Tuesday, September 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભારતીય કળાઓને મળ્યું આતરરાષ્ટ્રીય સન્માન: પીએમ મોદીએ ક્વાડ દેશોના વડાઓને આપેલી ભેટોનું...

    ભારતીય કળાઓને મળ્યું આતરરાષ્ટ્રીય સન્માન: પીએમ મોદીએ ક્વાડ દેશોના વડાઓને આપેલી ભેટોનું આગવું મહત્વ છે

    જાપાન ખાતે આયોજીત ક્વાડ સમિટ વખતે ત્રણ રાષ્ટ્રાધ્યક્ષને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની સંસ્કૃતિની ઝાંખી કરાવતી ત્રણ અલગ અલગ ભેટ આપી હતી, જાણીએ આ ભેટ શું છે અને તેનું શું મહત્ત્વ છે.

    - Advertisement -

    ક્વાડ સમિટ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાનની મુલાકાત ગઈ કાલે પૂરી થઈ હતી. તેમની મુલાકાત દરમિયાન, પીએમ મોદીએ જાપાનના પીએમ ફ્યુમિયો કિશિદા, ઓસ્ટ્રેલિયન પીએમ એન્થોની અલ્બેનીઝ અને યુએસ પ્રમુખ જો બાઇડન સાથે મુલાકાત કરી હતી. ભારતીયો વતી સદ્ભાવના સંકેત તરીકે, પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયન પીએમને ગોંડ આર્ટ પેઈન્ટીંગ, જાપાનીઝ પીએમને રોગાન પેઈન્ટીંગ સાથે લાકડાના હાથથી કોતરવામાં આવેલ બોક્સ અને યુએસ પ્રમુખને સાંઝી આર્ટ ભેટમાં આપી હતી. પીએમ મોદીની ભેટ કાલે પૂરો દિવસ સોશિયલ મીડિયામાં છવાયેલ રહી હતી.

    પીએમ મોદી દ્વારા હમેશા પોતાના વિદેશ પ્રવાસો દરમિયાન જે તે દેશના વડાઓને આ જ પ્રમાણેની ભારતનો સાંસ્કૃતિક વારસો રજૂ કરતી ભેટ જ અપાય છે. છેલ્લા કટલાક વર્ષોમાં મોદીના આ પ્રયત્નોને કારણે ભારતની ગણી મૃતપાય ભાતીગત કળાઓ ફરીથી જીવિત થઈ છે, જેમાં પીએમ મોદીની ભેટ એક મોટું કારણ છે. તો આપણે જાણીએ કે પીએમએ ક્વાડ દેશોને આપેલ ભેટોની ખૂબી શું છે.

    જાપાનના પીએમને PM મોદીની ભેટ: રોગન પેઇન્ટિંગ સાથે લાકડાના હાથથી કોતરવામાં આવેલ બોક્સ

    જાપાનના પીએમ મોદીની ભેટ બે અલગ-અલગ કળા-રોગન પેઇન્ટિંગ અને લાકડાના હાથની કોતરણીનું મિશ્રણ છે.

    - Advertisement -

    રોગન પેઇન્ટિંગ, ગુજરાતના કચ્છ જિલ્લામાં કરતી કાપડ પ્રિન્ટિંગની એક કળા છે. આ હસ્તકલામાં, બાફેલા તેલ અને વનસ્પતિ રંગોમાંથી બનાવેલ પેઇન્ટ મેટલ બ્લોક (પ્રિન્ટિંગ) અથવા સ્ટાઈલસ (પેઈન્ટિંગ) નો ઉપયોગ કરીને કાપડ પર નાખવામાં આવે છે. 20મી સદીના ઉત્તરાર્ધમાં આ હસ્તકલા લગભગ મૃત્યુ પામી હતી. રોગન પેઇન્ટિંગ અહીના માત્ર એક જ પરિવાર દ્વારા કરવામાં આવે છે.

    ‘રોગન’ શબ્દ ફારસીમાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે વાર્નિશ અથવા તેલ. રોગન પેઇન્ટિંગ બનાવવાની પ્રક્રિયા ખૂબ જ કપરી અને કુશળતા માંગી લેનાર છે. કલાકારો આ પેઇન્ટ પેસ્ટનો થોડો જથ્થો તેમની હથેળીમાં મૂકે છે. ઓરડાના તાપમાને, પેઇન્ટને ધાતુના સળિયાનો ઉપયોગ કરીને મોટિફ્સ અને છબીઓમાં કાળજીપૂર્વક ટ્વિસ્ટ કરવામાં આવે છે જે ક્યારેય ફેબ્રિકના સંપર્કમાં આવતા નથી. પછી, કારીગર તેની ડિઝાઇનને ખાલી ફેબ્રિકમાં ફોલ્ડ કરે છે, ત્યાં તેની મિરર ઇમેજ છાપે છે. હકીકતમાં તે પ્રિન્ટિંગનું ખૂબ જ મૂળભૂત સ્વરૂપ છે. અગાઉ ડિઝાઇનો પ્રકૃતિમાં સરળ અને ગામઠી હતી પરંતુ સમયની સાથે હસ્તકલા વધુ શૈલીયુક્ત બની છે અને હવે તેને ઉચ્ચ કલા સ્વરૂપ તરીકે ગણવામાં આવે છે.

    લાકડા પર હાથ દ્વારા કોતરણી એ ભારતના પ્રખ્યાત સ્મારકોમાંથી લેવામાં આવેલી પરંપરાગત જાળી ડિઝાઇનથી પ્રેરિત એક જટિલ કલા છે. જેની ડિઝાઇન્સ નિષ્ણાતો દ્વારા સૌથી વધુ સુમેળમાં બનાવવામાં આવે છે. લાકડાની હસ્ત કોતરણીનું કૌશલ્ય એ ભારતની ઉત્તમ કારીગરી અને સમૃદ્ધ પરંપરાનું ઉદાહરણ છે.

    યુએસના રાષ્ટ્રપતિને PM મોદીની ભેટઃ સાંઝી આર્ટ

    અમેરિકના રાષ્ટ્રધ્યક્ષને અપાયેલ આ ભેટ, સાંઝી, કાગળ પર હસ્ત કોતરણી કળા, ઉત્તર પ્રદેશના મથુરાની,ભગવાન કૃષ્ણનું સુપ્રસિદ્ધ ઘર, એક વિશિષ્ટ કળા છે.

    પરંપરાગત રીતે ભગવાન કૃષ્ણની વાર્તાઓના રૂપરેખા સ્ટેન્સિલમાં બનાવવામાં આવે છે. આ સ્ટેન્સિલને કાતર અથવા બ્લેડનો ઉપયોગ કરીને મુક્ત હાથથી કાપવામાં આવે છે. નાજુક સાંઝીને ઘણીવાર કાગળની પાતળી શીટ્સ દ્વારા એકસાથે રાખવામાં આવે છે.

    રાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર પ્રખ્યાત કલાકાર દ્વાર મથુરાના ઠાકુરાની ઘાટની થીમ પર આધારિત આ જટિલ સાંઝી આર્ટ બનાવાઇ છે.

    ઓસ્ટ્રેલિયન પીએમને PM મોદીની ગિફ્ટ : ગોંડ આર્ટ પેઇન્ટિંગ

    ઓસ્ટ્રેલીયાના નવા બનેલ પીએમને ભેટ તરીકે અપાયેલ ગોંડ ચિત્રો એ આદિવાસી કલાના સૌથી પ્રશંસનીય સ્વરૂપોમાંના એક છે. ‘ગોંડ’ શબ્દ ‘કોંડ’ શબ્દ પરથી આવ્યો છે જેનો અર્થ થાય છે ‘લીલો પર્વત’.

    બિંદુઓ અને રેખાઓ દ્વારા બનાવવામાં આવેલ આ ચિત્રો ગોંડની દિવાલો અને તળિયા પર ચિત્રાત્મક કલાનો એક ભાગ છે અને તે દરેક ઘરના બાંધકામ અને પુનઃનિર્માણ સાથે, સ્થાનિક રીતે ઉપલબ્ધ કુદરતી રંગો અને કોલસા, રંગીન માટી, છોડનો રસ, પાંદડા, ગાયનું છાણ, ચૂનાનો પાઉડર, વગેરે જેવી સામગ્રી સાથે કરવામાં આવે છે.

    ગોંડ આર્ટને ઓસ્ટ્રેલિયાની એબોરિજિનલ આર્ટ જેવી જ ગણવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાના આદિવાસીઓની પોતાની વાર્તાઓ છે જેમ ગોંડ લોકો સર્જન વિશે વાતો કરે છે.

    આ બે કલા સ્વરૂપો તેમના સર્જકો વચ્ચે હજારો માઈલના ભૌતિક અંતર દ્વારા વિભાજિત છે પરંતુ તેની લાગણી અને ભાવનાત્મક કેન્દ્રથી નજીકથી એકીકૃત અને જોડાયેલા છે જે કોઈપણ કલા સ્વરૂપની નિશ્ચિત વિશેષતાઓ છે.

    આમ પીએમ મોદીની ભેટ હમેશા ભારતના સાંસ્કૃતિક વારસા અને કળાને વૌશ્વિક પટલ સુધી પહોચાડવાનું મુખ્ય સાધન બની રહે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં