Saturday, April 13, 2024
More
  હોમપેજદેશ‘જિસકો કિસી ને નહીં પૂછા, ઉસકો મોદી ને પૂજા હૈ’: બોલ્યા વડાપ્રધાન,...

  ‘જિસકો કિસી ને નહીં પૂછા, ઉસકો મોદી ને પૂજા હૈ’: બોલ્યા વડાપ્રધાન, કહ્યું- 10 વર્ષમાં અનેક કામ થયાં, હજુ આપણે ઘણું આગળ જવાનું છે

  તેમણે કહ્યું કે, “અમે આગલાં 25 વર્ષોનો રોડમેપ બનાવી રહ્યા છીએ અને ત્રીજી ટર્મના પહેલા 100 દિવસનો પણ પ્લાન બનાવી રહ્યા છીએ. બીજી તરફ અમારા વિરોધીઓ પણ નવા કીર્તિમાં રચી રહ્યા છે. આજે જ તેમણે મોદીને 104મી ગાળ આપી છે."

  - Advertisement -

  વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે (20 માર્ચ) CNN ન્યૂઝ18 દ્વારા આયોજિત ‘રાઈઝિંગ ભારત’ સમિટમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા. અહીં તેમણે સંબોધન દરમિયાન અનેક મુદ્દે વાતો કહી અને ફરીથી સરકાર બનાવવાનો નિશ્ચય જાહેર કર્યો. તેમણે કહ્યું કે છેલ્લાં 10 વર્ષમાં દેશમાં અનેક ક્ષેત્રોમાં કામ થયું છે અને હજુ આવનારાં વર્ષોમાં અઢળક કામો થશે. દરમ્યાન પીએમ મોદીએ ભ્રષ્ટાચાર વગેરે વિષય પર પણ વિચારો રાખ્યા. 

  સંબોધનની શરૂઆતમાં વડાપ્રધાને ફેબ્રુઆરી, 2019માં થયેલી બાલાકોટ એરસ્ટ્રાઈકનો ઉલ્લેખ કર્યો. વાસ્તવમાં 2019ની ન્યૂઝ18ની સમિટ 28 ફેબ્રુઆરીએ યોજાઈ હતી, જેમાં વડાપ્રધાને ભાગ લીધો હતો. તેના બીજા જ દિવસે ભારતે એરસ્ટ્રાઈક કરી હતી. આ કિસ્સાને ઉલ્લેખીને તેમણે કહ્યું કે, “આતંકના આકાઓ હોય કે વિકાસ અને શાંતિ ઇચ્છતા દેશો, સૌએ આ ‘રાઈઝિંગ ભારત’નો અનુભવ કર્યો છે. આ નવું ભારત આતંકના જખમો સહન કરતું નથી, પણ તે આપનારાઓને પૂરેપૂરી શક્તિ સાથે જવાબ આપે છે. જે આતંકી હુમલાઓ કરતા હતા તેમની આજે શું હાલત થઈ તે દેશવાસીઓ પણ જુએ છે અને દુનિયા પણ જોઈ રહી છે.”

  તેમણે કહ્યું કે, “અમે આગલાં 25 વર્ષોનો રોડમેપ બનાવી રહ્યા છીએ અને ત્રીજી ટર્મના પહેલા 100 દિવસનો પણ પ્લાન બનાવી રહ્યા છીએ. બીજી તરફ અમારા વિરોધીઓ પણ નવા કીર્તિમાં રચી રહ્યા છે. આજે જ તેમણે મોદીને 104મી ગાળ આપી છે. ઔરંગઝેબથી નવાજવામાં આવ્યો છે, મોદીની ખોપડી ઉડાવવાનું એલાન કરવામાં આવ્યું છે.”

  - Advertisement -

  આગળ તેમણે કહ્યું કે, “આજે અમે વિકસિત ભારત અને આત્મનિર્ભર ભારતની વાત કરીએ છીએ. માત્ર 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા છે. ભારતની અર્થવ્યવસ્થા 11મા ક્રમ પરથી 5મા ક્રમ પર પહોંચી ગઈ છે. હજુ તો આ કંઈ પણ નથી, હજુ ઘણું આગળ જવાનું છે.”

  ‘ગરીબોએ કેવું જીવન જીવવું પડ્યું હતું એ હું અનુભવીને અહીં સુધી પહોંચ્યો છું’

  વડાપ્રધાને કહ્યું કે, “અમારી સરકારે પહેલા જ દિવસથી ગરીબની ગરિમા, ગરીબના કલ્યાણ અને તેના સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કઠણાઈભર્યું જીવન કોઇ શોખથી નહતું જીવતું. બીમારીના કારણે કોઇ બિસ્તર પર પડ્યું હોય, મદદને બદલે ઠોકર મળતી હોય, આ જ પરિસ્થિતિ હતી. ગરીબોએ અપમાનના કેટલા ઘૂંટ પીવા પડતા હતા. અહીં બેઠેલા ઘણા લોકો કલ્પના પણ ન કરી શકે કે ગરીબોએ કેવું જીવન જીવ્યું, પરંતુ હું આ બધું જ અનુભવીને અહીં પહોંચ્યો છું. હું એ જીવન જીવીને આવ્યો છું. એટલે મારે ન પુસ્તકોમાં વાંચવું પડે છે કે ન કેમેરાથી વિડીયો શૂટ કરીને જોવું પડે છે.” 

  અમારી સરકારની જેટલી યોજનાઓ છે, તેમાં તમને ગરીબોનાં દુઃખ-દર્દના ઈલાજ મળશે. એટલે જેમને કોઇ નહતું પૂછ્યું, તેમને મોદીએ પૂજ્યા છે. 

  તેમણે અગાઉની સરકારો વિશે વાત કરતાં કહ્યું કે, ત્યારે સરકારી ખજાનામાં લૂંટ મચાવવામાં આવતી હતી. પરંતુ અમે સરકારી ખજાનાની આ લૂંટ સંપૂર્ણપણે બંધ કરી દીધી. જો પહેલાં જેવી જ સ્થિતિ હોત …એક રૂપિયા અને 15 પૈસા જેવી જ થિયરી હોત તો 27-28 લાખ કરોડ રૂપિયા ગરીબો સુધી પહોંચ્યા જ ન હોત. 

  ‘મોદીની ગેરેન્ટી પર દરેકને વિશ્વાસ’

  પીએમ મોદીએ કહ્યું કે, “આજે મોદીની ગેરેન્ટીનો જે આટલો સકારાત્મક ભાવ છે તે કોઇ વિજ્ઞાપનનો મોહતાજ નથી. મોદી એ ગરીબની ગેરેન્ટી બન્યો છે, જેની કોઇ ગેરેન્ટી નહતું લેતું. એટલે દેશના દરેક ગરીબને મોદીની આ ગેરેન્ટી પર વિશ્વાસ છે. અને આ તો કંઈ જ નથી, હજુ આપણે ઘણું આગળ જવાનું છે. 

  અંતે તેમણે કહ્યું કે, આજે જ્યારે આ ગરીબ મને આશીર્વાદ આપે છે તો વિપક્ષોના મનમાં ગાળો ફૂટે છે અને તેઓ મારા માટે પણ ગાળો આપે છે. ગરીબો મને આશીર્વાદ આપે તો તેમને પણ ગાળો દેવામાં આવે છે, પરંતુ આ ગાળોનો કોઈ ફેર નથી પડતો. દેશે ફરી એક વાર મોદી સરકાર બનાવવાનું મન બનાવી લીધું છે.”

  - Advertisement -

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં