું છે.

  ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને ‘પાટણનું પટોળું’

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીને ‘પાટણના પટોળાનો ખાસ દુપટ્ટો’ (સ્કાર્ફ) ભેટમાં આપ્યો હતો. પાટણ પટોળા આખા વિશ્વમાં પ્રખ્યાત છે, ખાસ પ્રકારના કાપડ પર કરવામાં આવતું વર્ક વાળું આ રંગબેરંગી વસ્ત્ર ગુજરાતના પાટણ સિવાય બીજે ક્યાંય નથી મળતું. જે તેની મહત્વતાને વધારે છે.

  ઓસ્ટ્રેલિયાના PM અલ્બેનીઝને ગુજરાના આદિવાસી વારસો

  આ ઉપરાંત જી-20 સમિટમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથેની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ તેમને ગુજરાતના છોટા નાગપુર વિસ્તારના રાઠવા કલાકારો દ્વારા બનાવેલ પરંપરાગત આદિવાસી ભાતીગળ સંસ્કૃતિ દર્શાવતી હાથબનાવટની પેઇન્ટિંગ ‘પિથોરા’ ભેટમાં આપી હતી.

  ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને ભેટમાં કચ્છની કલા

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ G-20 સમિટમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને ‘એગેટ બાઉલ’ ભેટમાં આપ્યો હતો. આ સુંદર બાઉલ ગુજરાતના કચ્છ સાથે સંકળાયેલ પરંપરાગત હસ્તકલાનું પ્રતિનિધિત્વ કરે છે.

  ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોને હિમાચલી ભેટ

  પ્રધાનમંત્રીએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોને હિમાચલ પ્રદેશના કિન્નૌર જિલ્લાની પ્રખ્યાત કિન્નૌરી શાલ અને ગુજરાતના સુરત જિલ્લામાં બનેલી સુંદર વર્ક વાળી ચાંદીની વાટકી ભેટમાં આપી હતી.

  સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રોને મંડીને મળેલી હિમાચલી ભેટ

  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પેનના પ્રધાનમંત્રી પેડ્રોને મંડી અને કુલ્લુની ઐતિહાસિક ‘કનાલ બ્રાસ સેટ’ ભેટમાં આપ્યો હતો. આ પરંપરાગત સંગીતનાં સાધનોનો ઉપયોગ હવે સુશોભન તરીકે કરવામાં આવે છે, જેને હિમાચલ પ્રદેશના ધાતુના કુશળ કારીગરો દ્વારા બનાવવામાં આવે છે.

  ઉલ્લેખનીય છે કે આ દિવસોમાં ભારત વિશ્વસ્તરે કુશળતાથી પોતાનું સ્થાન બનાવી રહ્યું છે, અને વિશ્વના તમામ દેશો ભારતની અગ્રેસરતા સ્વીકારી રહ્યા છે, તેવામાં અગામી 1 ડિસેમ્બરથી ભારત જી-20ની અધ્યક્ષતા કરવાનું છે, જેના પર વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આ દેશ માટે ખુબ ગૌરવ કરનારી બાબત છે. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જી-20 સમિટમાં ભાગ લેવા માટે ઈન્ડોનેશિયાની રાજધાની બાલીના પ્રવાસે હતા, જ્યાં વડાપ્રધાન મોદીએ ભારતના સંસ્કૃતિક વરસના દર્શન કરાવતી ભેટ-સોગાદો અન્ય રાષ્ટ્રાધ્યક્ષોને આપી હતી.

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં