વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2024માં દેશ-વિદેશમાંથી ઉદ્યોગપતિઓ અને પ્રતિનિધિમંડળોનું આગમન શરૂ થઇ ગયું છે. જે પછી PM નરેન્દ્ર મોદી અને ગુજરાતના CM ભુપેન્દ્ર પટેલ દ્વારા વિવિધ દેશો, સંસ્થાઓ અને મલ્ટીનેશનલ કંપનીઓ
ના પ્રતિનિધિઓ સાથે બેઠકો શરૂ કરવામાં આવી છે.
હાલ વડાપ્રધાન મોદીએ ગાંધીનગર સ્થિત મહાત્મા ગાંધી મંદિરમાં તિમોર-લેસ્તેના (Timor-Leste) પ્રેસિડેન્ટ સાથેની બેઠક બાદ હવે મોઝામ્બિકના (Mozambique) રાષ્ટ્રપતિ સાથે દ્રિપક્ષીય ચર્ચા કરી છે. મોઝામ્બિક રાષ્ટ્રપતિ ફિલિપ જાકિંતો ન્યુસીનું (Filipe Jacinto Nyusi) ઉષ્માભેર સ્વાગત કરતા PM મોદીએ બંને દેશોની ભાગીદારી અને વિકાસમાં યોગદાન વિશે વાત કરી. નોંધનીય છે કે મોઝામ્બિકમાં ભારત ખુબ મોટા પ્રમાણમાં રોકાણ કરી રહ્યું છે. આ અંગેની માહિતી PMO Indiaના X એકાઉન્ટ પર શેર કરવામાં આવી હતી.
Boosting India-Mozambique ties!
— PMO India (@PMOIndia) January 9, 2024
PM @narendramodi and President Filipe Jacinto Nyusi had a wonderful meeting in Gandhinagar today. They deliberated on strengthening bilateral ties, discussing areas like defence, counter-terrorism, energy, health, trade, investment, agriculture,… pic.twitter.com/s4M3nOYsqD
આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય કંપનીઓના પ્રતિનિધિઓ સાથેની મુલાકાતમાં PM મોદીએ એપી મોલર-મેસ્ક્રના (AP Moller-Maersk) CEO કીથ સ્વેનડસન (Keith Svendsen) સાથે બેઠક કરી હતી. જેમાં પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત સ્થિત ગીફ્ટ સીટીમાં તેમની આગામી યોજનાઓ વિશે ચર્ચા કરી હતી.
આ ઉપરાંત PM મોદી UAEના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે સરદાર પટેલ એરર્પોટની બહારથી રોડ શો કરશે. જેમાં રોડ શો દરમિયાન બંને દેશોના વડાઓ સમક્ષ ગુજરાતના પ્રસિદ્ધ ગરબા નૃત્યને રજુ કરવામાં આવશે. આ માટે ઇન્દિરા બ્રિજની શરૂઆત પહેલાં ગરબાનો સ્ટેજ પણ બનાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે વાઇબ્રન્ટ સમિટમાં કુલ 33 દેશોએ ભાગીદારી નોંધાવી છે. જેમાં ઓસ્ટ્રેલીયા, દક્ષિણ કોરિયા, સિંગાપોર, UAE, UK, જર્મની સહિત 20 દેશોમાંથી 1 હજારથી વધુ પ્રદર્શકો અને 100 દેશમાંથી વિઝિટિંગ પાર્ટનર ભાગ લેવાના છે.
આ અંગે ગુજરાતના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ નિવેદન આપતા કહ્યું’, “વાઇબ્રન્ટ ગુજરાત સમિટની 10મી આવૃત્તિની શરૂઆત થઈ રહી છે. આ કાર્યક્રમ થતી વિકાસ રાજ્યના ખૂણે-ખૂણે પહોંચ્યો, નવા રોકાણો અને ઉદ્યોગો આવ્યા અને તેના થકી લાખો યુવાનોને વ્યવસાયની તકો મળી છે. તેનાથી ગુજરાતના કરોડો લોકોને ફાયદો થયો છે.”
ત્યારે PM મોદીએ મંગળવાર સવારથી (9 જાન્યુઆરી 2024) જ બેઠકો શરૂ કરી દીધી હતી. PM મોદીએ સવારના 9:30થી 10 વાગ્યા સુધીમાં ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સુઝુકી મોટર્સના પ્રેસિડેન્ટ તોશીહીરો સુઝુકી (Toshihiro Suzuki) સાથે ઉષ્માપૂર્ણ મુલાકાત કરી હતી. ઓટો મોબાઈલ ક્ષેત્રમાં સુઝુકી મોટર્સનું નામ જાણીતું છે.
આ ઉપરાંત PM મોદી ડેકીન યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રોફેસર લાઈન માર્ટીન (Iain Martin)ને મળ્યા હતા. ડેકીન યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયા દેશની સૌથી મોટી યુનિવર્સીટીઓમાંથી એક છે. આ સાથે ગાંધીનગરમાં તિમોર-લેસ્તેના પ્રેસિડેન્ટ જોસ રામોસ-હોર્ટા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેઠક કરી, જે પછી તિમોર-લેસ્તેના (Timor-Leste) પ્રેસિડેન્ટ જોસ રામોસ-હોર્ટાએ ગુજરાતને વિકાસનું મોડેલ ગણાવ્યું હતું. Timor-Leste વાઇબ્રન્ટ સમિટમાં પાર્ટનર કન્ટ્રી છે.