Wednesday, May 1, 2024
More
    હોમપેજગુજરાતવર્લ્ડ કપની ફાઇનલ મેચ નિહાળવા અમદાવાદ આવી શકે PM મોદી-ગૃહમંત્રી અમિત શાહ:...

    વર્લ્ડ કપની ફાઇનલ મેચ નિહાળવા અમદાવાદ આવી શકે PM મોદી-ગૃહમંત્રી અમિત શાહ: ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આમંત્રણ

    PMO તરફથી હજુ સુધી કોઇ અધિકારિક જાણકારી આપવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો વડાપ્રધાન વર્લ્ડ કપ ફાઇનલ માટે અમદાવાદ આવી શકે છે.

    - Advertisement -

    ક્રિકેટનો મહાસંગ્રામ ICC વર્લ્ડ કપ 2023 હવે અંતિમ તબક્કામાં છે. રવિવારે (19 નવેમ્બર, 2023) ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મેચ રમાશે. આ મેચ અમદાવાદ સ્થિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવા જઈ રહી છે, જે માટે હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બીજી તરફ, જાણવા મળી રહ્યું છે કે આ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ આવી શકે છે. એટલું જ નહીં, ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની આલ્બનીઝને પણ આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું કહેવાય છે. 

    PMO તરફથી હજુ સુધી કોઇ અધિકારિક જાણકારી આપવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો વડાપ્રધાન મોદી વર્લ્ડ કપ ફાઈનલ માટે અમદાવાદ આવી શકે છે. જ્યારે ઓસ્ટ્રેલિયન પીએમને પણ ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. હાલ બંને PMO તરફથી કન્ફર્મેશનની રાહ જોવામાં આવી રહી છે.

    આજતકના રિપોર્ટ અનુસાર, પીએમ મોદી 19મીએ બપોરે અમદાવાદ આવી પહોંચશે, જ્યાંથી મેચ જોવા માટે રવાના થશે. રવિવારે ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિરોકાણ બાદ સોમવારે સવારે રાજસ્થાનના ચૂંટણી પ્રવાસે રવાના થશે. 

    - Advertisement -

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 20 વર્ષ બાદ વર્લ્ડ કપની ફાઇનલ યોજાઈ રહી છે. અંતિમ વખતે વર્ષ 2003માં બંને ટીમો ફાઇનલમાં ટકરાઇ હતી અને ઓસ્ટ્રેલિયાનો વિજય થયો હતો. હવે ફરી એક વખત ટીમો સામસામે ટકરાઈ રહી છે. ભારત 2003ની હારનો બદલો લેવા માટે ઊતરશે. 

    ન્યૂઝીલેન્ડને હરાવીને ભારત, આફ્રિકાને હરાવીને ઓસ્ટ્રેલિયા ફાઇનલમાં પહોંચ્યું

    આ વર્લ્ડ કપમાં 4 ટીમો ક્વોલિફાય થયા બાદ 2 સેમીફાઈનલ રમાઈ, જેમાં પ્રથમ સેમીફાઇનલમાં ભારતે 70 રનથી ન્યૂઝીલેન્ડને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરની સદી અને મોહમ્મદ શમીની 7 વિકેટના જોરે ભારતે 2019ની સેમીફાઈનલની હારનો પણ બદલો લીધો હતો. 

    આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 397 રનનો જંગી સ્કોર કર્યો હતો. વિરાટ કોહલીએ 117 બોલમાં 113 રન કર્યા, જેની સાથે 50મી વનડે સેન્ચ્યુરી મારીને એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. શ્રેયસ ઐયરે પણ 70 બોલમાં 105 રનની મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. આ ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી ન્યૂઝીલેન્ડની ટીમની શરૂઆત સારી રહી પરંતુ મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહે તરખાટ મચાવીને 327 રન પર જ આખી ટીમ પેવેલિયનભેગી કરી દીધી હતી.

    બીજી સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા ટકરાયાં હતાં. જેમાં આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતાં 212 રન કર્યા હતા. જેનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમે 7 વિકેટના નુકસાને 47.2 ઓવરમાં લક્ષ્ય પાર કરીને જીત મેળવી લીધી હતી અને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. 

    ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ ફાઇનલ મેચ રવિવારે (19 નવેમ્બર, 2023) ભારતીય સમયાનુસાર બપોરે 2 વાગ્યાથી શરૂ થશે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં