Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવર્લ્ડ કપ ફાઈનલ બાદ ડ્રેસિંગ રૂમ પહોંચ્યા હતા PM મોદી, ટીમ ઈન્ડિયાના...

    વર્લ્ડ કપ ફાઈનલ બાદ ડ્રેસિંગ રૂમ પહોંચ્યા હતા PM મોદી, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને મળીને વધાર્યું હતું મનોબળ: ક્રિકેટરોએ માન્યો આભાર

    જાડેજાએ પોસ્ટ કરેલી તસવીરમાં પીએમ મોદી ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને મળતા જોવા મળે છે. રવિન્દ્ર જાડેજા તેમની સાથે હાથ મિલાવતા દેખાય છે, જ્યારે શુભમન ગિલ અને મોહમ્મદ શમી પણ ફ્રેમમાં જોવા મળે છે. 

    - Advertisement -

    રવિવારે (19 નવેમ્બર) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી વિશ્વ કપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમ ઈતિહાસ રચવાથી એક ડગલું ચૂકી ગઈ. ઑસ્ટ્રેલિયાએ સરળતાથી મેચ જીતી લઈને સતત છઠ્ઠી વખત કપ જીત્યો. આ મેચ જોવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આવ્યા હતા. તેમની સાથે ઑસ્ટ્રેલિયાના પીએમ રિચાર્ડ માર્લ્સ પણ ઉપસ્થિત રહ્યા. મેચ પૂર્ણ થયા બાદ બંને નેતાઓએ વિજેતા ટીમના કેપ્ટનને ટ્રોફી એનાયત કરી હતી. 

    હવે જાણવા મળ્યું કે મેચ પૂર્ણ થયા બાદ પીએમ મોદીએ ડ્રેસિંગ રૂમની પણ મુલાકાત લીધી હતી અને ભારતીય ટીમના ખેલાડીઓને મળ્યા હતા. ઓલ-રાઉન્ડર રવિન્દ્ર જાડેજા અને સ્ટાર બોલર મોહમ્મદ શમીએ વડાપ્રધાનની આ મુલાકાત વખતેની તસવીર પોસ્ટ કરી છે. 

    જાડેજાએ પોસ્ટ કરેલી તસવીરમાં પીએમ મોદી ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને મળતા જોવા મળે છે. રવિન્દ્ર જાડેજા તેમની સાથે હાથ મિલાવતા દેખાય છે, જ્યારે શુભમન ગિલ અને મોહમ્મદ શમી પણ ફ્રેમમાં જોવા મળે છે. 

    - Advertisement -

    પીએમ મોદીએ ડ્રેસિંગ રૂમની મુલાકાત લીધી તે સમયની તસવીર પોસ્ટ કરીને રવિન્દ્ર જાડેજાએ લખ્યું કે, અમારા માટે સંપૂર્ણ ટુર્નામેન્ટ ઘણી સારી રહી પણ ગઈકાલે અમે ચૂકી ગયા. અમે બધા જ દુઃખી છીએ પરંતુ લોકોનું સમર્થન અમને આગળ વધારતું રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડ્રેસિંગ રૂમની મુલાકાત વિશેષ અને પ્રેરણા આપનારી હતી.

    મોહમ્મદ શમીએ પીએમ મોદી સાથેની તસવીર પોસ્ટ કરીને લખ્યું કે, કમનસીબે ગઈકાલનો દિવસ આપણો ન હતો. આ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન મને અને ટીમને સમર્થન આપવા બદલ તમામ ભારતીયોનો આભાર વ્યક્ત કરું છું. ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભારી છું જેઓ ખાસ ડ્રેસિંગ રૂમમાં આવ્યા અને અમારું મનોબળ વધાર્યું.

    ઉલ્લેખનીય છે કે મેચ પૂર્ણ થયા બાદ કરોડો દર્શકોની જેમ ભારતીય ખેલાડીઓ પણ નારાજ થઈ ગયા હતા અને કેમેરાની સામે આંસુ રોકી શક્યા ન હતા. કેપ્ટન રોહિત શર્મા ભીની આંખે સ્ટેડિયમમાંથી ડ્રેસિંગ રૂમ તરફ જતા જોવા મળ્યા તો વિરાટ કોહલીના પણ ફોટા સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે. 

    મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં હેડ કોચ રાહુલ દ્રવિડે કહ્યું હતું કે, ડ્રેસિંગ રૂમમાં નારાજગી ફરી વળી હતી અને માહોલ ગમગીન હતો. દ્રવિડે ઉમેર્યું કે, “એક કોચ તરીકે આ બધું જોવું મારા માટે કઠીન હતું કારણ કે મને ખબર છે કે આ ખેલાડીઓએ કેટલી મહેનત કરી હતી અને કેટલો સંઘર્ષ કર્યો હતો. હું તેમને વ્યક્તિગત રીતે ઓળખું છું, તેમણે કરેલા પ્રયાસો અને મહેનત જોઈ છે, છેલ્લા એક મહિનામાં જે પ્રકારની ક્રિકેટ તેઓ રમ્યા છે તેને નજીકથી જોઈ છે. આ જ રમત છે…તેમાં બધું જ થઈ શકે છે અને આખરે સારી ટીમ જીતી જાય છે.

    પીએમ મોદીએ પણ મેચ પૂર્ણ થયા બાદ ટ્વિટ કરીને ખેલાડીઓને સાંત્વના આપી હતી. તેમણે લખ્યું હતું કે, “સમગ્ર વર્લ્ડ કપ દરમિયાન તમારું સમર્પણ અને કૌશલ્ય ઉલ્લેખનીય રહ્યું. તમે ઝનૂન સાથે રમ્યા અને દેશને ખૂબ ગૌરવ અપાવ્યું છે. અમે આજે પણ તમારી સાથે છીએ અને ભવિષ્યમાં પણ રહીશું.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં