Monday, May 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકાશી-ઉજ્જૈન બાદ હવે કામાખ્યા કોરીડોર માટે તૈયારીઓ, PM મોદીએ જણાવ્યું કેવું દેખાશે...

    કાશી-ઉજ્જૈન બાદ હવે કામાખ્યા કોરીડોર માટે તૈયારીઓ, PM મોદીએ જણાવ્યું કેવું દેખાશે ‘મા કામાખ્યા કોરિડોર’ : નીલાચલ પર્વત અને બ્રહ્મપુત્રા નદીથી વધે છે ધામની સુંદરતા

    PM મોદીએ મા કામાખ્યા કોરીડોર બનાવવાની જાહેરાત કરતી પોસ્ટમાં લખ્યું હતું કે, "મને ખાતરી છે કે 'મા કામાખ્યા કોરિડોર' એક ઐતિહાસિક પહેલ હશે. જ્યાં સુધી આધ્યાત્મિક અનુભવની વાત છે તો કાશી વિશ્વનાથ ધામ અને મહાકાલ મહાલોકમાં પરિવર્તન થઈ રહ્યું છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના કાશી વિશ્વનાથ કોરિડોર અને મધ્ય પ્રદેશના મહાકાલ કોરિડોરની જેમ જ આસામ સરકારે ગુવાહાટીમાં મા કામાખ્યા કોરિડોરની રૂપરેખા તૈયાર કરી દીધી છે. એટલે કે, ટૂંક સમયમાં રાજ્ય સરકાર ‘મા કામાખ્યા કોરિડોર’ પર કામ કરવાનું શરૂ કરી દેશે.PM મોદીએ કરી મા કામાખ્યા કોરીડોર બનાવવાની જાહેરાત કરતા આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમા દ્વારા શેર કરેલો વીડિયો રીટ્વિટ કર્યો છે.

    PM મોદીએ મા કામાખ્યા કોરીડોર બનાવવાની જાહેરાત કરતી પોસ્ટમાં લખ્યું હતું કે, “મને ખાતરી છે કે ‘મા કામાખ્યા કોરિડોર’ એક ઐતિહાસિક પહેલ હશે. જ્યાં સુધી આધ્યાત્મિક અનુભવની વાત છે તો કાશી વિશ્વનાથ ધામ અને મહાકાલ મહાલોકમાં પરિવર્તન થઈ રહ્યું છે. એટલું જ મહત્વનું એ છે કે તેના દ્વારા પર્યટનને વેગ મળી રહ્યો છે, જે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવે છે.” આસામના મુખ્યમંત્રીએ મંગળવારે (18 એપ્રિલ, 2023) તેમના ટ્વિટર હેન્ડલ પર મંદિર કોરિડોરનો એનિમેટેડ વીડિયો શેર કર્યો હતો અને ભક્તોને ત્યાની ભવિષ્યની ઝલક આપી હતી.

    મુખ્યમંત્રી સરમાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, “ભવિષ્યમાં ‘મા કામાખ્યા કોરિડોર’ કેવો દેખાશે? હું તેની એક ઝલક શેર કરી રહ્યો છું. “

    - Advertisement -

    કામાખ્યા મંદિર 108 શક્તિપીઠોમાંનું એક અતિ પ્રાચીન મંદિર છે. આસામના નીલાચલ પર્વતની ટોચ પર સ્થિત કામાખ્યા મંદિરની ઉત્પતી 8મી સદીમાં થઈ હતી. તેને 16 મી સદીમાં કૂચબિહારના રાજા નારા નારાયણ દ્વારા ફરીથી બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ અનેક વાર તેને પુનઃનિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરમાં અન્ય મંદિરોની જેમ આ મૂર્તિની પૂજા થતી નથી, પરંતુ અહીં દેવીની યોનિની પૂજા કરવામાં આવે છે. તેને ગુફાના એક ખૂણામાં મૂકવામાં આવી છે. એવું કહેવામાં આવે છે કે માસિક સ્રાવ દરમિયાન મહિલાઓને પણ મંદિરમાં પ્રવેશવાની મંજૂરી નથી.

    કામાખ્યા મંદિર વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરે છે, જે અંબુબાસી પૂજા તરીકે ઓળખાય છે. એવું કહેવામાં આવે છે કે આ સમય દરમિયાન દેવીનો માસિક ધર્મ ચાલું હોય છે. ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ચોથા દિવસે મંદિર ઉત્સવ સાથે ફરી ખોલવામાં આવે છે. માન્યતા છે કે આ તહેવાર દરમિયાન બ્રહ્મપુત્રા નદી પણ લાલ થઈ જાય છે. આ ખાસ અવસર પર સાધુઓ શક્તિઓ મેળવવા માટે ગુફાઓમાં આધ્યાત્મિક સાધના કરે છે. તેવામાં હવે આસામ સરકારે ગુવાહાટીમાં મા કામાખ્યા કોરિડોરની રૂપરેખા તૈયાર કરી દીધી છે, કાશી વિશ્વનાથ કોરિડોર અને મધ્ય પ્રદેશના મહાકાલ કોરિડોરની જેમ જ આ તીર્થને વિકસાવવામાં આવશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં