Saturday, May 4, 2024
More
    હોમપેજદેશહવન અને પૂજા સાથે વડાપ્રધાન મોદીએ IECC કૉમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું, શ્રમિકોને આપ્યું...

    હવન અને પૂજા સાથે વડાપ્રધાન મોદીએ IECC કૉમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું, શ્રમિકોને આપ્યું સન્માન: 123 એકરમાં ફેલાયેલું છે પરિસર, શંખ જેવો છે અદ્ભુત આકાર

    IECC કૉમ્પ્લેક્સ ભારતનું સહુથી મોટું 'MICE (મીટીંગ્સ, ઇન્સેન્ટીવ્સ, કોન્ફરન્સ તેમજ એક્સહિબીશન)' ડેસ્ટીનેશન બનીને ઉભરી આવશે. સાથે જ તેનો સમાવેશ વિશ્વના સહુથી ઉત્કૃષ્ટ સ્થાનોમાં કરવામાં આવશે.

    - Advertisement -

    નવી દિલ્હીમાં વડાપ્રધાન મોદીએ હવન અને પૂજા સાથે IECC કૉમ્પલેક્ષનું લોકાર્પણ કર્યું હતું. પૂજાપાઠ અને હવન ઉપરાંત વિધિવત હિંદુ પરંપરાઓ સાથે આ લોકાર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ IECC કૉમ્પ્લેક્સનું નિર્માણ કરનાર શ્રમિકોને પણ સન્માનિત કર્યા હતા. વડાપ્રધાને બુધવાર (26 જુલાઈ 2023)ના રોજ સવારના સમયે ‘ઇન્ટરનેશનલ એક્સહિબીશન કમ કન્વેન્શન સેન્ટર’ એટલે કે IECCનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા.

    નોંધનીય છે કે વડાપ્રધાન મોદીએ હવન અને પૂજા સાથે IECC કૉમ્પ્લેક્સનું લોકાર્પણ કર્યું તેના કેટલાક ફોટા અને વિડીયો પણ સામે આવ્યા છે. ‘ઇન્ડીયન ટ્રેડ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન’ એટલે કે ITPO અંતર્ગત જ IECC કૉમ્પલેક્ષનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ કૉમ્પલેક્ષને 2700 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં અવાયું છે. વડાપ્રધાન મોદીનું લક્ષ્ય હતું કે મોટી બેઠકો, કોન્ફરન્સ, અને એક્સહિબીશન જેવા કાર્યક્રમો માટે એક વૈશ્વિક સ્તરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય, જેના આધાર પર IECCનું નિર્માણ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે.

    ઉલ્લેખનીય છે કે પ્રગતી મેદાનમાં સુવિધાઓ ખુબ જુના જમાનાની હતી અને ત્યાં નવા જમાનાની આધુનિક ટેકનોલોજીનો પણ અભાવ હતો. જેના કારણે એક રાષ્ટ્રીય પરિયોજનાના ભાગ રૂપે IECCનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેનું પરિસર 123 એકડ જમીનમાં ફેલાયેલું હશે અને આ IECC કૉમ્પ્લેક્સ ભારતનું સહુથી મોટું ‘MICE (મીટીંગ્સ, ઇન્સેન્ટીવ્સ, કોન્ફરન્સ તેમજ એક્સહિબીશન)’ ડેસ્ટીનેશન બનીને ઉભરી આવશે. સાથે જ તેનો સમાવેશ વિશ્વના સહુથી ઉત્કૃષ્ટ સ્થાનોમાં કરવામાં આવશે. નવું IECC કૉમ્પલેક્ષ પ્રગતી મેદાનનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે, જેના આર્કીટેક્ચરની ભવ્યતા ઉપર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.

    - Advertisement -

    IECC કૉમ્પલેક્ષમાં આધુનિક સુવિધાઓથી સજ્જ એક મોટી લાઉન્જ પણ બનાવવામાં આવી છે, જે વ્યાપાર લક્ષી બેઠકો માટે ઉપયોગ કરવામાં આવશે. બીજી તરફ IECC કૉમ્પલેક્ષના આર્કીટેક્ચરને ભારતના ઈતિહાસ અને સંસ્કૃતિને કેન્દ્રમાં રાખીને ઉભું કરવામાં આવ્યું છે. કૉમ્પલેક્ષની મુખ્ય ઈમારતને શંખનો આકાર આપવામાં આવ્યો છે, તો બીજી તરફ તેની દીવાલો ‘સૂર્ય શક્તિ’ (સૌર ઉર્જા ક્ષેત્રમાં ભારતના ઉત્તમ પ્રદર્શન)ને દર્શાવે છે. ભારતની કલાકૃતિઓને પણ IECC કૉમ્પલેક્ષની દીવાલોમાં કોતરવામાં આવી છે. સાથે જ અંતરીક્ષ ક્ષેત્રે ભારતની સફળતા દર્શાવવા ‘ઝીરો ટુ ઈસરો’ થીમ પણ બનાવવામાં આવી છે.

    વડાપ્રધાન મોદી દ્વારા અનાવરણ કરવામાં આવેલા IECC કૉમ્પલેક્ષમાં વિશ્વ નિર્માણની સનાતન થીયરી દર્શાવવા માટે ‘પંચ મહાભૂત’ પણ દર્શાવવામાં આવ્યું છે. વિભિન્ન જનજાતીય સમાજની કલાકૃતિઓ પણ અહીં પ્રદર્શિત કરવામાં આવી છે. 5G ઈન્ટરનેટ, 10G ઈન્ટ્રાનેટ, કોમ્પ્યુટર ભાષાઓમાં 16 ટેકનીક, મોટી-મોટી વિડીયો વોલ્સ સાથે એડવાન્સ AV સીસ્ટમ, એનર્જી લાઈટની અત્યાધુનિક સીસ્ટમ અને મજબુત સર્વેલન્સ સીસ્ટમ તેની ઓળખ બનશે, આ આખા IECC કૉમ્પલેક્ષમાં 7 એક્સહિબીશન હોલ છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં