Saturday, July 27, 2024
More
    હોમપેજરાજકારણસંસદના વિશેષ સત્ર વચ્ચે દિલ્હીમાં રાજકીય હલચલ તેજ: PM મોદીએ બોલાવી કેબિનેટ...

    સંસદના વિશેષ સત્ર વચ્ચે દિલ્હીમાં રાજકીય હલચલ તેજ: PM મોદીએ બોલાવી કેબિનેટ બેઠક, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ વચ્ચે મુલાકાત 

    આ મીટિંગનો એજન્ડા શું હશે તે હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ ચર્ચા ચાલી રહી છે કે તેમાં આ સંસદના વિશેષ સત્રમાં જે બિલ રજૂ થવામાં આવનાર છે તેને મંજૂરી આપવામાં આવશે.

    - Advertisement -

    સોમવારથી (18 સ્પ્ટેમ્બર, 2023) સંસદનું વિશેષ સત્ર શરૂ થયું છે. પાંચ દિવસ ચાલનારા આ સત્રમાં મોદી સરકારે કોઇ અગત્યનાં બિલ લાવે તેવી ચર્ચાઓ સત્રની ઘોષણા થઈ ત્યારથી ચાલી રહી છે. બીજી તરફ આજે સાંજે મોદી સરકારની કેબિનેટ બેઠક યોજાવા જઈ રહી છે. જેના કારણે ચર્ચાઓ અને અટકળોને વેગ મળ્યો છે. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આજે (18 સપ્ટેબર) સાંજે સાડા છ વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય કેબિનેટની બેઠક બોલાવી છે. સામાન્ય રીતે કેબિનેટ બેઠક દર બુધવારે મળતી હોય છે, પરંતુ સોમવારે અને તેમાં પણ વિશેષ સત્ર શરૂ થવાના પ્રથમ દિવસે બેઠક બોલાવવામાં આવતાં અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. આ બેઠક સંસદના એનેક્સી બિલ્ડીંગમાં યોજાશે. 

    આ મીટિંગનો એજન્ડા શું હશે તે હજુ સુધી જાણવા મળ્યું નથી પરંતુ ચર્ચા ચાલી રહી છે કે તેમાં આ સંસદના વિશેષ સત્રમાં જે બિલ રજૂ થવામાં આવનાર છે તેને મંજૂરી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ સત્રમાં કુલ આઠ બિલ પર ચર્ચા કરવામાં આવશે તેવું સરકાર પહેલેથી જ જાહેર કરી ચૂકી છે. જોકે તેમાંથી કોઇ અતિમહત્વપૂર્ણ કે વિશેષ નથી પરંતુ સરકાર અંતિમ ઘડીએ અગત્યનું બિલ લાવી શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે જરૂરી નથી કે સરકારે જે બિલની જાણકારી આપી હોય તે જ લાવી શકાય, અંતિમ ક્ષણે પણ કોઇ બિલ રજૂ કરવાની સત્તા સરકાર પાસે હોય છે.

    - Advertisement -

    સંસદના સત્ર વચ્ચે સરકાર મહિલા અનામત બિલ રજૂ કરી શકે તેવી પણ અટકળો વહેતી થઈ છે. જોકે, આ અંગે કેન્દ્રએ આધિકારિક રીતે કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી. 

    કેન્દ્રીય મંત્રીઓની પીએમ સાથે મુલાકાત, અમિત શાહ જે. પી નડ્ડાને મળ્યા

    મીડિયાનાં સૂત્રો એમ પણ જણાવી રહ્યાં છે કે આ કેન્દ્રીય કેબિનેટની બેઠક પહેલાં કેન્દ્રીય મંત્રીઓ પિયુષ ગોયલ, પ્રહલાદ જોશી અને અન્ય વરિષ્ઠ મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જોકે, આ મુલાકાત કયા વિષયને લઈને થઈ તેની પણ કોઇ જાણકારી મળી શકી નથી. આ ઉપરાંત, ગૃહ પ્રધાન અમિત શાહે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી. 

    ઉલ્લેખનીય છે કે સંસદનું સત્ર શરૂ થવા પહેલાં પરંપરાગત રીતે મીડિયાને બાઈટ આપતાં પીએમ નરેન્દ્ર મોદીએ ‘ઐતહાસિક નિર્ણયો’ તરફ ઈશારો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ સત્ર દિવસોની રીતે ભલે નાનું હોય પરંતુ તેમાં અનેક ઐતહાસિક નિર્ણયો લેવામાં આવશે. તેવામાં સરકાર શું મોટા નિર્ણય લેવા જઈ રહી છે તે ચર્ચાનો વિષય છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં