ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને 17 દિવસના રેસ્ક્યુ ઓપરેશન બાદ સુરક્ષિત બહાર કઢાયા હતા. દેશભરના લોકોએ રેસ્ક્યુ ટીમની સરાહના કરી હતી. રેસ્ક્યુ ટીમની સખત મહેનત અને ઈશ્વર પ્રત્યેની આસ્થાએ આ મિશનને સફળ બનાવ્યું છે. ટનલમાંથી બહાર કઢાયેલા તમામ શ્રમિકોને સૌપ્રથમ તો હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જે બાદ PM નરેન્દ્ર મોદીએ તમામ શ્રમિકો સાથે ટેલિફોનિક વાત કરી હતી. તેમણે શ્રમિકોના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી હતી અને કહ્યું હતું કે, મિશનમાં સામેલ તમામ લોકોએ માનવતા અને ટીમ વર્કની અદભૂત મિસાલ રજૂ કરી છે.
મંગળવારે (28 નવેમ્બર) ઉત્તરકાશીની ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. દેશના લોકોની પ્રાર્થના અને રેસ્ક્યુ ટીમની સખત મહેનત રંગ લાવી હતી. 17 દિવસના દુખભર્યા દિવસો બાદ આખરે શ્રમિકો તેમના પરિવારને મળ્યા હતા. તમામ શ્રમિકોને બહાર કાઢ્યા પછી PM મોદીએ પણ તેમના હાલચાલ પૂછ્યા હતા. તેમણે ટેલિફોનિક વાતચીત કરી હતી. PM મોદીએ શ્રમિકોને બચાવવામાં સફળ થયેલા અભિયાનની સરાહના પણ કરી સાથે CM ધામીએ તમામ શ્રમિકોને એક-એક લાખ રૂપિયાની આર્થિક મદદ આપવા માટેની પણ ઘોષણા કરી હતી.
PM મોદીએ શ્રમિકો સાથે કરી વાત
PM નરેન્દ્ર મોદીએ સફળ અભિયાનની સરાહના કરી હતી અને શ્રમિકો સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેમણે કહ્યું, “મિશનમાં સામેલ તમામ લોકોએ માનવતા અને ટીમ વર્કની અદભૂત મિસાલ રજૂ કરી છે. વિવિધ એજન્સીઓના બચાવ અભિયાનથી મળેલી આ સફળતા ભાવુક કરનારી છે.” આ ઉપરાંત તેમણે શ્રમિકો માટે કરેલી તમામ વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી. તેમણે CM ધામી સાથે પણ વાતચીત કરી હતી.
Prime Minister Narendra Modi had a telephonic conversation with the workers who have been successfully rescued from the Silkyara tunnel. pic.twitter.com/TEBv8xCBPO
— ANI (@ANI) November 28, 2023
શ્રમિકોને ટનલમાંથી સુરક્ષિત બહાર કઢાયા બાદ તરત જ તેમણે X પર પોસ્ટ પણ કરી હતી. તેમણે પોસ્ટ કરીને બચાવ અભિયાનમાં સામેલ લોકોના જુસ્સાને નમન કર્યું હતું. તેમણે કહ્યું, “બચાવ અભિયાનમાં જોડાયેલા જવાનોના સાહસ અને સંકલ્પે 41 શ્રમિકોને નવું જીવન આપ્યું છે.”
#WATCH | Medical checkup of 41 workers who were successfully rescued from Silkyara Tunnel is underway at Chinyalisaur Community Health Centre pic.twitter.com/hMkaSqu1eQ
— ANI (@ANI) November 29, 2023
નોંધનીય છે કે શ્રમિકોને સુરક્ષિત બહાર કઢાયા બાદ તમામ શ્રમિકોને હોસ્પિટલમાં લવાયા હતા. બુધવારે (29 નવેમ્બર) પણ તેમનું મેડિકલ ચેકઅપ ચાલી રહ્યું છે. તેમનું મેડિકલ ચેકઅપ ચિન્યાલીસોડ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ચાલી રહ્યું છે.
41 શ્રમિકોને સુરક્ષિત બચાવાયા હતા
મંગળવારે (28 નવેમ્બર) એ મંગળ ઘડી આવી હતી, જે ઘડીની રાહ દેશભરના લોકો જોઈ રહ્યા હતા. આ દિવસે રાત્રે 41 શ્રમિકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. CM ધામીએ શ્રમિકોનું પુષ્પમાલા પહેરાવીને સ્વાગત કર્યું હતું. 400થી વધુ કલાકો સુધી કામ કરીને સતત થાક્યા વગર તમામ પડકારોનો સામનો કરીને રેસ્ક્યુ ટીમે છેક શ્રમિકો સુધી પહોંચીને તેમને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. કાટમાળમાં 800 MMની પાઈપ નાખીને એક એસ્કેપ ટનલ બનાવવામાં આવી હતી, જેની મદદથી તમામ શ્રમિકો બહાર નીકળી શક્યા હતા. ટનલની બહાર પહેલાંથી સ્ટેન્ડબાય રાખવામાં આવેલી એમ્બ્યુલસની મદદથી શ્રમિકોને હોસ્પિટલ જઈ જવામાં આવ્યા હતા.
ન માત્ર એમ્બ્યુલન્સો પરંતુ ભારતીય સેનાનું વિશાળ અને અત્યાધુનિક ચિનૂક હેલિકોપ્ટર પણ બહાર નીકાળાયેલા શ્રમિકોને એટલીફ્ટ કરવા માટે ખડે પગે તૈયાર હતું. રેસ્ક્યુ બાદ શ્રમિકોની સારવારમાં કોઈ જ કચાશ ના રહી જાય એ માટે સરકાર પૂર્ણ રીતે તૈયાર હતી. શ્રમિકોને સુરખિત બહાર કાઢવાના અંતિમ ચરણના અભિયાનમાં CM પુષ્કર સિંઘ ધામી પણ હાજર રહ્યા હતા.