Friday, May 17, 2024
More
    હોમપેજરાજકારણરસ્તા, રેલ્વે, સૌર ઉર્જા, પાવર ટ્રાન્સમિશન... PM મોદીએ રાજસ્થાનમાં કર્યો ₹ 17,000...

    રસ્તા, રેલ્વે, સૌર ઉર્જા, પાવર ટ્રાન્સમિશન… PM મોદીએ રાજસ્થાનમાં કર્યો ₹ 17,000 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત: સંબોધનમાં કોંગ્રેસ પર કર્યા પ્રહાર

    PM મોદીએ કહ્યું, “આઝાદી પછી આજે ભારતમાં સ્વર્ણિમ યુગ આવ્યો છે. ભારત પાસે એ અવસર આવ્યો છે, જયારે તે દશ વર્ષની નિરાશા ત્યાગીને હવે પુરા આત્મા-વિશ્વાસથીં આગળ વધી રહ્યું છે.”

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે (16 ફેબ્રુઆરી 2024) ‘વિકસિત ભારત, વિકસિત રાજસ્થાન’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. PM મોદીએ ડિજિટલ માધ્યમથી રાજસ્થાનમાં ₹17,000 કરોડથી વધુની વિકાસલક્ષી યોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે, વિકસિત ભારત માટે વિકસિત રાજસ્થાનનું નિર્માણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

    પ્રધાનમંત્રી મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા ‘વિકસિત ભારત-વિકસિત રાજસ્થાન’ કાર્યક્રમમાં રિમોટ દબાવીને આ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે રાજસ્થાનમાં રસ્તા, રેલ્વે, સૌર ઉર્જા, પાવર ટ્રાન્સમિશન, પીવાનું પાણી, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ સહિત ઘણા મહત્વપૂર્ણ ક્ષેત્રો સાથે સંબંધિત વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કર્યો હતો. PM મોદીએ રાજસ્થાનમાં ₹5000 કરોડની કિંમતના વિવિધ રાષ્ટ્રીય ધોરીમાર્ગોની યોજનાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉપરાંત અંદાજે ₹2275 કરોડના ખર્ચે 8 નવા પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે તેમણે રાજસ્થાનના 200 વિધાનસભા મતવિસ્તારોના લાભાર્થીઓને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કર્યા હતા. 

    ઉદ્ઘાટન બાદ સંબોધન કરતા તેમણે કેન્દ્ર અને રાજસ્થાનમાં ભાજપની ડબલ એન્જિન સરકારોના કામનો ઉલ્લેખ કર્યો હતો જેમાં વિકસિત ભારત-વિકસિત રાજસ્થાનના નારા સાથે મોદીની ગેરંટીની પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે લોકો કહે છે કે ‘મોદીની ગેરંટી’ એટલે ગેરંટી પૂરી કરવાની ગેરંટી. તેમણે એમ પણ કહ્યું કે લોકો એમ પણ કહી રહ્યા છે કે આ વખતે એનડીએ 400ને પાર કરશે.

    - Advertisement -

    PM મોદીએ કહ્યું, “આઝાદી પછી આજે ભારતમાં સ્વર્ણિમ યુગ આવ્યો છે. ભારત પાસે એ અવસર આવ્યો છે, જયારે તે દશ વર્ષની નિરાશા ત્યાગીને હવે પુરા આત્મા-વિશ્વાસથીં આગળ વધી રહ્યું છે.” સૌર ઉર્જા પર વાત કરતા તેમણે કહ્યું “આપણા રાજસ્થાન પર સૂર્યદેવની અસીમ કૃપા છે, એટલે જ રાજસ્થાનને વીજળી ઉત્પાદન મામલે આત્મનિર્ભર બનાવવા માટે ડબલ એન્જીન સરકાર ઝડપથી કામ કરી રહી છે. આજે ભારત સૌર ઉર્જાથી વીજળી ઉત્પાદન કરવામાં દુનિયાના અગ્રણી દેશોમાં સામેલ થઇ ચૂક્યું છે”

    કાર્યક્રમ દરમિયાન PM મોદીએ કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું, “કોંગ્રેસનો એક જ એજન્ડા છે, મોદીને ગાળો આપવાનો. તેઓ વિકસિત ભારતનું નામ પણ લેતા નથી કારણ કે મોદી તેના માટે કામ કરે છે, તેઓ ‘મેડ ઇન ઇન્ડિયા’ અને ‘વોકલ ફોર લોકલ’ને પણ સમર્થન આપતા નથી, કારણ કે મોદી તેને સમર્થન આપે છે. મોદી જે કંઈ કરે, તેનાથી તે ઊલટું જ કરશે, ભલે તેનાથી દેશને નુકસાન થાય. કોંગ્રેસ પાસે એક જ એજન્ડા છે, ‘મોદી વિરોધ’, ‘મોદીનો જોરદાર વિરોધ’ આજે બધા કોંગ્રેસ છોડી રહ્યા છે, માત્ર એક જ પરિવાર દેખાઈ રહ્યો છે”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં