Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ‘કોંગ્રેસ માટે બજેટ કાગળમાં લખવા માટે જ હોય છે’: વર્ષ જૂનું બજેટ...

    ‘કોંગ્રેસ માટે બજેટ કાગળમાં લખવા માટે જ હોય છે’: વર્ષ જૂનું બજેટ વાંચનાર અશોક ગેહલોત પર પીએમ મોદીએ કર્યો કટાક્ષ, 40 વર્ષ જૂનો રસપ્રદ કિસ્સો પણ સંભળાવ્યો

    સંબોધનમાં મોદીએ ઘટનાનો ઉલ્લેખ કરીને અશોક ગેહલોત પર કટાક્ષ કર્યો હતો તો સાથે પોતાના જૂના દિવસોની એક વાર્તા પણ સંભળાવી હતી. 

    - Advertisement -

    બે દિવસ પહેલાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મોટો ગોટાળો કર્યો હતો. અશોક ગેહલોત ગૃહમાં બજેટ રજૂ કરવા માટે પહોંચ્યા અને વાંચવાનું શરૂ પણ કરી દીધું હતું. પણ આઠ મિનિટ સુધી વાંચ્યા બાદ તેમને સમજાયું હતું કે જે બજેટ તેઓ વાંચી રહ્યા છે તે એક વર્ષ જૂનું છે. આ ઘટનાને લઈને દેશભરમાં તેઓ હાંસીપાત્ર ઠર્યા હતા તો હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની ઉપર કટાક્ષ કર્યો છે. 

    પીએમ મોદી આજે રાજસ્થાનના દૌસામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વૅના પહેલા ભાગનું લોકાર્પણ કરવા માટે પહોંચ્યા હતા. અહીં સંબોધનમાં મોદીએ આ ઘટનાનો ઉલ્લેખ કરીને અશોક ગેહલોત પર કટાક્ષ કર્યો હતો તો સાથે પોતાના જૂના દિવસોની એક વાર્તા પણ સંભળાવી હતી. 

    પીએમ મોદીએ કહ્યું, હમણાં થોડા દિવસો પહેલાં બજેટ સત્ર દરમિયાન જે કંઈ પણ થયું તેની ચર્ચા ચારેતરફ (ચાલી રહી) છે. ત્યારબાદ તેમણે 40 વર્ષ જૂનો તેમના જીવન સાથે જોડાયેલો એક રમૂજી કિસ્સો કહ્યો હતો.

    - Advertisement -

    પીએમ મોદી કહે છે, “40 વર્ષ પહેલાંની વાત છે, ત્યારે તો હું રાજકારણમાં ન હતો, સંઘનું કામ કરી રહ્યો હતો. અમે સંઘ પરિવારોમાં ભોજન માટે જતા હતા. એક દિવસ હું પ્રવાસ કરીને પરત ફર્યો, 12-1 વાગી ગયો હતો. અમારા એક વરિષ્ઠ સાથી મને મળી ગયા. મને પૂછ્યું કે ભોજનની શું વ્યવસ્થા છે? મેં કહ્યું કે, હજુ વિચાર્યું નથી, વ્યવસ્થા કરું છું.”

    વડાપ્રધાને આગળ કહ્યું, “તેમણે મને તેમની સાથે આવવા માટે કહ્યું જેથી મેં વિચાર્યું કે તેમણે ભોજનની કંઈક વ્યવસ્થા કરી હશે. જેથી અમે બંને નીકળ્યા. સાથીએ મને કહ્યું કે સંઘના સ્વયંસેવકના ઘરે લગ્ન છે અને આપણે ત્યાં જવાનું છે. તો અમે ત્યાં પહોંચી ગયા. જેમના ઘરે લગ્ન હતાં તેઓ દરજી હતા, તેઓ તો પોતાની દુકાનમાં કામ કરી રહ્યા હતા.”

    આગળ તેઓ જણાવે છે- ‘મેં પૂછ્યું કે તમે તો કહી રહ્યા હતા કે અહીં લગ્ન છે અને આપણે ભોજન માટે આવ્યા છીએ. અમે ગયા, તેમને નમસ્કાર કર્યા, હાલ-ચાલ પૂછ્યા. પણ પછી તેમનાથી રહેવાયું નહીં તો લગ્નના નિમંત્રણને લઈને પૂછ્યું. ત્યારે તેમણે જણાવ્યું કે, લગ્ન તો એક વર્ષ પહેલાં થઇ ગયાં હતાં. અમારા સાથી થોડા ભુલક્કડ હતા. તેમણે કાર્ડ કાઢ્યો અને હું હેરાન હતો, ગયા વર્ષની એ જ તારીખનો એ કાર્ડ હતો. અમે ભોજન કર્યા વગર જ ઘરે પરત આવી ગયા.” ત્યારબાદ કટાક્ષભર્યા સ્વરે પીએમ મોદીએ કહ્યું કે જોકે આ વાતને રાજસ્થાન સાથે કશું લાગતું-વળગતું નથી.

    તેમણે આગળ કહ્યું, હું માનું છું કે ભૂલ કોઈની પણ હોય શકે છે. પરંતુ તેનાથી એ પણ ખબર પડે છે કે કોંગ્રેસ પાસે ન તો વિઝન છે અને ન તો તેમની વાતોમાં કોઈ વજન રહી ગયું છે. કોંગ્રેસ માટે બજેટ અને ઘોષણાઓ કાગળોમાં લખવા માટે જ હોય છે. યોજનાઓને જમીન પર લાગુ કરવામાં કોંગ્રેસનો કોઈ ઈરાદો નથી હોતો.” 

    વડાપ્રધાને એમ પણ કહ્યું કે, “સવાલ એ નથી કે કયું (બજેટ) વાંચ્યું, સવાલ એ છે કે અગાઉનું (બજેટ) જે વાંચ્યું હતું તેને આખું વર્ષ ડબ્બામાં મૂકી રાખ્યું હતું, જેના લીધે આ થયું.” 

    અહીં ઉલ્લેખનીય છે કે આ ઐતિહાસિક ઘટના ગત શુક્રવારે (10 ફેબ્રુઆરી, 2023) બની હતી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત વિધાનસભા ગૃહમાં બજેટ રજૂ કરવા માટે પહોંચ્યા હતા. અહીં તેમણે સાત મિનિટ સુધી ગયા વર્ષનું બજેટ વાંચ્યે રાખ્યું હતું. ત્યારબાદ તેમના જ ધારાસભ્યે ટકોર કરતાં અટક્યા હતા. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં