Sunday, May 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘તમે દિવસના 20-20 કલાક કામ કઈ રીતે કરો છો?’: ફ્રાન્સના એરપોર્ટ પર...

    ‘તમે દિવસના 20-20 કલાક કામ કઈ રીતે કરો છો?’: ફ્રાન્સના એરપોર્ટ પર સ્વાગત માટે પહોંચેલા યુવકે પીએમ મોદીને પૂછ્યો સવાલ- વિડીયો વાયરલ

    એક RTIના જવાબમાં સામે આવ્યું હતું કે પીએમ મોદીએ સત્તા સંભાળ્યા પછી એક પણ દિવસ રજા લીધી નથી અને સતત કાર્યરત રહ્યા છે. મોદી તેમના સમર્થકોમાં પ્રિય હોવાનું એક કારણ આ પણ છે.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ માટે ફ્રાન્સના પ્રવાસે ગયા છે. ભારતીય સમય અનુસાર આજે બપોરે તેઓ ફ્રાન્સની રાજધાની પેરિસના એરપોર્ટ પર ઉતર્યા હતા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ફ્રાન્સનાં વડાંપ્રધાન પીએમ મોદીના સ્વાગત માટે ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ ભારતીય સમુદાય પણ ખૂબ મોટી સંખ્યામાં વડાપ્રધાનને આવકારવા માટે પહોંચ્યો હતો. ફ્રાન્સ એરપોર્ટ પર એક યુવકે પીએમ મોદીને દિવસના 20 કલાક કામ કરવા પાછળનું રહસ્ય પૂછ્યું હતું. 

    સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ફ્રાન્સ એરપોર્ટ પર પીએમ મોદીને આવકારવા માટે આવેલા લોકો પૈકી એક ભારતીય યુવાન વડાપ્રધાનને દિવસમાં 20 કલાક કામ કરવા પાછળનું કારણ પૂછે છે. આ વિડીયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં પીએમ મોદી નજીક આવતાં લાઈનમાં ઉભેલો એક યુવક તેમને હિન્દીમાં પૂછે છે કે, “એક સવાલ હતો…તમે 20-20 કલાક કામ કરો છો, અમે આટલું કામ કઈ રીતે કરી શકીએ?” જવાબમાં મોદી હસીને માત્ર તેની પીઠ થાબડતા જોવા મળે છે. આ દરમિયાન આસપાસથી ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સતત સંભળાય છે તો વીડિયોમાં ભારતીય સમુદાય ખૂબ મોટી સંખ્યામાં એકઠો થયેલો જોવા મળે છે. 

    અહીં ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સખત પુરુષાર્થ અને ઝીણવટપૂર્વક કામ કરવા માટે જાણીતા છે. તેઓ દિવસના મહત્તમ કલાકો તેમના કામ પાછળ કાઢે છે. એક RTIના જવાબમાં સામે આવ્યું હતું કે પીએમ મોદીએ સત્તા સંભાળ્યા પછી એક પણ દિવસ રજા લીધી નથી અને સતત કાર્યરત રહ્યા છે. મોદી તેમના સમર્થકોમાં પ્રિય હોવાનું એક કારણ આ પણ છે. 

    - Advertisement -

    વડાપ્રધાનના ફ્રાન્સ પ્રવાસની વાત કરવામાં આવે તો તેઓ 13 અને 14 જુલાઈ એમ બે દિવસ માટે ત્યાંના મહેમાન બન્યા છે. આવતીકાલે તેઓ ત્યાંની ઐતિહાસિક બૈસ્ટિલ ડે પરેડમાં સહભાગી થશે. આ પરેડ દર વર્ષે ફ્રેન્ચ ક્રાંતિની યાદમાં યોજાય છે જેમાં દેશની સૈન્ય શક્તિનું પ્રદર્શન કરવામાં આવે છે. પરેડમાં ભાગ લેવા ઉપરાંત વડાપ્રધાન ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં સાથે મુલાકાત કરશે તેમજ વિવિધ કંપનીઓના CEO તેમજ ફ્રાન્સમાં રહેતા ભારતીય સમુદાય સાથે પણ તેમની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. 14 જુલાઈ, શુક્રવારે તેઓ પરત ફરશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં